નાની ઉંમરની યુવતીઓ સાથે બને છે સૌથી સારી જોડી, બોલિવૂડની આ ૧૦ જોડીઓ કરે છે તે સાબિત

કોઈપણ ઘરમાં જ્યારે લગ્ન થાય છે તો યુવક અને યુવતીની ઉંમરને લઈને સૌથી પહેલા ચર્ચા કરવામાં આવે છે. મોટાભાગના લોકો એવું જ ઇચ્છે છે કે તેમના ઘરમાં જે યુવતી લગ્ન કરીને આવી રહી હોય તે યુવકથી ઉંમરમાં નાની હોય. બોલિવૂડમાં પણ આ પ્રકારની ઘણી જોડીઓ રહેલી છે. તેમણે એવું સાબિત કર્યું છે કે નાની યુવતીઓની સાથે જોડી ખૂબ જ સારી બને છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

શાહિદ કપૂરે ફિલ્મી બેકગ્રાઉન્ડ ના ધરાવતી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની ઉંમરની વચ્ચે ૧૪ વર્ષનું અંતર છે. તેમ છતાં પણ તેમને જોઈને કોઈપણ તે વાતનો અંદાજો બિલકુલ પણ લગાવી શકતા નથી. આ બંનેની જોડી કમાલની રહી છે. કોઈપણ બોલિવૂડની જોડી પર તેમની જોડી તો ભારે પડી જ જાય છે. ઉંમરમાં આટલું અંતર હોવા છતાં પણ બંનેની વચ્ચે પરસ્પર સમજ ખૂબ જ કમાલની છે. મીરા રાજપૂતે ગ્લેમરસની ઝગમગાટથી પોતાને સંપૂર્ણ રીતે દૂર રાખી છે. તે પોતાના પરિવારની સાથે સંપૂર્ણ સમય પસાર કરે છે. બંને લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ નજર આવે છે.

જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ

આ બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. બન્નેની વચ્ચે ક્યારેય પણ ઝગડાઓની વાત સામે આવી નથી. તમને જણાવી દઈએ કે રીતેશ જેનેલિયા ડિસૂઝાથી ઉંમરમાં ૭ વર્ષ મોટા છે. તેમ છતાં પણ બન્નેની વચ્ચે પ્રેમ કંઈક એવો છે કે જોવા વાળાને પણ તેમનાથી જલન થાય છે. જીવનમાં ભલે કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓ કેમ ના આવી જાય, આ બન્નેએ મળીને હસતા હસતા કોઈપણ પરિસ્થિતિને સરળતાથી પાર કરી લીધી છે. જ્યાં જેનેલિયા હંમેશા હસમુખ જોવા મળે છે તો વળી રિતેશ પણ ખૂબ જ સારી રીતે જાણે છે કે ક્યાં અને કઈ રીતે પ્રતિક્રિયા તેમણે વ્યક્ત કરવી જોઈએ.

સંજય દત્ત અને માન્યતા દત્ત

માન્યતાથી સંજય દત્ત ૧૯ વર્ષ મોટા છે પરંતુ જેમ જેમ તેમના લગ્નનો સમય પસાર થયો છે, તેમ-તેમ તેમની વચ્ચેનો પ્રેમ વધતો ગયો છે. બંને લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. બન્નેની વચ્ચે ખૂબ જ સારી સમજ જોવા મળી રહી છે. સંજય દત્ત અને માન્યતા દત્તની જોડી પણ તે સાબિત કરે છે કે નાની ઉંમરની યુવતીઓની સાથે બેસ્ટ જોડી બને છે.

કાજોલ અને અજય દેવગન

બોલિવૂડની સૌથી પ્રેમાળ જોડીઓમાં કાજોલ અને અજય દેવગનની જોડી પણ માનવામાં આવે છે. આ બંનેની ઉંમરની વચ્ચે ૫ વર્ષનું અંતર છે. બંનેનો સ્વભાવ પણ થોડો અલગ રહ્યો છે. લોકોને શંકા હતી કે તેમની જોડી કેટલા સમય સુધી ચાલશે, પરંતુ બંનેના લગ્નને લગભગ ૨૦ વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે તેમ છતાં પણ તે બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ નજર આવે છે. તે બંનેની જોડી ખરેખર આદર્શ જોડી બની ચૂકી છે.

કરિના કપૂર અને સૈફ અલી ખાન

બોલિવૂડની સૌથી સુંદર જોડીમાંથી તેમની જોડી આજે એક ગણવામાં આવે છે. સૈફ અલી ખાનથી ઉંમરમાં કરીના કપૂર ૧૦ વર્ષ નાની છે તેમ છતાં પણ તે બંનેને સાથે જોઈને તેમની વચ્ચેની ઉંમરનું અંતર જાણવું સરળ હોતું નથી. બન્નેની વચ્ચે જે પ્રકારનું બોન્ડિંગ જોવા મળે છે અને જે રીતે બન્નેની વચ્ચે સમજ છે. આજે લગભગ જ કોઈ અન્ય બોલીવુડ જોડીમાં જોવા મળે છે. પ્રેમ વ્યક્ત કરવાની તેમની રીત એવી છે કે તે યંગ કપલ્સ પર પણ ભારે પડે છે. કરીના કપૂર તે વાત સારી રીતે જાણે છે કે સારા અલી ખાન અને ઇબ્રાહિમ સૈફ અલી ખાન માટે ખૂબ જ મહત્વ રાખે છે તેથી કરિનાએ તેમને પણ દિલથી અપનાવ્યા છે. આ રીતે કરિના કપૂર અને સૈફ અલી ખાનના સંબંધને જોઈને એવું કહી શકાય કે નાની ઉંમરની યુવતીઓની સાથે ખરેખર બેસ્ટ જોડી બને છે.