નોકરી કરનાર મહિલાઓને હંમેશા સહન કરવી પડે છે આ ૬ પરેશાનીઓ, પુરુષો ખાસ વાંચે

Posted by

આજના જમાનામાં લગભગ દરેક મહિલાનું એવું સપનું હોય છે કે તે નોકરી કરે. પોતાના પગ પર ઉભી રહે અને પોતાની કમાણીથી પોતાના શોખ પુરા કરે. જ્યારે એક મહિલા નોકરી કરતી હોય છે તો તેને ઘર કે સાસરિયામાં પૈસા માટે હાથ ફેલાવવા પડતા નથી. જો કે નોકરી કરવાવાળી મહિલાઓનું જીવન એટલું પણ સરળ હોતું નથી. તેમને તે દરમિયાન ઘણા પ્રકારની પરેશાનીઓ સહન કરવી પડે છે. તેમની આ પરેશાનીઓનો સંબંધ પુરુષવર્ગ સાથે પણ હોય છે. તેવામાં અમે એવું ઇચ્છીએ છીએ કે દરેક પુરુષ નીચે જણાવવામાં આવેલ પોઇન્ટ્સ વાંચીને મહિલાઓની સમસ્યાઓને સારી રીતે સમજે અને તેનો ઉકેલ લાવવામાં પણ મદદ કરે.

મહિલાઓની ઉપર એ લેબલ લગાવી દેવામાં આવ્યું છે કે ઘરના બધા જ કામ જેવા કે સાફ સફાઈ, રસોઈ બનાવવી વગેરે એક સ્ત્રીનું કામ હોય છે. પુરુષો આ કામમાં હસ્તક્ષેપ કરવાનું પસંદ કરતા નથી. આજ વિચારસરણી મહિલાઓની સૌથી મોટી સમસ્યા બને છે. તેમને ઘરનું કામ અને ઓફિસનું કામ બંને એક જ દિવસમાં કરવાનું હોય છે. તેવામાં તે ખૂબ જ થાકી જાય છે. જો ઘરના પુરુષો પણ ઘરના કામમાં મદદ કરવા લાગે તો મહિલાઓની આ સમસ્યા હલ થઈ શકે છે.

જે મહિલાઓને બાળકો હોય છે. તેમને નોકરીની સાથે થોડી પરેશાની જરૂર હોય છે. એક બાળકને માં ની જરૂર હોય છે. જ્યારે તે બાળક હોય છે તો તેનું ધ્યાન પણ ખૂબ જ રાખવું પડતું હોય છે. જોકે ઘરના પુરુષોએ પણ બાળકોની સાર-સંભાળમાં ધ્યાન આપવું જોઈએ. તેમની પણ એટલી જ જવાબદારી હોય છે.

જ્યારે મહિલા ઓફિસમાં હોય છે તો તેમને ઘણા પ્રકારના ફાલતુ કોમેન્ટ સાંભળવા મળે છે. યુવતીઓની ઉપર ઘર અને કામનું ખૂબ જ પ્રેશર હોય છે. ઉપરથી લોકો તેમની મજાક કરતા હોય છે, ફ્લર્ટ કરે છે, મહિલા ઓફિસના કામ વ્યવસ્થિત રીતે કરી શકતી નથી. એવી કોમેન્ટ પણ કરતા હોય છે. ઓફિસમાં ઘણા પુરુષવર્ગ મહિલાઓની સાથે સારો વ્યવહાર પણ કરતા નથી. તેમની સાથે કોઈને કોઈ વાતમાં ભેદભાવ પણ રાખે છે. આપણે ઓફિસમાં આ વિચાર બદલવા જોઈએ.

એક મહિલા જ્યારે નોકરી કરે છે અને જો પતિથી વધારે કમાણી કરવા લાગે છે તો પુરુષના આત્મસન્માન પર ઠેસ પહોંચે છે. ત્યારબાદ તેમને પત્નિની નોકરી ખટકવા લાગે છે. તેવામાં એક પતિને પોતાનો વિચાર બદલીને પત્નિ માટે ખુશ થતાં શીખવું જોઈએ.

સાસરિયામાં યુવતીઓને ઘણીવાર નોકરી કરવા માટે ઘણું બધું સહન કરવું પડતું હોય છે. પહેલા તો તેમને મનાવવા પડે છે. ત્યારબાદ તે માની જાય તો દરેક દિવસે સાસરીયાવાળાના મેણા-ટોણા સાંભળવા પડે છે. નોકરી પર લાગી ગયા બાદ ઘરનું કામ બરાબર કરતી નથી. નોકરી પરથી મોડી આવે છે. નોકરી કરે છે તો પાંખો ફૂટી છે, બગડી ગઈ છે વગેરે ટોણા સાંભળવા પડે છે. આપણા આ વિચાર પણ બદલાવવા જરૂરી છે.

મહિલાઓને પોતાની પસંદગીની નોકરી કરવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. ઘણીવાર ઘરના લોકો કોઈ વિશેષ નોકરી કરવા પર રોક લગાવી દેતાં હોય છે. શહેરની બહાર નોકરી કરવા માટે જવા દેતા નથી. આ રીતે મહિલાઓની પ્રગતિ થઈ શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *