નવરાત્રીમાં ભુલમાં પણ ના પહેરતાં આવા કપડા, નહિતર માતા દુર્ગાનાં ક્રોધનો કરવો પડશે સામનો

નવરાત્રીનાં ૯ દિવસ દરમિયાન માં દુર્ગાનાં નવ રૂપની પુજા કરવામાં આવે છે. માન્યતા છે કે વિધિ-વિધાનથી કરવામાં આવેલી પુજા-અર્ચના તમારી દરેક મનોકામના પુરી કરે છે. માં દુર્ગા ની કૃપાથી ભક્તોને ધન, આત્મવિશ્વાસ અને સુખ-સમૃદ્ધિ મળે છે. આ દરમિયાન માતાજીની પુજા ઉપાસના કરવાની સાથે-સાથે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. તેમાં એક મહત્વની ચીજ હોય છે તમારા કપડા. શું તમે જાણો છો કે માતાજીની પુજા કરવા દરમિયાન તમારે ક્યાં રંગનાં કપડા ના પહેરવા જોઈએ અને કપડાને લઈને અન્ય કઇ-કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

નવરાત્રીમાં ના પહેરવા આ કલરનાં કપડા

નવરાત્રી દરમિયાન પુજા કરતા સમયે ભુલમાં પણ કાળા કલરનાં કપડા પહેરવા નહી. ધર્મ શાસ્ત્રોનાં અનુસાર માતાજીને કાળો રંગ પસંદ નથી. જો બની શકે તો નવરાત્રી દરમિયાન કોઈપણ સમયે કાળા કપડા પહેરવા નહી. કાળો રંગ નકારાત્મક ઊર્જાનું પ્રતીક હોય છે અને નવરાત્રીનો સમય ખુબ જ શુભ હોય છે. તેવામાં આ સમય દરમિયાન શુભ રંગનાં કપડા જ પહેરવા જોઈએ.

પહેરો આવા કપડા

નવરાત્રીનાં ૯ દિવસ દરમિયાન ખાસ કરીને માતાજીની પુજા કરતા સમયે લીલા, લાલ, કેસરી, પીળા, વાદળી કલરનાં જ કપડા પહેરવા જોઈએ. આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તમારા પર મહેરબાન રહેશે. સાથે જ બની શકે તો તમારે કોટનનાં કપડા જ પહેરવા જોઈએ કારણકે ફેબ્રિકને પુજા-પાઠ માટે શુભ અને શુદ્ધ માનવામાં આવેલ છે. સાથે જ આવા કપડા આરામદાયક પણ હોય છે. તેનાથી તમારી ભક્તિમાં કોઈપણ પ્રકારની અડચણો આવતી નથી. આ દરમિયાન એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે અન્ય કોઈનાં કપડા પહેરવા નહી. હંમેશા પોતાના અને સ્વચ્છ કપડા જ પહેરવા.