નોરા ફતેહીનો ડાન્સ જોઈને ગુસ્સે થઈ ગઈ તેમની માં, દિલબર ગર્લ પર ફેક્યું ચપ્પલ, જુઓ વિડિયો

બોલિવૂડ અભિનેત્રી અને લોકપ્રિય ડાન્સર નોરા ફતેહી ઘણીવાર પોતાના ડાન્સિંગ વિડિયોને લઈને સોશિયલ મીડિયામાં ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર દરેક સમયે એક્ટિવ રહેવાવાળી નોરા એ હાલમાં જ પોતાનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો હતો જે હાલના દિવસોમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

જોકે નોરાનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરતા હોય છે અને તેમના આ વિડીયો તેમના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવે છે. આ બધાની વચ્ચે નુરા નો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ તબાહી મચાવી રહ્યો છે. તો ચાલો જોઈએ શું છે આ ખાસ વીડિયોમાં.

નોરા નો ડાંસ જોઈને ભડકી ગઈ તેમની માં

 

View this post on Instagram

 

WAP challenge…………………😅🙈

A post shared by Nora Fatehi (@norafatehi) on


ખરેખર નોરા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો ખૂબ જ મજેદાર છે. તેથી તેમના આ વિડીયોને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. નોરા નો આ રમુજી વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને નોરા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નોરા કહી રહી છે કે તે વૈપ ચેલેન્જ સ્વીકાર કરે છે અને ત્યારબાદ તે ખૂબ જ ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરવા લાગે છે.

આ ડાન્સને જોઈને કિચનમાં કામ કરી રહેલી તેમની માં ખૂબ જ હેરાન થઈ જાય છે અને તે કિચન માંથી નોરા પર ચપ્પલ ફેકીને તેમને મારવાનું જ શરૂ કરી દે છે. ત્યારબાદ નોરા પોતાનો ડાન્સ છોડીને ત્યાંથી ભાગી જાય છે. મહત્વપૂર્ણ છે કે આ વીડિયોમાં નોરા ફતેહીના માં નો રોલ પણ નોરા એ જ પ્લે કર્યો છે.

નોરાની માં એ કહ્યું લોકો કોરોનાથી મરી રહ્યા છે અને તું…

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ નોરા ફતેહીની માં કહે છે કે લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે અને તને વૈપ ચેલેન્જની પડી છે. બંધ કરો તેને. જોકે નોરા નો આ મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વળી ફેન્સ નોરા ના ડાન્સની સાથે સાથે તેમની શાનદાર એક્ટિંગની પણ ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. ફેન્સની સાથે સાથે બીજા સેલેબ્સ પણ આ રમૂજી વિડીયો પર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયો પર કોમેન્ટ કરતા એલી અવરામ એ લખ્યું કે મને તારી માતાનું કેરેક્ટર ખૂબ જ પસંદ આવ્યું. વળી એક્ટ્રેસ નરગિસ ફખરી એ સ્માઇલ ઇમોજી સાથે કોમેન્ટ કરી છે. જણાવી દઈએ કે નોરાનાં આ વીડિયોને અત્યારસુધીમાં લગભગ ૨૮ લાખથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે.