નોરા ફતેહીએ ખરીદી પોતાની ડ્રીમ કાર, કિંમત સાંભળીને આંખો થઈ જશે પહોળી, જુઓ તસ્વીરો

કેનેડિયન મૂળની અભિનેત્રી નોરા ફતેહીનું આજે બોલિવૂડમાં એક જાણીતું નામ બની ચૂક્યું છે. બિગ બોસમાં એન્ટ્રી કર્યા બાદ નોરા વધારે ચર્ચામાં આવી હતી. બોલિવૂડમાં આજે નોરા ફતેહીને તેમના એક અલગ જ અંદાજ માટે જાણવામાં આવે છે. તે પોતાના શ્રેષ્ઠ ડાન્સ માટે મશહૂર છે. તેમને “દિલબર દિલબર” ગીતની સાથે “સાકી સાકી” ગીતના રિમેકમાં જોવામાં આવી ચૂકી છે. થોડા જ સમયમાં તેમણે બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી લીધી છે.

નોરા ફતેહીની વાત અમે આ પોસ્ટમાં એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે નોરા પોતાના ઘરે એક નવી લગ્ઝરી ગાડી લઈને આવી છે. અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન બાદ નોરાએ BMWની લગ્ઝરી સીડાન કાર ૫-સીરીઝ ખરીદી છે. નોરાને ડાન્સ સિવાય ગાડીઓનો પણ ખુબ જ શોખ છે. તેમની પાસે તેમની આ નવી ગાડી પહેલા મર્સિડીઝ બેન્ઝની લગ્ઝરી સીડાન કાર CLA 220d હતી.

નોરાએ આ વખતે ૫૫.૪૦ લાખ રૂપિયાથી લઈને ૬૮.૩૯ લાખ રૂપિયા વચ્ચેની BMW 5 Series ની કાર ખરીદી છે. BMW ના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નોરાની આ તસ્વીરો શેર કરવામાં આવી છે.

BMWની આ સીરીઝ પોતાના સેગમેન્ટની બેસ્ટ સેલિંગ કારો માંથી એક છે. પેટ્રોલ અને ડીઝલ બંને ઓપ્શનની સાથે આ ગાડી માર્કેટમાં હાજર છે. ફક્ત ૫.૧ સેકન્ડમાં જ આ કાર 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.

 

View this post on Instagram

 

A post shared by BMW India (@bmwindia_official)

હાલમાં જ બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને પણ S Class મર્સિડીઝ બેન્ઝની એક લક્ઝરી કાર ખરીદી છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો આ કારની કિંમત ૧ કરોડ ૩૮ લાખ રૂપિયાની છે. વાત કરીએ નોરાનાં કરીયરની તો તેમણે હાર્ડી સંધુનાં મ્યુઝિક આલ્બમ “ક્યા બાત હૈ” થી જબરદસ્ત ઓળખ મેળવી હતી. ત્યારબાદથી તો આઈટમ નંબર્સની તેમની પાસે લાઇન લાગી ગઇ હતી. તેમણે ત્યારબાદ એક થી એક ચડિયાતા સુપરહિટ ડાન્સ નંબર આપ્યા, જેના લીધે નોરા ફતેહી આજે લાખો પ્રશંસકોના દિલો પર રાજ કરી રહી છે.