નસીબ બદલવા વાળુ ધામ છે નીમ બાબાનું “કૈચી ધામ”, એપ્પલનાં ફાઉન્ડર સ્ટીવ જોબ્સ થી લઈને ફેસબુકનાં માર્ક ઝુકરબર્ગ છે બાબાનાં ભક્તો

Posted by

ભારતભુમિ એક પવિત્ર ભુમિ છે જ્યાં શ્રદ્ધા તથા ભક્તિનું અનુપમ ઉદાહરણ જોવા મળે છે. એટલું જ નહીં એ તો આપણે બધા જ જાણીએ છીએ કે દેશના ખુણેખુણામાં એવા અનેક પવિત્ર સ્થળો છે જ્યાં જવા માત્રથી જ વ્યક્તિની તમામ મનોકામનાઓ પુર્ણ થઇ જાય છે. એવું જ એક પાવન તીર્થ દેવભુમિ ઉત્તરાખંડનાં પહાડોની વચ્ચે છે, જેને લોકો “કૈચી ધામ”  નાં નામથી જાણે છે.

જણાવી દઈએ કે “કૈચી ધામ” નાં નીબ કરૌરી બાબા (નીમ કરોલી) ની ખ્યાતિ વિશ્વભરમાં છે. બાબાનાં ભક્તોનું માનવું છે કે બાબા હનુમાનજીનાં અવતાર હતાં. નૈનીતાલ થી લગભગ ૬૫ કિલોમીટર દુર કૈચી ધામને લઈને માન્યતા એવી પણ છે કે અહીં આવનાર વ્યક્તિ ક્યારેય પણ ખાલી હાથ પરત જતો નથી. અહી પર માંગવામાં આવેલી દરેક મન્નત પુર્ણ રીતે ફળદાયી થાય છે. આ જ કારણ છે કે દેશવિદેશનાં હજારો લોકો અહીં હનુમાનજીનાં આશીર્વાદ લેવા આવે છે.

દર વર્ષે ૧૫ જુને બાબા નાં દરબારમાં ભરાય છે મહામેળો

જણાવી દઈએ કે લગભગ હનુમાનજીનાં અવતાર માનવા વાળા બાબા નાં આ પાવન ધામ પર સંપુર્ણ વર્ષ શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે પરંતુ દર વર્ષે ૧૫ જુને અહીં પર એક વિશાળ મેળા તથા ભંડારાનું આયોજન થાય છે. અહી આ દિવસ પાવન ધામમાં સ્થાપના દિવસમાં ઉજવવામાં આવે છે. બાબા નીબ કરૌરી એ આ આશ્રમની સ્થાપના વર્ષ ૧૯૬૪ માં કરી હતી. વળી બાબા વર્ષ ૧૯૬૧ માં પહેલી વાર અહીં આવ્યા હતાં અને તેમણે પોતાના જુના મિત્ર પુર્ણાનંદ જીની સાથે મળીને અહીં આશ્રમ બનાવવાનો વિચાર કર્યો હતો.

અલૌકિક શક્તિઓને સ્વામી હતા બાબા નીબ કરૌરી

વળી પ્રચલિત માન્યતા પ્રમાણે બાબા નીબ કરૌરી ને હનુમાનજીની ઉપાસના થી અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત હતી. લોકો તેમને હનુમાનજી નો અવતાર પણ માને છે. જો કે તેઓ આડંબરો થી દુર રહેતા હતાં. ના તો તેમના માથા પર તિલક જોવા મળતું હતું અને ના તો ગળામાં કંઠી માળા જોવા મળતી હતી. એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવવા વાળા બાબા પોતાના કોઈને પોતાનાં પગ સ્પર્શ કરવા દેતા નહીં. જો કોઈ સ્પર્શ કરવાની કોશિશ કરતું હતું તો તેઓ તેમને શ્રી હનુમાનજીને પગે લાગવા માટે કહેતા હતાં.

બાબા ની સામે નતમસ્તક થઈ ચુક્યા છે ઘણા વિદેશી ભક્ત

જણાવી દઇએ કે બાબાનાં ભક્તોમાંથી એક સામાન્ય વ્યક્તિ થી લઈને અરબપતિ ખરબપતિ સુધી સામેલ છે. બાબા ના પાવન ધામમાં થવા વાળા નીત નવા ચમત્કારોને સાંભળીને દુનિયાનાં ખુણેખુણેથી લોકો અહીં પર આવે છે. બાબા નાં ભક્ત અને જાણીતા લેખક રિચર્ડ એલબર્ટ એ “મિરેકલ ઓફ લવ” નામ થી બાબા પર પુસ્તક લખેલું છે.

આ પુસ્તકમાં બાબા નીબ કરૌરીનાં ચમત્કારોનું વિસ્તારથી વર્ણન છે. આ સિવાય હોલિવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટસ, એપલનાં ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ જેવી મોટી વિદેશી હસ્તીઓ પણ બાબાનાં ભક્ત છે.

આ સિવાય જણાવી દઈએ કે બાબા નીબ કરૌરીનાં આ પાવન ધામને લઈને તમામ પ્રકારનાં ચમત્કાર જોડાયેલા છે. પ્રચલિત કિવદંતીઓનું માનીએ તો એકવાર ભંડારા દરમિયાન કૈચી ધામમાં ઘી ની ઉણપ થઈ ગઈ હતી. બાબાજીનાં આદેશ પર નીચે વહેતી નદીમાંથી એક વાસણમાં જળ ભરીને લાવવામાં આવ્યું. તેને પ્રસાદ બનાવવા હેતુ જ્યારે ઉપર ઉપયોગમાં લેવામાં આવ્યું તો તે જળ ઘી માં બદલાઈ ગયું હતું.

આમ જ એકવાર બાબા નીબ કરૌરી મહારાજે પોતાના ભક્તને ધોમધખતા તાપથી બચાવવા માટે તેમણે વાદળની છત્રી બનાવી દીધી હતી અને બાદમાં તેઓ પોતાની મંઝિલ સુધી પહોંચ્યા હતાં. કહેવાય છે કે એવા અનેક કિસ્સા છે, જે બાબા નીબ કરૌરી ની મહીમાનો ઉલ્લેખ કરે છે.