નજર લાગવાને લઈને વૈજ્ઞાનિકોનો ખુલાસો, આંખોમાંથી નીકળે છે અમુક તરંગો જે પાડે છે ખરાબ પ્રભાવ

ઘણીવાર તમે જોયું હશે કે તમને કોઈપણ કારણ વગર જીવનમાં ઘણી સમસ્યાઓ ઘેરી લેતી હોય છે. જેમકે અચાનકથી તમારી સાથે કે તમારા કોઈ પ્રિયજન સાથે કંઈક ખરાબ થવા લાગે છે અથવા તો ઘરમાં આર્થિક તંગી આવી જાય છે. પરિવારના સદસ્યો સાથે સંબંધ ખરાબ થઈ જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમને જરૂર કોઈની નજર લાગી હશે. તેવું ત્યારે વધારે કહેવામાં આવે છે જ્યારે તે બાળકો સાથે બને છે. કહેવામાં આવે છે કે બાળકોને નજર ખૂબ જ જલ્દી લાગી જાય છે. વડીલોને પણ નજર લાગે છે પરંતુ વડીલોને ખૂબ જ ઓછી નજર લાગતી હોય છે.

લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે

ઘણીવાર લોકો નજર લાગવાને અંધવિશ્વાસ માને છે. બીજી તરફ ઘણા લોકો એવા પણ છે જે આ બધી વાતો પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિશ્વાસ કરે છે. તેમના અનુસાર ખરેખર આવું હોય છે અને તેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર નજર લાગવાની વાત અંધવિશ્વાસ છે કે તે વાત ખરેખર સત્ય છે ? આજે અમે તમારા આ સવાલોના જવાબ લઈને જ આવ્યા છીએ. આજે અમે તમને નજર લાગવા વિશે સંપૂર્ણ માહિતી આપીશું જે લગભગ તમે પહેલેથી જ જાણતા હશો.

હસતો રમતો પરિવાર રાતોરાત થઇ જાય છે બરબાદ

નજર લાગવી તેને એક રીતે દોષ માનવામાં આવે છે. ઘણીવાર લોકો ઈર્ષ્યા કે બળતરાના કારણે આવું કરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિની પ્રગતિ અને ખુશી જોઇને જલન થાય છે તો તેને નજર લાગવી કહે છે. ઘણીવાર તેનો પ્રભાવ વધારે નથી હોતો. પરંતુ ઘણીવાર તેના કારણે વ્યક્તિનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય છે. તેના લીધે કોઇનું જીવન પળવારમાં જ અસ્તવ્યસ્ત થઈ જાય છે. જ્યારે કોઈ નક્કર કારણ વિના કોઈનો હસતો રમતો પરિવાર, માણસ કે બાળકના વર્તનમાં અચાનકથી પરિવર્તન આવી જાય તો સમજી જાઓ કે કોઈને કોઈ ચિંતાની વાત જરૂર છે.

આ તો છે લોકોની માન્યતાઓ ની વાત. હવે અમે તમને જણાવીશું કે નજર લાગવા વિશે વિજ્ઞાન શું કહે છે. શું ખરેખર નજર લાગવાની કોઈ ચીજ વિજ્ઞાનની નજરમાં સાચી છે ? તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નજર લાગવા જેવી કોઈપણ ચીજ વિજ્ઞાનની નજરમાં સાચી હોતી નથી. નજર લાગવાની વાત વિજ્ઞાને નકારી કાઢી છે. જોકે વૈજ્ઞાનિકોનું એવું જરૂર માનવું છે કે માણસ એની આંખોમાંથી અમુક એવા તરંગો નીકળે છે જે સામેવાળી વસ્તુ અથવા વ્યક્તિ પર નકારાત્મક કે સકારાત્મક પ્રભાવ પાડે છે. જ્યારે આ તરંગો વધારે મજબૂત હોય તો તે નકારાત્મક પ્રભાવ પાડે છે.

નજરના વિશે વિજ્ઞાનનું માનવું છે કે તે માણસના મગજની માત્ર એક ઊપજ છે. તે આસ્થા છે કે અંધવિશ્વાસ છે ? પરંતુ જે કંઈ પણ હોય તેના કારણે માણસ વર્ષોથી તેની સામે ઝઝૂમી રહ્યો છે. તેવામાં તેનાથી બચવા માટે અમુક ઉપાયોનું પાલન કરવું પડે છે. જે વ્યક્તિને નજર લાગી ગઇ હોય તેના માથા પરથી દૂધ ત્રણ વાર ઉતારીને કૂતરાને પીવડાવી દો. એવું કહેવામાં આવે છે કે તેનાથી નજર ઉતરી જાય છે અને સાથે સાથે હનુમાનજીની પૂજા કરીને પણ તમે નજર દોષમાંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.