કોયડાઓ તો એ જ મજેદાર હોય છે, જેમાં તમારા મનને અને આંખોને ખુબ જ કસરત કરવી પડે છે. ઘણીવાર આંખોને ભ્રમમાં નાખતી પઝલમાં બધું જ સ્પષ્ટ દેખાતું હોય છે પરંતુ બનાવનાર આપણા મગજ સાથે એવી રીતે રમત રમે છે કે આપણને ખબર જ નથી પડતી કે આપણે જેને શોધી રહ્યા છીએ તે ક્યાં ખોવાઈ ગયું છે. ખાસ કરીને જો આ પઝલ ગણિત કે કોઈ અંગ્રેજી અક્ષર કે શબ્દ સાથે સંબંધિત હોય તો મુશ્કેલી વધી જાય છે.
તમે આ તસ્વીરોમાંથી વસ્તુઓ શોધવાનો પડકાર તો ઘણા લીધા છે અને તેને પુર્ણ પણ કર્યા છે પરંતુ આજે અમે તમને જે પડકાર આપવા જઈ રહ્યા છીએ, તે કોઈ વસ્તુ શોધવાનો નથી. અહીં તમારે એક જ પ્રકારનાં અક્ષરોની વચ્ચેથી સીધો જ એક અક્ષર શોધવાનો છે. જોકે આ ચેલેન્જ તમને સરળ લાગી શકે છે પરંતુ જ્યારે તમે તેનો ઉકેલવા બેસશો ત્યારે તે મુશ્કેલ લાગી શકે છે.
મગજને ગોટાળે ચડાવનાર આ પઝલ ખુબ જ કમાલની છે કારણ કે તેમાં તમને ઘણા બધા અક્ષરોની વચ્ચે એક અલગ અક્ષર શોધવાનો છે. બ્રાઇટ સાઇડ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરમાં ઘણા બધા M લખેલા છે, જેમાં ક્યાંક એક બીજો આલ્બાફેટ પણ લખેલો છે. તમે પોતાની ઘડિયાળમાં ૭ સેકંડ માટે ટાઇમર સેટ કરો અને ઝડપથી બીજો લેટર શોધો અને અમને જવાબ આપો.
જોકે તમને જણાવી દઈએ કે જે લોકો ઓપ્ટિકલ ઇલ્યુઝન ઉકેલવાના શોખીન છે તો તમે માત્ર ૭ સેકન્ડમાં બીજો અક્ષર શોધી લેશો. તો શું તમે શોધી લીધો ?. હજુ પણ તમે શોધી શક્યા નથી તો અમે તમને જણાવી દઈએ કે તેમાં બીજો એક અક્ષર N લખેલો છે.