નવરાત્રીનાં વ્રતમાં ભુલમાં પણ આ ૭ ચીજો ખાવી નહી, નહીંતર માં દુર્ગા થઇ જશે નારાજ અને લાગે છે ઘોર પાપ

નવ દિવસ સુધી ચાલવા વાળી નવરાત્રિમાં જો તમે પણ વ્રત રાખો છો તો તમારે આસ્થા અને શ્રદ્ધાની સાથે પોતાનાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારે સંપુર્ણ નવ દિવસ સુધી ફક્ત ફળો કે પછી માત્ર જ્યુસ પર જ રહેવું ના જોઈએ પરંતુ એકટાણું કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં કમજોરી આવતી નથી. જોકે બધા જ લોકો જાણતા હશે કે નવરાત્રિમાં રાખવામાં આવેલા વ્રતમાં શું-શું ખાવું જોઈએ પરંતુ ઘણીવાર લોકો એ વાતને લઈને પણ મુંઝવણમાં રહેતા હોય છે કે તેમણે શું ના ખાવું જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે એવી કઈ ૭ ચીજો છે, જેને વ્રતમાં ના ખાવી જોઈએ.

ચા-કોફી

વ્રતમાં ચા અને કોફી પીવાને લઈને પણ લોકો મુંઝવણમાં રહેતા હોય છે. ઘણા લોકો માને છે કે વ્રતમાં કોફી ના પીવી જોઈએ કારણકે તેમાં કેફીનની માત્રા હોય છે. વળી ચા માં પાણી, ભુકી અને ખાંડનો ઉપયોગ થાય છે એટલે તમે વ્રતમાં ચા પી શકો છો.

ગ્લુકોઝ

તેનાં સિવાય ઘણા લોકો માને છે કે વ્રતમાં ગ્લુકોઝ પીવું જોઈએ. વળી અમુક લોકો માનતા હોય છે કે વ્રતમાં ગ્લુકોઝ ના પીવું જોઈએ. તેવામાં બધા જ લોકોનાં અલગ-અલગ વિચારો હોય છે. આવી મુંઝવણ વાળી સ્થિતિમાં તમે પોતાનાં ઘરમાં ચાલતા રીતિ-રિવાજ પ્રમાણે ચાલી શકો છો.

ભાત

ભાત પણ વ્રતમાં બિલકુલ પણ ના ખાવા જોઈએ. અમુક લોકો સિંધાલુન મીઠું નાખીને ભાત પણ ખાઈ લેતા હોય છે જ્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાત અનાજ છે અને વ્રતમાં ભાત ના ખાવા જોઈએ.

ઓટ્સ

ઓટ્સ ખાવાની ભુલ તો બિલકુલ પણ કરવી નહી કારણકે તેને ખાવાથી તમારું વ્રત તુટી જશે. ઓટ્સને કોઈપણ વ્રત દરમિયાન ખાઈ શકાય નહી.

સુજી

સુજીને પણ નવરાત્રીનાં વ્રત દરમિયાન ભુલી જવું કારણકે અમુક લોકો વ્રતમાં સુજીનો હલવો ખાતા હોય છે.

કોર્નફ્લોર

જો તમે પોતાની કોઈ ડીશમાં કોર્નફ્લોરનો ઉપયોગ કરો છો તો આવું કરવું નહી કારણકે નવરાત્રીનાં વ્રતમાં કોર્નફ્લોર ખાવાની પણ મનાઇ કરવામાં આવી છે.