નાની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવા લાગ્યા હતા આ સિતારાઓ, આ એકટરે કર્યો હતો પિતાના બાળપણનો રોલ

બોલીવુડમાં ઘણા કલાકાર એવા છે જે પોતાના કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી ચૂક્યા છે. બાળપણમાં જ આ સિતારાઓની મહેનત જોઈને ખબર પડી ગઈ હતી કે આગળ જઈને તે ખૂબ જ સારા એક્ટર બનશે. એક્ટર બનવાની રેસમાં આ સિતારાઓએ ઘણા વર્ષો પહેલાં જ પોતાને સાબિત કરી દીધા હતા.

તે તેમની મહેનતનું જ પરિણામ છે જે આજે આ સિતારાઓને દુનિયાભરના લોકો ઓળખે છે. આ સિતારાઓએ જમીનથી લઈને આકાશ સુધીની સફર કરી છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડના સિતારાઓની વિશે જણાવીશું જે ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવા લાગ્યા હતા.

ઉર્મિલા માંતોડકર

ઉર્મિલા માંતોડકરે બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉર્મિલા વર્ષ ૧૯૮૦માં આવેલી ફિલ્મ “માસુમ” માં બાળ કલાકાર તરીકે નજર આવી હતી. ત્યારબાદ રંગીલા ગર્લના નામથી મશહૂર થયેલી ઉર્મિલાએ મોહસીન અખ્તર મીર સાથે વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા. મોહસીન વ્યવસાયે એક મોડલ છે. ગયા વર્ષે જ ઉર્મિલાએ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે.

બોબી દેઓલ

૯૦ ના દશકમાં બોબી દેઓલ જાણીતા અભિનેતા હતા. તે સમયમાં તો તેમણે ઘણી હિટ ફિલ્મો આપી હતી પરંતુ આજની તારીખમાં તેમની પાસે એક પણ હિટ ફિલ્મ રહી નથી. જો કે વર્ષ ૨૦૧૧ માં આવેલી ફિલ્મ “યમલા પગલા દીવાના” સુપરહિટ સાબિત થઇ હતી. તેમની છેલ્લી ફિલ્મ રેસ-૩ હતી. જણાવી દઈએ કે બોબીએ પણ પોતાના કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમણે પિતાની હિટ ફિલ્મ “ધરમવીર” માં ધર્મેન્દ્રના બાળપણનો રોલ ભજવ્યો હતો.

આલિયા ભટ્ટ

થોડા જ વર્ષોમાં આલિયા ભટ્ટ બોલિવૂડની ટોપ અભિનેત્રી બની ગઈ છે તેમણે હાઈવે, ડીયર જિંદગી, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, રાજી, ઉડતા પંજાબ, ગલી બોય જેવી હિટ ફિલ્મોમાં ખૂબ જ સુંદર અભિનય કર્યો છે. જણાવી દઈએ કે પોતાની સુંદર અદાકારી બતાવવા વાળી આ એક્ટ્રેસ બાળપણમાં પણ પોતાના અભિનયનો જલવો બતાવી ચૂકી છે. ૧૯૯૯ માં આવેલી ફિલ્મ “સંઘર્ષ” માં આલિયાએ બાળ કલાકારના રૂપમાં કામ કર્યું હતું.

આમિર ખાન

આમિર ખાન બોલિવૂડના એકમાત્ર એવા કલાકાર છે જે મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામથી જાણીતા છે. આમિર ખાનને તેમના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. તેમની દરેક ફિલ્મ સુપરહિટની ગેરંટી હોય છે. જણાવી દઈએ કે તેમના પણ કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે થઈ હતી. તેમણે ૧૯૭૦ ની ફિલ્મ “યાદો કી બારાત” માં નાની ઉંમરમાં જ નજર આવ્યા હતા.

શ્રીદેવી

દિવંગત અભિનેત્રી શ્રીદેવી એક ખૂબ જ અદાકાર હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ ડાન્સર પણ હતી. ઘણી ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવી ચૂકેલી શ્રીદેવીએ ડાન્સમાં પણ પોતાની અદાકારી બતાવી ચૂકી હતી. શ્રીદેવીના ખાતામાં આજે એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર ૪ વર્ષની ઉંમરમાં જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૬૬માં આવેલી ફિલ્મ થુનેવન માં શ્રીદેવી બાળ કલાકાર તરીકે નજર આવી ચૂકી છે.