નિક જોનાસ પહેલા પ્રિયંકા ચોપડાએ કર્યા હતા આ વ્યક્તિ સાથે લગ્ન, ફોટો શેર કરીને આપી સાબિતી

બોલિવુડ સિતારાઓ પ્રત્યે તેમના ફેન્સની દિવાનગી ઘણીવાર જોવા મળતી હોય છે. ઘણા ફેન્સ તો એવા પણ હોય છે જે પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે તમામ હદો પાર કરવાથી પણ અચકાતા નથી. પરંતુ શું તમે ક્યારેય કોઈએ એવા ફેન્સને જોયો છે જેમણે પોતાના ફેવરિટ સ્ટાર્સ સાથે લગ્ન પણ કરી લીધા હોય ? જો તમે હજુ સુધી કોઈ એવા ફેન્સનાં વિશે સાંભળ્યું ના હોય તો પ્રિયંકા ચોપડાના આ જબરા ફેન્સનાં વિશે તમારે જરૂર જાણવું જોઈએ, જે એવું જણાવી રહ્યો છે કે તેમણે વર્ષ ૨૦૧૪માં જ પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરી લીધા હતા. તેમણે પોતાની એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી દીધી છે.

આ વ્યક્તિએ કરી લગ્નની વાત

Brandon Schuster નામના એક વ્યક્તિ તરફથી હકીકતમાં પ્રિયંકા ચોપડાના વિશે એક ટ્વિટ કરવામાં આવી છે. આ ટ્વિટમાં તેમણે પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરવાની વાત લખી છે. Brandon ની આ પોસ્ટને અમેરિકી અભિનેત્રી Chrissy Teigen ના તરફથી ટ્વિટર પર શેર કરવામાં આવી છે, ત્યારબાદ દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

આવું લખ્યું છે ટ્વિટમાં


પોતાના આ ટ્વિટમાં Brandon એ લખ્યું છે કે વર્ષ ૨૦૧૪માં જ મેં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરી લીધા હતા. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે તાંપામાં એક ઇવેન્ટ થયો હતો જ્યાં મેં પ્રિયંકા ચોપડાને અભિનંદન કરવા માટે બે ફૂલોની માળા તેમને પહેરાવી હતી. પોતાની આ ટ્વિટમાં Brandon એ એવું પણ લખ્યું છે કે તેમને આ વાતની જાણકારી હતી નહી કે ભારતીય સભ્યતામાં તેને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય મીડિયામાં તો ત્યારબાદ સંપૂર્ણ રીતે હડકંપ મચી ગયો હતો. આગલા દિવસે તે ઘણા એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ તેને લઈને આપી રહ્યો હતો.

તસ્વીર પણ કરી પોસ્ટ


પોતાના આ ટ્વીટની સાથે Brandon તરફથી પ્રિયંકા ચોપડાની એક તસ્વીરને પણ પોસ્ટ કરવામાં આવી છે. આ ફોટોમાં જોઈ શકીએ છીએ કે પ્રિયંકા ચોપડાના ગળામાં ફૂલોનો હાર રહેલો છે. તે હસી રહી છે અને Brandon સાથે વાત કરી રહી છે. ત્યાં હાજર રહેલાં લોકો ઊભા રહીને તેમને જોઈ રહ્યા છે અને તે પણ હસી રહ્યા છે.

નિક સાથે થયા હતા લગ્ન

પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૧૮માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. આ લગ્ન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુનિયાભરની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આમ તો નિક જોનાસ સાથે લગ્ન કરવાને લઈને પ્રિયંકા ચોપડા પર ઘણા લોકો તરફથી સવાલ પણ ઉઠાવવામાં આવ્યા હતા કે તેમણે આખરે પોતાનાથી આટલી નાની ઉંમરના યુવક સાથે લગ્ન શા માટે કર્યા. તેમ છતાં પણ પ્રિયંકા ચોપડાએ ક્યારેય પણ આવી આલોચનાની ચિંતા કરી નહી. આજે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજાની સાથે પ્રેમપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. કોઈપણ સમારોહમાં આ બંને સાથે એન્જોય કરતા નજર આવે છે.