ઓક્ટોબરમા આ રાશિના જાતકોને લાગી શકે છે લોટરી, ક્યાંક તમારી રાશિ તો નથી ને સામેલ

Posted by

મેષ રાશિ

મેષ રાશિના જે જાતકો વ્યવસાયના ક્ષેત્રમાં એક્ટિવ છે તેમને આવનાર દિવસોમાં સફળતા મળશે. નોકરિયાત વાળા લોકોને પણ આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં કઠિન પરિસ્થિતિઓ સાથે લડવા માટે પણ તૈયાર રહેવું. દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ જળવાઈ રહેશે. ભાઈ-બહેનોની સાથે બગડેલ સંબંધોમાં સુધારો આવશે, જેના લીધે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે ફેમિલી વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમારી સ્થિતિ મજબૂત થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે.

વૃષભ રાશિ

૪ ગ્રહોના રાશિ પરિવર્તનથી વૃષભ રાશી ઉપર ખૂબ જ ઊંડી અસર પડશે. વિધેયાત્મક કાર્યોમાં વધારો આવશે અને તમને કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓથી સારુ પ્રદર્શન કરશો, જેના લીધે તમારા ઓફિસના સિનિયર અધિકારી તમારાથી ખુશ રહેશે. પારિવારિક સમસ્યાઓ વધી શકે છે. સંપત્તિને લઈને પણ ઘરમાં તણાવ રહી શકે છે. ધન પ્રાપ્તિ માટેના પણ યોગ બની રહ્યા છે. પાછલા દિવસોમાં તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોનું ફળ મળશે. પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, જેના લીધે તમારા ખર્ચમાં વધારો થશે.

મિથુન રાશિ

ગ્રહોના પરિવર્તનની અસર તમારા માટે શુભ ફળદાયી સાબિત થશે. તમારા રચનાત્મક કૌશલ્યમાં વધારો થશે અને પ્રતિભામાં નિખાર આવશે. જો તમે તમારી નોકરી બદલવાનું મન બનાવી રહ્યા હોય તો આ મહિનો તમારા માટે ખૂબ જ શુભ છે. તમારા પ્રત્યે લોકોની ગેરસમજ પણ દૂર થશે. લવ લાઇફમાં પાર્ટનરની સાથે ચાલી રહેલા ઝઘડાઓ પણ ખતમ થશે. તમારા વિચારવા-સમજવાની ક્ષમતામાં પણ વૃદ્ધિ થનાર છે. તમારી મનચાહી ઈચ્છાઓની પૂર્તિ થશે. જો વાહન ખરીદવાનું મન બનાવી રહ્યા હોય તો આ શુભ સમય છે.

કર્ક રાશિ

૪ ગ્રહના પરિવર્તનથી તમારા પર સકારાત્મક પ્રભાવ પડશે. તમારા બળ-બુદ્ધિ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. ખરાબ સમયમાં તમારા સૌથી સારા મિત્ર તમારી સહાયતા માટે તૈયાર રહેશે. વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યો માટે ખૂબ જ મહેનત કરશે, પરંતુ આ દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. પ્રોપર્ટી સાથે જોડાયેલ લેવડ-દેવડ કરવા માંગતા હોય તો પોતાની આ યોજનાને થોડા સમય માટે સ્થગિત કરવી. યાત્રાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે ગ્રહોનું પરિવર્તન શુભ સાબિત થશે. આ દરમિયાન સકારાત્મક વિચારસરણી અપનાવવી. જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો તો તમને શુભ પરિણામ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નફો થશે. પોતાના ઘરની શોભા વધારવા માટે તમે ખર્ચ કરશો અને પરિવારોના લોકો સાથે સારો સમય પસાર કરશો. દાંપત્યજીવનમાં ચાલી રહેલા ઝઘડાઓ ખતમ થશે અને પરિવારમાં તમારી છબી પણ સુધરશે.

કન્યા રાશિ

૪ ચાર ગ્રહોના ઉથલ-પાથલથી કન્યા રાશિના જાતકોને સકારાત્મક પરિણામ મળશે. પોતાના ધનને યોગ્ય રણનીતિ અનુસાર ખર્ચ કરશો તો લાભ અવશ્ય મળશે. આ દરમિયાન ઉતાવળમાં નિર્ણય લેવો નહી. કરિયરમાં આગળ નવી તકો મળવાના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોની આવકમાં વધારો થશે, સાથે જ કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે સારા સંબંધ પણ સ્થાપિત થશે. વિવાદોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે સમાજમાં નવી ઓળખ બનાવવા માંગો છો તો સમાજના લોકોની વચ્ચે તમારે કામ કરવું પડશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને ગ્રહોના પરિવર્તનથી ખૂબ જ સકારાત્મક ઊર્જા મળશે. કોઈ જગ્યાએ અટવાય ધન આ મહિનાના અંત સુધીમાં મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. પાર્ટનરની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે. શત્રુઓથી મુક્તિ મળશે અને સંબંધીઓ સાથે સંબંધો વધારે મધુર બનશે. ઘરમાં કોઈ મોટા વડીલો પાસેથી સલાહ લેવી સારી રહેશે. મિત્રોની સાથે સારો સમય પસાર કરી શકશો.

વૃશ્ચિક રાશિ

૪ ગ્રહોના પરિવર્તનથી વૃશ્ચિક રાશિના જાતકો પર સામાન્ય અસર રહેશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે, વળી શત્રુઓથી સાવધાન પણ રહેવું પડશે. હાલના દિવસોમાં રોકાણ કરવાથી બચવું. સ્વભાવ થોડો ચીડીયો બનશે, તેની અસર તમારા લગ્ન જીવન પર પણ પડશે. જો યાત્રાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અત્યારે સમય યોગ્ય નથી. જોખમ વાળા કાર્યો કરવા નહી.

ધન રાશિ

આ રાશિના જાતકોના બધા જ મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે. ઓફિસમાં તમને સહયોગીઓ અને અધિકારીઓનું પૂરું સમર્થન મળશે. જોકે ઉતાવળમાં કોઇ મોટો નિર્ણય લેવો નહી, તેનાથી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચી શકે છે. પિતાની સાથે બગડેલા સંબંધો સુધરશે. લવ લાઇફમાં તમને પાર્ટનર તરફથી સરપ્રાઈઝ મળી શકે છે. બિનજરૂરી ચિંતા કરવી નહી, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.

મકર રાશિ

ગ્રહોનું પરિવર્તન તમારી જિંદગીમાં ભાગ્યોદય કરશે. જો તમે નોકરી બદલવા માંગતા હોય તો હાલનો સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે પરંતુ આર્થિક ક્ષેત્રમાં ખૂબ જ લાભ મળશે. સાથે જ તમારે આ દરમિયાન યાત્રાથી બચવું જોઈએ. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. સાથે જ તમારે પોતાની વાણી પર નિયંત્રણ જાળવી રાખવું પડશે નહીંતર મોટું નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને ધન લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. મિત્રો અને પરિવાર તરફથી ઉપહારની પ્રાપ્તિ થઇ શકે છે. વિદેશ જવાની ઈચ્છા પણ આ મહિને પૂરી થશે. પાર્ટનરની સાથે મનપસંદ જગ્યાએ ફરવા જઈ શકો છો, જેનાથી તમારો સંબંધ મજબૂત થશે. કાર્યક્ષેત્રમાં ભાગ્ય સાથ આપશે, જેના લીધે તમે બધા જ પ્રોજેક્ટ સમયસર પૂરા કરી શકશો. ભાગીદારીમાં જો વ્યવસાય કરો છો તો તમને લાભ મળશે.

મીન રાશિ

ગ્રહોના પરિવર્તનથી મીન રાશિના જાતકોને પરેશાની થઇ શકે છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો હાલનો સમય તમારા માટે અનુકૂળ નથી. ઓફિસમાં પોતાના સહકર્મીઓ સાથે વિવાદમાં પડવું નહી. હાલના સમય દરમિયાન તમારે મોટી યાત્રા કરવી નહી. લેવડ-દેવડની બાબતમાં પણ સાવધાની રાખવી નહિતર નુકસાન થઈ શકે છે. લગ્નજીવનમાં પણ ક્લેશ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *