નીતા અંબાણીના એક કપ “ચા” ની કિંમત છે ત્રણ લાખ રૂપિયા, જાણો તેમના અન્ય ૫ શોખ વિશે

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે અને તેમની લાઈફસ્ટાઈલ લોકોને ખુબ જ આકર્ષિત કરતી હોય છે. તેમની પત્નિ નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિક છે અને તેમની લક્ઝુરિયસ લાઈફ વિશે ઘણીવાર તે ચર્ચામાં પણ રહે છે. તેમના શોખ ખૂબ જ મોંઘા છે. જેના વિશે તો સામાન્ય માણસ વિચારી પણ શકતો નથી. ઇન્ટરનેટ પર રહેલ ઘણા રિપોર્ટ્સમાં તેમના મોંઘા શોખ વિશે જાણકારી મળતી રહે છે. તો ચાલો તમને જણાવી દઈએ મુકેશ અંબાણીની પત્નિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિક નીતા અંબાણીના આઠ એવા મોંઘા શોખ વિશે.

લાખ રૂપિયાની ચા

એક સામાન્ય માણસના એક કપ “ચા” ની કિંમત દસ થી પંદર રૂપિયા હોય છે જ્યારે અમીર લોકો હજારો રૂપિયાથી પણ મોંઘી ચા પીવે છે. જોકે નીતા અંબાણીની “ચા” ની કિંમત જાણીને તમને ચક્કર પણ આવી શકે છે. નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે જાપાનના સૌથી જૂના ક્રોકરી બ્રાન્ડ નોરિટેકના કપમાં ચા પીવે છે. નોરિટેક ક્રોકરી ૫૦ પીસના સેટમાં આવે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સોનાની બોર્ડર હોય છે જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. તેવામાં તેના એક કપની કિંમત થાય છે ત્રણ લાખ રૂપિયા.

બીજીવાર પહેરતા નથી પોતાના શૂઝ

નીતા અંબાણીને શુઝનો પણ ખુબ જ શોખ છે. મિસિસ અંબાણીની પાસે પેડ્રો, ગાસિર્યા, જીમ્મી ચુ, પલમોડા, માર્લીન બ્રાન્ડના શૂઝ અને સેન્ડલ છે. આ બધા જ બ્રાન્ડની શરૂઆત લાખો રૂપિયાથી થાય છે. નીતા અંબાણીના વિશે એક વાત ખુબ જ મશહૂર છે કે તે ક્યારેય પણ પોતાના શુઝ બીજીવાર પહેરતા નથી.

ઘડિયાળ

બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડની ઘડિયાળ પણ હંમેશા નીતા અંબાણીના હાથમાં જોવા મળે છે. આ બ્રાંચની ઘડિયાળોની કિંમત ૧.૫ થી ૨ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

સાડી અને ઘરેણાં

નીતા અંબાણીને સાડી અને ઘરેણાનો ખૂબ જ શોખ છે. ઘણીવાર કોઇ ફંકશનમાં નીતા અંબાણી સુંદર ઘરેણા પહેરેલા જોવા મળે છે. તેની કિંમત કરોડોમાં હોય છે. વળી નીતા અંબાણી જે સાડીઓ પહેરે છે તેની કિંમત પણ કરોડોમાં હોય છે. તેમણે પોતાના દિકરાની સગાઈમાં જે સાડી પહેરી હતી તેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હતી.

લાખો રૂપિયાની લિપસ્ટિક

તેના સિવાય તે ક્સ્ટ્માઇઝ્ડ લિપસ્ટિકનો જ ઉપયોગ કરે છે. તેમનું લિપસ્ટિક કલેક્શન લગભગ ૪૦ લાખ રૂપિયાનું છે. આટલું મોંઘુ મેકઅપ કોઈ સામાન્ય યુવતી માટે તો કોઈ સપના સમાન જ હોય છે.

પ્રાઇવેટ જેટની માલિક

નીતા અંબાણીની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. આજે તેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે. આ જેટ તેમને તેમના પતિ મુકેશ અંબાણીએ વર્ષ ૨૦૦૭ માં ગિફ્ટ કર્યું હતું. આ જેટની અંદર ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ રહેલી છે.