નીતા અંબાણી એ NMACC ના લોંચમાં રઘુપતિ રાઘવ પર કર્યો જોરદાર ડાન્સ, તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યો હોલ, તમે પણ જોઈ લો વિડીયો

Posted by

ભારતનાં દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્નિ નીતા અંબાણીએ ૩૧ માર્ચ ૨૦૨૩ એ પોતાના એક મોટા સપનાને પુરું કરતા નીતા મુકેશ અંબાણી સંસ્કૃતિ કેન્દ્ર (NMACC) નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. કલાકારો થી ભરપુર આ ઇવેન્ટમાં ઇન્ડિયનની સાથે-સાથે ઇન્ટરનેશનલ સ્ટારે પણ ભાગ લીધો હતો, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની વચ્ચે નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્પેશિયલ ડાન્સ પરર્ફોમન્સ કરતા નજર આવી રહી છે.

અંબાણી ફેમિલીનાં એક instagram ફેન પેજ પરથી નીતા અંબાણીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે “રઘુપતિ રાઘવ રાજા રામ” ગીત પર શાનદાર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ દરમિયાન નીતા એ પોતાના ડાન્સની સાથે-સાથે સુંદરતાથી પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જે રેડ એન્ડ ગોલ્ડન લેંઘામાં ખુબ જ ક્લાસી અને સુંદર લાગી રહી હતી.

આમ તો નીતા પોતાના કોઈપણ ફેમિલી ફંક્શન દરમિયાન તે શાનદાર આઉટ ફીટ અને ક્લાસી લુકથી બધાને ઇમ્પ્રેસ કરી દે છે. દરેક વખતની જેમ આ સમયે પણ તેમનો એથેનિક લુક ખુબ જ સુંદર હતો. હકિકતમાં પોતાના કલચર આર્ટ સેન્ટરનાં ઓપનિંગ માટે નીતા એ એક બ્લુ કલરની બનારસી સાડી પહેરી હતી, જેનાં પર ગોલ્ડન કલરનું થ્રેડ વર્ક કરવામાં આવ્યું હતું.

તેમણે મેચિંગ ઝુમખા, બંગડી અને એક મોટી હિરાની વીંટીની સાથે પોતાના લુક ને કમ્પ્લીટ કર્યો હતો. જોકે તેમનું મોટો હાર બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો હતો, જે નીતા ના લુક માં રોયલ ટચ એડ કરી રહ્યો હતો. NMACC ની વાત કરીએ તો આ સંસ્કૃતિ કેન્દ્રમાં બાળકો, વિદ્યાર્થીઓ, વડીલો અને દિવ્યાંગો માટે નિ:શુલ્ક કક્ષા સામેલ છે. તેમાં પ્રતિયોગીતા, શિક્ષકો માટે પુરસ્કાર સાક્ષરતા કાર્યક્રમ અને દુનિયાભરના સર્વશ્રેષ્ઠ સંગીત રંગમંચ, લલીત કલા વગેરે સામેલ હશે.

ઉદ્ઘાટન સમારોહમાં પહેલા નીતા અંબાણીએ દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી પોતાના વિચારો શેર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, “આ સંસ્કૃતિ કેન્દ્રને જીવનમાં લાવવું એક પવિત્ર યાત્રા છે. અમે સિનેમા અને સંગીત, નૃત્ય અને નાટક, સાહિત્ય અને લોક કથા, કલા અને શિલ્પ, વિજ્ઞાન તથા આધ્યાત્મકતામાં પોતાની કલાત્મક તથા સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેના માટે એક જગ્યા બનાવવા માટે ઇચ્છુક હતાં.

એક એવું સ્થાન જ્યાં અમે ઇન્ડિયાની બેસ્ટ વસ્તુઓને દુનિયાની સામે પ્રદર્શિત કરીએ છીએ અને અમે દુનિયાના સર્વશ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ”. NMACC ના લોન્ચમાં સ્વદેશ નામક એક વિશેષ કળા અને શિલ્પ પ્રદર્શની પણ બતાવવામાં આવી હતી. ત્યારબાદ ૩ શો થયા હતાં. “ધ ગ્રેન્ડ ઇન્ડિયન મ્યુઝીકલ: સિવિલાઈઝેશન ટુ નેશન” નામક સંગીત નાટક, “ઇન્ડિયન ઇન ફેશન” નામ થી એક ડ્રેસ કલા પ્રદર્શની અને “સંગમ” નામક એક દ્રશ્ય કલા શો. જેમાં ભારતનાં સાંસ્કૃતિક વારસાને વિવિધતાને ચિત્રિત કરવામાં આવી હતી.