૧૨ વર્ષની નાની કરીના, સૈફ અને અમૃતાનાં લગ્નમાં પહોંચી હતી, શુભેચ્છા પાઠવતા કહ્યું હતું “મુબારક સૈફ અંકલ”

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન આજે એક મશહૂર કપલનાં રૂપમાં જાણીતા છે. બંનેને લગ્ન બાદ બે દિકરા છે. સૈફ અલી ખાને કરિના પહેલા પોતાનાથી ૧૨ વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં. સૈફ અને અમૃતાનાં પણ લવ મેરેજ થયા હતાં. તે સમયે બંને એક્ટરનો પરિવાર આ લગ્ન વિરુદ્ધ હતો પરંતુ બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતાં. આખરે બંનેએ લગ્ન કરીને જ રાહતનો શ્વાસ લીધો હતો. જણાવી દઇએ કે જ્યારે આ બંનેનાં લગ્ન થયા હતાં તે સમયે કરીના કપૂરની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી. કરીના આ લગ્નમાં સામેલ થવા પોતાના પરિવાર સાથે પહોંચી હતી.

Advertisement

જણાવી દઇએ કે તે સમયે સૈફ અને અમૃતાના લગ્નમાં કરીના કપૂર મહેમાન બનીને પહોંચી હતી. કરિનાએ તે સમયે લગ્નની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, “મુબારક હો સૈફ અંકલ”. તે સમયે સૈફ એ તેને રીપ્લાય કરતાં કહ્યું હતું, “થેન્ક યુ બેટા”. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરિનાની લવ સ્ટોરી ફિલ્મ “ટશન” નાં શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. ત્યારબાદ તે બંનેએ વર્ષ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા હતાં. સૈફ, કરીનાથી ૧૦ વર્ષ મોટા છે. તે બંનેના લગ્ન ખૂબ જ ધામધુમથી થયાં હતાં. આજે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. બંનેની જોડી હંમેશા મીડિયામાં ચર્ચામાં રહે છે.

કરિના અને સૈફ એ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતાં. ત્યારબાદ એક શાનદાર રિશેપ્શન પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણા દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી. પોતાના લગ્નમાં કરીના કપૂરે એ જ લહેંગો પહેર્યો હતો, જે તેમની સાસુ શર્મિલા ટાગોરે પોતાના લગ્ન સમયે પહેર્યો હતો. કરીના એ વર્ષ ૨૦૧૬ માં દિકરો તૈમુરને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેમણે આ વર્ષે એક બીજા બાળકને જન્મ આપ્યો છે. સૈફ અલી ખાને પહેલી પત્નિ અમૃતાથી પણ બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. આ બંને સાથે કરીના ના ખૂબ જ સારા સંબંધ છે. સારા તો કરીનાની ઘણી મોટી ફેન છે.

હાલનાં દિવસોમાં કરીના કપૂરનો એક જુનો ઈન્ટરવ્યૂ પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે પહેલા પ્રેમ વિશે વાત કરી હતી. કરીનાએ જણાવ્યું હતું કે, તેમને માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં જ એક અભિનેતા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેમનો પહેલો સાચો પ્રેમ હતો. કરીના કપૂરે જણાવ્યું કે, અભિનેતા વિક્કી નિહલાની તેમનો પહેલો પ્રેમ હતાં. હું અને વિક્કી સોલમેટ હતાં. તે હંમેશા મારી સાથે ઊભા રહેતા હતાં. જ્યારે હું ૧૩ વર્ષની હતી, તે સમયે મને તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો. તે મારો પહેલો પ્રેમ છે.

તે સમયે મીડિયામાં ન્યૂઝપેપર અને મેગેઝીનની માત્ર એવી જ હેડલાઈન હતી કે કપૂર પરિવારની દિકરી પહેલાં જ નિહલાનીનાં દિકરાનાં પ્રેમમાં સંપૂર્ણ રીતે પાગલ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે તેના થોડા દિવસો બાદ જ બંને અલગ થઇ ગયા હતાં અને કરીનાએ મીડિયામાં કહ્યું કે, હવે તે માત્ર પોતાની ફિલ્મોને પ્રેમ કરે છે. સાથે જ કહ્યું હતું કે તે આગામી ૧૦ વર્ષ સુધી માત્ર ફિલ્મો જ કરશે. ત્યારબાદ તેના જીવનમાં શાહિદ કપુર આવ્યા હતાં.

Advertisement