એક પુત્રી માટે તેમના પિતા હીરો પણ બની શકે છે અને વિલન પણ બની શકે છે. આ વાત સંપૂર્ણ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે તે પોતાની પુત્રી સાથે કેવો વ્યવહાર કરે છે. આજકાલ જમાનો ઘણો જ બદલાઈ ગયો છે. આ પરિસ્થિતિમાં તમારે તમારી પુત્રી ઉછેરવાની રીત અને વિચારસરણી બદલી લેવી જોઈએ. આજે અમે તમને બોલિવૂડ અભિનેતા અજય દેવગનનું ઉદાહરણ આપી રહ્યા છીએ. અજય પોતાની પુત્રી ન્યાસા દેવગણને ખૂબ જ પ્રેમ કરે છે. આ બંનેનો સંબંધ ખૂબ જ ગાઢ છે. અજયની પોતાની પુત્રીને ઉછેરવાની રીત ખૂબ જ સારી છે. અજય પાસેથી તમે પણ પિતાના કેટલાક ગુણો પણ શીખી શકો છો.
તમારે તમારી પુત્રી સાથે એક સખ્ત પિતાના બદલે એક ફ્રેન્ડલી મિત્ર બનીને રહેવું જોઈએ. જેથી પુત્રીઓ પોતાના પિતાથી કંઈપણ છુપાવતી નથી અને બધી જ વાતો તેમજ સમસ્યાઓ ખુલીને શેર કરે છે. અજય નો પણ પોતાની પુત્રી સાથે મિત્ર જેવો જ સંબંધ છે. મિત્ર બનીને તમે તમારા બાળકોને સારું ફિલ કરાવી શકો છો અને ત્યારબાદ તે તમારી બધી જ વાતો ધ્યાનથી સાંભળે છે.
તેમની કરિયર પસંદગી પર દબાણ ના બનાવો
ન્યાસા મોટી થઇને શું બનવા માંગે છે અથવા તો ક્યાં પ્રકારની નોકરી કરવા માંગે છે તે નિર્ણય અજય દેવગને પોતાની પુત્રી પર છોડી દીધો છે. અજયે એકવાર આ વાત નો ઉલ્લેખ પોતાના ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે માતા-પિતા એ બાળકો પર પોતાની પસંદગીની કરિયર ચોઇસ લાદવી ના જોઈએ. આવું કરવાથી માનસિક દબાણ તેમના પર આવે છે અને તે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. તે કોઈપણ કરિયરની પસંદગી કરે માતા પિતાએ તેમને સાથ અને માર્ગદર્શન આપવું જોઈએ.
મનપસંદ કપડાં પહેરવાની સ્વતંત્રતા
આપણા સમાજમાં લોકોના વિચારો છોકરીઓના કપડા કરતા પણ નાના છે. હવે જમાનો બદલાઈ ગયો છે. દરેક બાળક આધુનિક જીવન જીવવા માંગે છે. તેવામાં તેમને પોતાના મનપસંદ કપડાં પહેરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. જો તેમને દરેક વાત પર રોકવામાં કે ટોકવામાં આવે તો તેમનો આત્મવિશ્વાસનુ લેવલ ઓછું થઈ જાય છે. આ જ કારણ છે કે અજય ક્યારેય પણ ન્યાસાને તેમના કપડાની પસંદગીને લઈને રોક ટોક કરતા નથી. પછી ન્યાસા કેટલા પણ ટૂંકા કપડા કેમ ના પહેરે.
રક્ષણ અને સપોર્ટ
લગભગ દરેક પિતા પોતાની પુત્રીને લઈને રક્ષણાત્મક જરૂર હોય છે. અજય દેવગણની પણ આવી જ હાલત છે. જ્યારે પણ કોઈ ન્યાસાને ટ્રોલ કરીને તેમની મજાક ઉડાવે છે તો અજય સામે આવીને તે ટ્રોલર્સને યોગ્ય જવાબ આપે છે. તે ઘણીવાર લોકોને સ્પષ્ટ મેસેજ આપી ચૂક્યા છે કે મારી પુત્રી પોતાની ઈચ્છા પ્રમાણે જે કરવા માંગે તે કરી શકે છે અને જે રીતે પોતાનું જીવન જીવવા માંગે તે રીતે જીવી શકે છે. તેથી બીજા લોકોએ આ બાબતમાં દખલગીરી ના કરવી જોઈએ. જ્યારે એક પિતા પોતાની પુત્રીને લઇને રક્ષણાત્મક હોય છે અને તેમને દરેક સ્થિતિમાં સપોર્ટ કરે છે તો તે ખૂબ જ આત્મવિશ્વાસ મહેસૂસ કરે છે.
પૂરતો સમય પસાર કરો
અજય આમ તો ખૂબ જ વ્યસ્ત રહેવા વાળો અભિનેતા છે પરંતુ તેમ છતાં તે પોતાની પુત્રી સાથે સમય વિતાવવા માટે સમય કાઢી જ લે છે. ન્યાસા સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. તેવામાં ઘણીવાર તેમને એકલું ના લાગે તે માટે અજય પોતાની શુટિંગ સમાપ્ત કરીને સીધા જ સિંગાપુરની ફ્લાઇટ પકડી લે છે. અજયની જેમ આપણે પણ આપણા બાળકો સાથે પૂરતો સમય વિતાવવો જોઈએ.