નવા વર્ષમાં આ ઉપાયોથી ખુલી જશે તમારી કિસ્મત, મહેરબાન થશે માં લક્ષ્મી

વર્ષ ૨૦૨૦ તમામ લોકો માટે ખૂબ જ ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. આ વર્ષે અમુક લોકોને વ્યવસાયના ક્ષેત્રમાં ખૂબ જ નુકસાન થયું છે. જોકે હવે વર્ષ ૨૦૨૦ પૂર્ણ થઈ ચૂક્યું છે અને નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં વર્ષ ૨૦૨૧ તમામ લોકો માટે આશાઓથી ભરેલું છે. તો આજે અમે તમને ધન વૃદ્ધિનાં અમુક એવા ઉપાયોના વિશે જણાવીશું, જેના લીધે તમને સંપૂર્ણ વર્ષ ધનની કમી રહેશે નહી. ચાલો જાણી લઈએ આખરે ક્યાં છે તે ઉપાયો.

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કરો આ કામ

પોતાના ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ગાયના ગોબરની લીપાઈ કરી લેવી. ત્યારબાદ તે જગ્યા પર એક ત્રિકોણ બનાવી લો. આ ત્રિકોણ પર પોતાના વ્યાવસાયિક પ્રતિષ્ઠાન કે કંપનીનું નામ લખી દો અને તેમના પર સિંદૂર ચડાવી દેવું.

ત્યારબાદ તેના પર એક દિવો પ્રગટાવો અને ત્યાં બેસીને વિધિવિધાન સાથે પૂજા કરવી. પૂજા દરમિયાન માં લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો. આ ઉપાય સતત ૯ દિવસ સુધી કરવા. તમને સંપૂર્ણ વર્ષ આર્થિક તંગી રહેશે નહી.

ઘરની મહિલાઓ કરે આ કાર્ય

સંપૂર્ણ વર્ષ ધનની દેવી મહાલક્ષ્મીનાં આશીર્વાદ માટે નવા વર્ષના ઉપલક્ષ્યમાં ઘરની મહિલાઓએ લાલ વસ્ત્ર પહેરવા જોઈએ. આવું એટલા માટે કારણ કે લાલ રંગ પ્રગતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક હોય છે તેથી આવું કરવાથી સંપૂર્ણ વર્ષ ધન-વૈભવ અને સંપત્તિની કમી રહેતી નથી.

પીપળાનાં પાનથી કરો આ ઉપાય

પીપળાના પાનને અભિમંત્રિત કર્યા બાદ તેને કોઈ શુભ તિથિ પર પોતાના પર્સમાં રાખી દો. આવું કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ખાલી રહેશે નહિ અને કંગાળીના દિવસો તમારે ક્યારેય જોવા નહી પડે. માનવામાં આવે છે કે પીપળાના પાનમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ હોય છે, તેવામાં પીપળાના પાનને પોતાની તિજોરી કે ધનના સ્થાન પર રાખવાથી માં લક્ષ્મીનાં આશીર્વાદ જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી.

ફાલતુ ખર્ચાઓમાંથી બચવાનાં ઉપાયો

અમુક લોકો એવા હોય છે જેમની આવક તો સારી હોય છે પરંતુ બીનજરૂરી ખર્ચાઓમાં ખૂબ જ પૈસા ખર્ચ થઈ જાય છે. આવા લોકોએ ચોખા સાથે જોડાયેલ આ ઉપાય જરૂર કરવો જોઈએ. એવું એટલા માટે કારણ કે ચોખાને અક્ષત કહેવામાં આવે છે. અક્ષત એટલે કે ફળ આપનારી ચીજ. જો તમે પણ ફાલતું ખર્ચાઓથી પરેશાન રહેતા હોય તો પોતાના પર્સમાં ચોખાના અમુક દાણાઓ રાખી લો. તેનાથી ફાલતુ ખર્ચાઓ બંધ થઈ જશે.

આ નોટને ક્યારેય પણ ના કરો ખર્ચ

માતા-પિતા કે ઘરના વડીલો જે પૈસા આશીર્વાદ સ્વરૂપે આપે છે તેમને ખર્ચ કરવાથી બચવું જોઈએ. માનવામાં આવે છે કે આ પૈસાને રાખવાથી ધનમાં વધારો થાય છે અને પર્સ ક્યારેય ખાલી થતું નથી. નવા વર્ષનાં ખાસ અવસર પર આવી કોઈપણ નોટ કે સિક્કાઓ પર હળદર અને કેસર લગાવીને પર્સમાં રાખી લો. તેનાથી પૈસા ખર્ચ થશે નહી અને સંપૂર્ણ વર્ષ ધનની કમી રહેતી નથી.