નવા વર્ષમાં પોતાની રાશિના અનુસાર કરી દો આ સચોટ ઉપાયો, સંપૂર્ણ વર્ષ નહીં રહે ધનની કમી

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને દરેક લોકો એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે. નવું વર્ષ તમારા માટે સારું રહે તેના માટે પોતાની રાશિના અનુસાર નીચે જણાવવામાં આવેલ ઉપાયોને જરૂર કરવા જોઈએ. આ ઉપાયોને કરવાથી નવા વર્ષમાં તમને દરેક તે ચીજ મળી જશે, જેને તમે મેળવવા માંગો છો. સાથે જ આર્થિક પરેશાની પણ દૂર થઈ જશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકોએ નવા વર્ષમાં સૂર્યદેવની પૂજા કરવી. સૂર્યદેવની રોજ પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. તેના સિવાય સપ્તાહ કે મહિનાના કોઇપણ શુભ દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી અને તેમને ગોળવાળી ખીરનો ભોગ લગાવવો.

વૃષભ રાશિ

આ રાશિના લોકોએ શિવજીની પૂજા કરવી અને શુક્રવારના દિવસે શિવલિંગ પર ચોખા અર્પિત કરવા. આ ઉપાય કરવાથી નવા વર્ષમાં આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે. વળી સારું જીવનસાથી મેળવવા માટે ગૌરી માં ની પૂજા કરવી અને તેમને લાલ રંગની વસ્તુઓ અર્પિત કરવી.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ બુધવારનાં દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી. તેના સિવાય દેવી દુર્ગા અને ગણપતિજીને લાલ ફુલ અર્પિત કરવું. આ ઉપાય કરવાથી તમારી બધી જ આર્થિક પરેશાનીઓ ગાયબ થઇ જશે અને તમે જે મેળવવા માગો છો, તે ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઇ જશે.

કર્ક રાશિ

નવા વર્ષમાં તમને કોઈપણ આર્થિક પરેશાની ના થાય તેના માટે કર્ક રાશિવાળા લોકોએ દરરોજ સવારે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. પૂજા કરતા સમયે તેમને તુલસીપત્ર અને માખણનો ભોગ લગાવવો.

સિંહ રાશિ

આ રાશિના લોકોએ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી અને તેમને અર્ધ્ય આપવું. અર્ધ્ય વાળા પાણીમાં લાલ રંગનું ફૂલ, ચોખા અને સિંદુર જરૂર નાખવું. અર્ધ્ય આપતા સમયે સૂર્યદેવના કોઈપણ મંત્રનો જાપ ઓછામાં ઓછો ૧૧ વાર કરવો. તેના સિવાય દર મંગળવારના દિવસે લાલ ગુલાબનું ફૂલ હનુમાનજીને અર્પિત કરવું. આ ઉપાય કરવાથી ધન લાભ થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કન્યા રાશિ

નવા વર્ષમાં ધન-સંપત્તિમાં વૃદ્ધિ મેળવવા માટે દરરોજ ગણેશજીની પૂજા કરવી અને તેમને સફેદ ચોખા અર્પિત કરવા. સાથે જ દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પિત કરવું. આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર જળવાય રહેશે અને ધન સાથે જોડાયેલ તમામ સમસ્યાઓનો અંત આવી જશે.

તુલા રાશિ

હનુમાનજીને પાંચ બુંદીના લાડુનો ભોગ સતત ૫ મંગળવાર લગાવવો. શુક્રવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને માં લક્ષ્મીની આરતી વાંચવી. આ ઉપાય કરવાથી પૈસા સાથે જોડાયેલ તમામ પરેશાનીઓ ખતમ થઇ જશે.

વૃશ્ચિક રાશિ

વિષ્ણુજીની પૂજા દરરોજ કરવી અને તેમને તુલસીના પાન પણ અર્પિત કરવા. આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે. વળી ધન લાભ હેતુ અને પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે શ્રી રામ સ્તુતિનો પાઠ કરવો.

ધન રાશિ

આ રાશિના જાતકોએ હનુમાનજીના દર્શન દરરોજ કરવા અને ગુરુવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે મીઠાઈ ચઢાવવી. ગુરુવારના દિવસે પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરવા. બની શકે તો આ દિવસે કેળાના વૃક્ષની પૂજા પણ જરૂર કરવી અને ગરીબ લોકોને કેળાનું દાન કરવું.

મકર રાશિ

મકર રાશિનાં લોકોએ દરરોજ સવારે ગાયત્રી મંત્રનો જાપ કરવો અને જ્યારે પણ કોઈ જરૂરી કામ માટે બહાર જાઓ તો પોતાની સાથે સફેદ રંગનું ફૂલ જરૂર રાખવું. આ ઉપાય કરવાથી જે કાર્ય માટે તમે બહાર જઇ રહ્યા છો તે જરૂર સફળ થશે.

કુંભ રાશિ

ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુ અને કેસરનું તિલક કરવું અને આ તિલક પોતાના માથા પર પણ લગાવવું. સાંજના સમયે માં તુલસીની પૂજા કરવી અને તુલસીની સામે ૨ સરસોના તેલના દિવા પ્રગટાવવા. તેના સિવાય માં લક્ષ્મીને ખીરનો ભોગ લગાવવો. આ ઉપાય કરવાથી આર્થિક પ્રગતિ થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુનો પાઠ કરવો અને તેમની સાથે જોડાયેલ મંત્રોનો જાપ કરવો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની જશે અને આર્થિક તંગી પણ દૂર થઈ જશે.

તો આ હતાં અમુક ઉપાયો છે જેને કરવાથી નવા વર્ષમાં તમને ધનની કમી ક્યારેય રહેશે નહી. આ ઉપાયોને તમે પોતાની રાશિના અનુસાર અને સાચા મનથી કરવા.