નવજાત બાળકોને આ દૂધથી કોરોના વાયરસનો ચેપ નહી લાગી શકે : રિસર્ચનો દાવો

કોરોના વાયરસ નવજાત બાળકોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. બ્રેસ્ટ મિલ્કથી બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે નવા સંશોધનની મદદથી હવે નવજાત બાળકોને કોરોનાથી સંક્રમિત થવાથી બચાવી શકાય છે. હાલના સમયમાં દરેક જગ્યાએ કોરોના વાયરસ ભય ફેલાયેલો છે. મોટા લોકો કરતાં વધારે બાળકો અને ખાસ કરીને નવજાત બાળકોને આ જીવલેણ વાયરસથી જોખમ રહેલું છે. નવજાત બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત થયેલ હોતી નથી. તેથી નવજાત બાળકો કોરોના વાયરસ સામે લડવા માટે સક્ષમ હોતા નથી. બીજી બાજુ અધ્યયનું માનીએ તો બાળકને માં નું દૂધ એટલે કે બ્રેસ્ટ મિલ્ક થી પણ વાયરસનો ચેપ લાગી શકે છે. ઘણા નવજાત બાળકો અને ગર્ભસ્થ શિશુ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે નાના બાળકોમાં આ વાયરસ સામે લડી શકવાનો દર ખૂબ જ ઓછો છે.

હવે નવજાત બાળકોને કોરોના વાયરસના આક્રમણથી બચાવવા માટે સંશોધનકારોએ બ્રેસ્ટ મિલ્ક પેસ્ટયુંરાઇઝેશનની એક નવી પદ્ધતિ શોધી કાઢી છે. સંશોધનકારોનું કહેવું છે કે માં ના દૂધને પેસ્ટયુંરાઇઝેશન કરીને વાયરસને નિષ્ક્રિય કરી શકાય છે. જેથી બ્રેસ્ટ મિલ્ક બાળકો માટે સુરક્ષિત રહે.

શું કહે છે રિસર્ચ

કૈનેડિયન મેડિકલ એસોશિએશન જરનલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર કોવિડ-૧૯ થી ગ્રસ્ત મહિલાઓને નવજાત બાળકોને દૂધ પીવડાવવાનું ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ રિસર્ચ અનુસાર ૩૦ મિનિટ સુધી ૬૨.૫ ડિગ્રી સેલ્સિયસ પર બ્રેસ્ટ મિલ્કને પેસ્ટરાઇઝ બ્રેસ્ટ મિલ્ક દેવાનો નિયમ નિર્ધારિત થયેલ છે. આવું માતાના સ્તનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ના આવે ત્યાં સુધી કરવામાં આવે છે.

શોધકર્તાનું નિવેદન

ટોરાંટોની યુનિવર્સિટીના પ્રોફેસર અને સિનાઈ હેલ્થમાં નિયોનટોલોઝિસ્ટ ડો. શૈરોન ઉંગરનું કહેવું છે કે કોવિડ-૧૯ પોઝિટિવ મહિલાના દૂધમાં સ્તનપાયી ગ્રંથિઓ, શ્વાશ, ત્વચા, બ્રેસ્ટ પંપ અથવા મિલ્ક કન્ટેનરથી વાયરસ પહોચવા પર તેને પેસ્ટરાઇઝ કરીને વાયરસને દૂધમાં જ ખતમ કરી શકાય છે. આ ટેકનિકમાં માં ના દૂધ માથી બાળક સુધી પહોચવાવાળા હેપેટાઈટીસ જેવા ખતરનાક વાયરસોને રોકવા માટે મદદ મળી શકે છે. બ્રેસ્ટ મિલ્કને પેસ્ટરાઇઝ કરવાની ટેકનિક દૂધમાથી કોરોનાને પણ ખતમ કરી શકે છે. સંશોધનકર્તાઓએ પરીક્ષણ માટે બ્રેસ્ટ મિલ્કમાં વાયરસ ઉમેરીને તેને પેસ્ટરાઇઝ કર્યું અને જ્યારે તેમણે દૂધનું પરીક્ષણ કર્યું તો તેમાં વાયરસ જોવા મળ્યો નહોતો. તેનાથી જાણવા મળ્યું કે એક નિર્ધારિત તાપમાન પર દૂધને ગરમ કરવાથી તેમાં રહેલ વાયરસને ખતમ કરી શકાય છે.