નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિન, એક હજાર રૂપિયા હશે કિમત

Posted by

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર ઈન્સ્ટિટયુટ દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વાયરસની વેક્સિન નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે. ભારતમાં તે વેક્સિનનું નામ કોવિશીલ્ડ હશે અને તેની કિમત એક હજાર રૂપિયા હશે. વેક્સિન બનાવવામાં સામેલ ભારતીય કંપની સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદર પુનાવાલાએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે કંપની પોતાના જોખમ પર હવે ના ત્રણ મહિનામાં ૨૦ કરોડ ડોલરની વેક્સિન બનાવશે અને તેમાથી અડધી ભારતને મળશે.

વેક્સિનના પ્રથમ ચરણ ના પરિણામ સકારાત્મક, જોવા મળી છે બે ગણી સુરક્ષા

આ સોમવારના રોજ ‘‘દ લાંસેટ’’ મેડિકલ જર્નલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસના માણસ પરનું પ્રથમ ટ્રાયલનું પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ વેક્સિન લોકોના શરીરમાં એન્ટિ બોડીઝ અને ટી-સેલ બંને બનાવવામાં સફળ રહી છે અને તેમાં વાયરસ સામે લડવા માટેની ઇમ્યુનિટી જોવા મળી હતી. વેક્સિનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ઘણા દેશોમાં ચાલુ છે અને સપ્ટેમ્બર સુધીમાં તેમના પરિણામ આવવાની સંભાવના છે. આ ચરણના પરિણામ પરથી જ વેક્સિન કેટલી સફળ છે તે નક્કી થશે.

વેક્સિનના નિર્માણમાં સામેલ છે સિરમ ઇન્સ્ટીટ્યુટ

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તેમની આ વેક્સિનનું લાઇસન્સ એસ્ટ્રાજેનેકા નામની બ્રિટિશ કંપનીને આપ્યું છે અને આ કંપનીએ વેક્સિનના નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. જેમાં ભારતની સિરમ ઇન્સ્ટીટ્યુટ પણ સામેલ છે. સિરમ ઇન્સ્ટીટ્યુટ વર્ષના એક અરબ ડોઝ બનાવશે જેમાથી અડધી ભારતને મળશે. સિરમ ઇન્સ્ટીટ્યુટના પ્રમુખ અદર પુનાવાલાએ NDTV સાથે વાત કરતાં જણાવ્યુ કે, ભારતના બધા જ લોકો સુધી વેક્સિન પહોચાડવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

ઓગસ્ટમાં શરૂ થશે ભારતમાં ત્રીજા ચરણનું ટ્રાયલ

પુનાવાલાએ જણાવ્યુ કે ભારતમાં વેક્સિનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે અને તેમને પૂરું કરવામાં લગભગ બે થી અઢી મહિના લાગી શકે છે. તેમણે કહ્યું કે જો આ ટ્રાયલનું પરિણામ સકારાત્મક મળે છે અને ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા તેમને પરવાનગી આપશે તો અમે નવેમ્બરમાં વેક્સિન લોન્ચ કરી દઇશું. તેમણે એમ પણ જણાવ્યુ કે ટ્રાયલની સાથે સાથે વેક્સિનનું નિર્માણ પણ કરીશું અને તેમાં ૨૦ કરોડ ડોલરના રોકાણનો નિર્ણય તેમણે માત્ર ૩૦ મિનિટમાં લીધેલ છે.

એક મહિનામાં બનશે ૬ કરોડ શીશી, ત્રણ કરોડ ભારતને મળશે – પુનાવાલા

પુનાવાલાએ જણાવ્યુ કે કંપની દર મહિને વેક્સિનની લગભગ ૬ કરોડ શીશી તૈયાર કરશે. જેમાથી અડધી એટ્લે કે ત્રણ કરોડ ભારતને મળશે. બીજી બાકીની વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે આપણા દેશની પહેલા સુરક્ષા કરવા માટે દેશભક્તિની કર્તવ્ય ભાવના તરફ જોવામાં આવે છે. તેમણે જણાવ્યુ હતું કે જો બાકી રહેલ ટ્રાયલના પરિણામ સારા નથી મળતા તો આ બધી જ શીશીઓ ને નષ્ટ કરવામાં આવશે.

અત્યારે કહી ના શકાય કે કેવી પ્રભાવિ હશે વેક્સિન

હાલની સ્થિતિને સમજાવતા પુનાવાલાએ કહ્યું હતું કે, હાલમાં કહી ના શકાય કે આ વેક્સિન કેટલી પ્રભાવિ હશે. એક ટ્રાયલ ફક્ત તમને એ બતાવી શકે છે કે તે કામ કરે છે કે નહી, પરંતુ તે કેટલું સારું કામ કરે છે તે જાણી શકાય નહિ. તેમણે કહ્યું કે, જો તમે બધી જ વેક્સિનને જોશો તો તે બધી જ ૭૦ થી ૮૦ ટકા પ્રભાવિ હોય છે. તેથી ૧૦૦ માથી ૨૦ લોકો તો બીમાર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *