દિવાળીનો તહેવાર આવવામાં હવે થોડા જ દિવસો રહી ગયા છે. દિવાળી પહેલા ઉજવવામાં આવતું પર્વ ધનતેરસ છે. ધનતેરસને તહેવારનાં રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ધનનાં દેવતા કુબેર, માતા લક્ષ્મી, ધન્વંતરી અને યમરાજની પુજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સોના, ચાંદી અને ઘરનાં વાસણોની ખરીદી કરવી સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી ખરીદી તમને ઘણા બધા લાભ પહોંચાડી શકે છે પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ પર અમુક વસ્તુઓ એવી છે, જેને ખરીદવા પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની કોઈ કમી નથી થતી. તો ચાલો આપણે જાણી લઈએ ધનતેરસ પર શું ખરીદવાથી માતા લક્ષ્મીનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પિત્તળ
જે લોકો સોના-ચાંદીનાં સિક્કા ખરીદી નથી શકતા, તે લોકોએ પિત્તળનું કોઈ વાસણ ખરીદવું જોઈએ અને તેમાં કંઈક મીઠું કે ચોખાનાં દાણા નાખીને ઘરે લાવો. ધનતેરસનાં દિવસે ઘરમાં કોઈ વસ્તુઓથી ભરેલું પિત્તળનું વાસણ લાવવું સારું માનવામાં આવે છે. હકિકતમાં તેની પાછળ એક માન્યતા છુપાયેલી છે કે સમુદ્રમંથન દરમિયાન જ્યારે ભગવાન ધન્વંતરીનું અવતરણ થયું હતું ત્યારે તે પોતાના બંને હાથમાંથી ડાબા હાથમાં અમૃત ભરેલું પિત્તળનું કળશ લઈને આવ્યા હતાં અને તેનાં બીજા હાથમાં શંખ, ચક્ર અને ઔષધી વિદ્યામાન હતી જેથી કરીને ધનતેરસનાં દિવસે પિત્તળનાં વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે.
ગોમતી ચક્ર
ઘર, ઓફિસ કે દુકાનની આર્થિક સ્થિતિને સારી કરવા માટે દિવાળી પહેલા ધનતેરસનાં દિવસે એક નાનું પીળું કપડું અને ૧૧ ગોમતી ચક્ર લો. તે પીળા કપડાને મંદિરમાં માતા લક્ષ્મીની સામે રાખી દો અને તેનાં પર એક-એક ગોમતી ચક્ર બોલીને રાખતા જાઓ. એક ગોમતી ચક્ર પીળા કપડા પર રાખો અને મંત્ર બોલો “ઓમ નારાયણ નમઃ”. આ રીતે બીજા ગોમતી ચક્ર પણ રાખો. હવે ધુપ-દિવો વગેરેથી વિધિપુર્વક શ્રી વિષ્ણુ, દેવી માતા લક્ષ્મી અને મંદિરમાં રાખેલા ગોમતી ચક્રની પુજા કરો. પુજા કર્યા બાદ તે ગોમતી ચક્રને ત્યાં જ રહેવા દો અને બીજા દિવસે તેમાંથી પાંચ ગોમતીચક્રને તમારા ઘરની તિજોરીમાં, પાંચ ગોમતી ચક્રને તમારી દુકાન કે ઓફિસની તિજોરીમાં અને વધેલા ગોમતી ચક્રને તે પીળા કપડામાં બાંધીને મંદિરમાં રાખી દો. આવું કરવાથી તમારી દરેક પ્રકારની આર્થિક સ્થિતિ મજબુત થશે.
કોડી
ધર્મગ્રંથો અનુસાર માતા લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. તે પ્રકારે જ કોડી પણ દરિયામાંથી જ નીકળે છે. તેનાં કારણે કોડી ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે એટલા માટે ધનની સાથે કોડી જરૂર રાખો. જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે-સાથે તમારા બિઝનેસમાં પણ પ્રગતિ કરવા માંગો છો તો આ દિવસે તમે એક બરગડનું પાન લાવીને તેને સાફ કરીને રાખી લો અને બાદમાં ગોળ-ગોળ ફેરવીને તેનાં પર નાડાછડી બાંધો અને ચંદનની સુગંધ લગાવો. બાદમાં એક લાલ રંગનાં કપડામાં થોડા સિક્કા અને પાંચ કોડીની સાથે તેને બાંધીને તમારા ઘર કે ઓફિસમાં પૈસા રાખવા વાળા સ્થાન પર રાખી દો.
લક્ષ્મી યંત્ર
જો તમે માતા લક્ષ્મીની કૃપાથી તમારી ધનની તિજોરી ભરીને રાખવા માંગો છો તો ધનતેરસનાં દિવસે લક્ષ્મી યંત્ર ઘરે લાવો અને તેને ઘરમાં ઉચિત સ્થાન પર રાખી દો. હવે તેનો ઉપયોગ દિવાળીનાં દિવસે કરવાનો છે. દિવાળીની સાંજે લક્ષ્મીજીની પુજા કરતાં સમયે આ યંત્રને રાખો અને યોગ્ય વિધિથી તેની પુજા કરો. સાથે જ લક્ષ્મીજીનાં મંત્રની એક માળા એટલે કે ૧૦૮ વાર તેનો જાપ કરો. મંત્ર આ પ્રકારે છે “ऊं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः”
કમળગટ્ટા
આ કમળનાં બીજ હોય છે. ૨ રૂપિયાની આ વસ્તુ તમારા ઘરમાંથી ગરીબીનો નાશ કરી શકે છે. શાસ્ત્ર પ્રમાણે તેમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ધનતેરસનાં દિવસે કમલગટ્ટા ની માળા ઘરે લઈ આવો અને દિવાળીનાં દિવસે માતા લક્ષ્મીને અવશ્ય ચઢાવો, તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધન ની કમી નહીં થાય.
સોના-ચાંદીનાં સિક્કા
માતા લક્ષ્મીની કૃપાથી પોતાની આર્થિક સ્થિતિને સારી કરવા માટે અને પોતાના ધંધામાં પૈસાની અવરજવરને વધારવા માટે ધનતેરસનાં દિવસે લક્ષ્મી-ગણેશજીનું ચિત્ર બનેલા સોના કે ચાંદીના સિક્કા લાવીને તેને સંભાળીને તમારી પાસે રાખવા જોઈએ. દિવાળીનાં દિવસે લક્ષ્મીજીની પુજા કરતાં સમયે તેને લાકડાનાં પાટલા પર સ્થાપિત કરીને તેની વિધિ વિધાનથી પુજા કરવી જોઈએ અને બાદમાં તેને તમારા ઘર કે ઓફિસની તિજોરી કે મંદિરમાં સ્થાપિત કરવા જોઈએ. તેનાથી તમારા ઘર અને બિઝનેસની આર્થીક સ્થિતિ સારી થશે અને તમને લાભ જ લાભ થશે. માટીમાંથી બનેલા લક્ષ્મી-ગણેશજી ખરીદવા પણ શુભ માનવામાં આવે છે.