નાસ્ત્રેદમસે વર્ષ ૨૦૨૨ ને લઈને કરી છે ભયાનક ભવિષ્યવાણી, પહેલાં પૃથ્વી પર છવાઈ જશે અંધારું અને બાદમાં…

આજકાલ જીવન ખુબ જ એડવાન્સ થઈ ચુક્યું છે. બધા લોકો ભવિષ્યમાં થનારી ઘટનાઓને પહેલાથી જ જાણવા માંગે છે. તેના પર આધારિત તમે લોકો ઘણી ફિલ્મો પણ જોઈ ચુક્યા હશો. ઘણા લોકો પોતાનાં ભવિષ્ય વિશે જાણવા માટે હસ્તરેખા પણ બતાવે છે, કુંડળી બતાવે છે પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે સંપુર્ણ દુનિયા માટે ધ્યાન આપવા વાળી ભવિષ્યવાણી છે અને આ કુંડળીનાં જનક છે “માઈકલ ધ નાસ્ત્રેદમસ”. ફ્રાંસીસી ભવિષ્યવક્તા “માઈકલ ધ નાસ્ત્રેદમસે” વર્ષ ૧૫૫૫ માં એક પુસ્તકનાં માધ્યમથી ધરતી વિશે અમુક ભવિષ્યવાણીઓ કરી હતી.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી દર વર્ષે સતત સાચી સાબિત થઈ રહી છે. આજથી લગભગ ૫૫૦ વર્ષ પહેલા નાસ્ત્રેદમસે જે ભવિષ્યને લઈને પુસ્તક લખ્યું હતું, તેમાં કુલ ૬૩૩૮ ભવિષ્યવાણીઓ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં મોટાભાગની ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસનાં આ પુસ્તકમાં ૨૦૨૧ માં ભયંકર મહામારી અને અકાળ જેવી તબાહી થવા વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૧ માં સંપુર્ણ વિશ્વને પોતાની અંદર લેવા વાળા કોરોના વાયરસની તબાહીને આ ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ફ્રાન્સનાં જાણીતા એસ્ટ્રોલોજર “નાસ્ત્રેદમસે” આજથી લગભગ ૫૫૦ વર્ષ પહેલા લેસ પ્રોફેટિસ નામનું એક પુસ્તક લખ્યું હતું. નાસ્ત્રેદમસ દ્વારા લખવામાં આવેલા આ પુસ્તકમાં પૃથ્વીનાં ભવિષ્યને લઈને અમુક ભવિષ્યવાણી કરવામાં આવી છે.

છેલ્લા ૫૫૦ વર્ષોથી આ પુસ્તકમાં લખેલી ૭૦% ભવિષ્યવાણી સાચી સાબિત થઇ રહી છે. વર્ષ ૨૦૨૧ માટે તેમણે મહામારી અને તબાહી જેવી ભવિષ્યવાણી કરી હતી, જે કોરોના વાયરસનાં રૂપમાં દુનિયાની સામે પ્રતીત થઈ છે. નાસ્ત્રેદમસનાં આ પુસ્તકનું માનીએ તો દુનિયાની મુશ્કેલીઓ હજુ પણ સમાપ્ત થઇ નથી. હકિકતમાં વર્ષ ૨૦૨૨ માટે પણ નાસ્ત્રેદમસે અમુક આશ્ચર્યચકિત કરવાવાળી ભવિષ્યવાણી કરી છે, તેમાંથી અમુક ભવિષ્યવાણી વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

વર્ષ ૨૦૨૨ માં પૃથ્વી સમાપ્ત થઈ જશે

નાસ્ત્રેદમસે પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે વર્ષ ૨૦૨૨ માં એક એસ્ટરોઈડ દુનિયાને ખુબ જ નુકસાન પહોંચાડશે. એસ્ટરોઈડ માંથી નીકળીને ખુબ જ મોટો ખડક દરિયામાં પડશે, જેના લીધે ભયંકર મોજા ઉછળશે અને દુનિયાનાં મોટાભાગનાં ક્ષેત્ર આ મોજાની ચપેટમાં આવી જશે. સમુદ્રનું પાણી વધવાથી ભારે ક્ષતિ પહોંચવાની આશંકા પણ આ પુસ્તકમાં વ્યક્ત કરવામાં આવી છે.

નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી અનુસાર આગલા વર્ષે ૨૦૨૨ માં એક વિધ્વંસક એટમ બમ ફાટશે. જેનાં લીધે ક્લાઈમેન્ટમાં અચાનક બદલાવ આવી જશે. આ ક્લાઈમેન્ટ બદલાવની દુનિયાની ઘણી જગ્યા પર ખરાબ અસર પડી શકે છે. એક બીજી ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ માં ભયંકર તબાહી આવવાની છે. આ ભયંકર તબાહી બાદ પૃથ્વી પર શાંતિ છવાઇ જશે. આ શાંતિ પહેલા ૭૨ કલાક ખુબ જ ડરામણી રહેવાની છે, તેમાં સંપુર્ણ દુનિયા અંધેરી નગરી બની જશે.