દિવાળીનાં દિવસે આ ઝાડનાં મુળિયાને તમારા ઘરમાં આ જગ્યાએ રાખી દો, તમે વિચાર્યું પણ નહીં હોય એટલા ઝડપથી કરોડપતિ બનશો

Posted by

જ્યોતિષશાસ્ત્રમાં તમામ પરેશાનીઓનાં ઉપાયો જણાવવામાં આવ્યા છે પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, એક એવી ચમત્કારી વસ્તુ વિશે, જે વ્યક્તિની ગરીબીને ઝડપથી દુર કરી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ હત્થાજોડી ની. વ્યક્તિની બંધ મુઠ્ઠીની જેમ નજર આવવા વાળી હત્થાજોડી હકિકતમાં એક છોડનું અત્યંત દુર્લભ મુળિયું છે. દેખાવમાં તે એવી લાગે છે કે જાણે બે મુળિયાને પરસ્પરમાં જોડી દીધા હોય. હત્થાજોડી ને મહાકાલી અને કામખ્યા દેવીનું રૂપ પણ માનવામાં આવે છે.

વળી અમુક લોકો આ મુળિયાને સાક્ષાત માતા ચામુંડા નું રૂપ પણ કહે છે. હત્થાજોડી માં વશીકરણ કરવાની અદભુત ક્ષમતા હોય છે. માન્યતા છે કે આ મુળિયાને સિદ્ધ કરવામાં આવે તો તે વ્યક્તિ પર માતાજીની વિશેષ કૃપા થાય છે અને તે આ મુળિયાની મદદથી કોઈપણ કામમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેને ગરીબી દુર કરવાનો સટીક ઉપાય માનવામાં આવે છે.

જ્યોતિષાચાર્યનું માનવાનું છે કે સિદ્ધ હત્થાજોડીનાં મુળિયાને તિજોરીમાં રાખવાથી જ પૈસા ચુંબકની જેમ ખેંચાઈ આવે છે અને વ્યક્તિ માલામાલ થઈ જાય છે. આ મુળિયાનાં એવા ચમત્કાર છે, તમને જે આશ્ચર્યચકિત કરી શકે છે. કહેવામાં આવે છે કે મંત્રસિદ્ધ હત્થાજોડીને લાલ રેશમી કપડામા બાંધીને જો તિજોરીમાં રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. તિજોરી પૈસાથી હંમેશા ભરાયેલી રહે છે પરંતુ તેને સંપુર્ણ વિધિ-વિધાનથી  રાખવી જોઈએ નહિતર તે ખરાબ પ્રભાવ પણ બતાવી શકે છે.

જો તમને લાંબા સમયથી ધંધામાં નુકશાની થઈ રહી છે તો આ મુળિયુ તમારા માટે ખુબ જ મદદગાર છે. સિદ્ધ કરેલા આ મુળિયાને તમારા કામ કરવાનાં સ્થળ પર રાખવાથી તમારો ધંધો જોરદાર ચાલવા લાગશે અને નફા માં વધારો થવા લાગશે. જો તમે કોર્ટ-કચેરીની બાબતમાં ફસાયેલા છો તો જ્યારે પણ આ કામથી ઘરેથી નીકળો તો સિદ્ધ કરેલા આ મુળિયાને સાથે લઈને જાઓ, નિર્ણય તમારા પક્ષમાં આવશે. જો મંત્રસિદ્ધ હત્થાજોડીને સામે રાખીને શત્રુ દમન મંત્રનો જાપ કરવામાં આવે તો શત્રુ પીડા માંથી પણ મુક્તિ મળે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. જો હત્થાજોડી પર અર્પિત કરવામાં આવેલા સિંદુરનું તિલક કોઈ વ્યક્તિનાં માથા પર લગાવવામાં આવે તો તે વ્યક્તિમાં વશીકરણની ક્ષમતા આવી જાય છે. તેની બધી જ ઈચ્છા પુરી થઈ શકે છે.

સિદ્ધ કરવાની આ રીત છે

પ્રાકૃતિક હત્થાજોડીને મંત્રોની સાથે કાઢવામાં આવે છે અને વિશેષ મહુર્તમાં સિદ્ધ કરવામાં આવે છે. આ મુહુર્ત રવિપુષ્ય, ગુરુપુષ્ય, નવરાત્રી, ગ્રહણકાળ, હોળી, દિવાળી વગેરે હોઈ શકે છે. સિદ્ધ કરવા માટે પણ વિશેષ મંત્રનો જાપ કરવામાં આવે છે. ત્યારબાદ આ મુળિયાને ચાંદીની એક ડબ્બીમાં સિંદુર સાથે રાખવામાં આવે છે.

આટલું ખાસ ધ્યાન રાખો

આ મુળિયાનો દુરુપયોગ થવાનાં લીધે તેનાં છોડનું નામ અહીં નથી બતાવવામાં આવ્યું પરંતુ હકિકતમાં તે ખુબ જ દુર્લભ મુળિયુ છે, જે સરળતાથી પ્રાપ્ત નથી થતું પરંતુ આ હાલનાં સમયમાં નકલી હત્થાજોડી પણ વેચાવા લાગી છે, જે પ્રભાવશાળી નથી હોતી. હત્થાજોડી એક છોડનું ચમત્કારીક મુળિયું છે, જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. તંત્રશાસ્ત્રમાં આ મુળિયાનું ખુબ જ મહત્વ છે. જો તમે તેને તમારી પાસે રાખશો તો નિશ્ચિત જ તમને ધન લાભ થશે. હત્થાજોડી ત્યાં સુધી પોતાની અસર નથી બતાવતુ જ્યાં સુધી કે તેની વિધિપુર્વક સિદ્ધ કરવામાં ના આવે. હત્થાજોડીનું પુરું ફળ પ્રાપ્ત કરવા માટે તમારે તેની વિધિપુર્વક પુજા કરવી અતિ આવશ્યક હોય છે.

તો ચાલો જાણી લઈએ હત્થાજોડીને સિદ્ધ કરવાની વિધિ

હત્થાજોડીને વિધિપુર્વક સિદ્ધ કરવા માટે સૌથી પહેલા હત્થાજોડીને પંચામૃતમાં રાખી દો અને  ત્યારબાદ તેને સ્વચ્છ જળથી સાફ કરો. હવે હત્થાજોડીને પંચોપચાર પુજા કર્યા બાદ તેને કપુર અને લવિંગની સાથે એક-બે દિવસ સુધી રાખી દો. હવે એક જારમાં તલનું તેલ ભરો અને તેમાં હત્થાજોડીને ડુબાડી દો. તેલ ઓછું થવા પર જાર માં તેલ નાખતા રહો. જ્યારે તે ઓછું થવાનું બંધ થઈ જાય તો શુભ સમયમાં તેને કાઢીને તેની પુજા કરો. હવે માતા લક્ષ્મીના ફોટા ની સામે તાંબાના લોટા માં જળ ભરી રાખો અને સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશ અને તમારા ગુરુની પુજા કરો.

ત્યારબાદ હત્થાજોડીને અત્તર, ચોખા, લાલ ફુલથી પુજા કરો અને કેસરની એક જોડી લવિંગની સાથે અર્પિત કરો. હવે હત્થાજોડીને ધુપ-દિપ અને નૈવેદ્ય આપો. લાલ રંગની મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ હત્થાજોડીને સિંદુર લગાવીને તેની સામે ૧૦૮ વાર “ૐ ક્લીં ક્લીં સ્વાહા” આ મંત્ર બોલો અને એક લાલ કપડામાં બાંધીને હત્થાજોડીને પોતાની સાથે રાખો. જો તમે ઘણા બધા પૈસા કમાવવા માંગો છો તો સિદ્ધ કરેલી હત્થાજોડીને તમારી દુકાન અથવા ઓફિસનાં કેશ કાઉન્ટરમાં રાખી દો. તેની શુભ અસરથી તમારી સંપત્તિ બમણી થઈ જશે અને તમારા વ્યવસાયમાં પણ વધારો થશે.

જો તમે કોઈપણ પ્રકારની આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો અથવા કરજમાં ડુબેલા છો તો તમારે તમારી તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ સિદ્ધ કરેલી હત્થાજોડી રાખવી જોઈએ. હત્થાજોડીમાં લોહ ચુંબકની જેમ પૈસા ને ખેંચવાની શક્તિ હોય છે તેથી જો તમે તેને તમારી તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખશો તો તે તમારી તરફ પૈસા આકર્ષિત કરશે અને આ રીતે તમારા ખિસ્સામાં પૈસા વધતા જ જશે. જો તમારા પરિવારમાં સતત વાદવિવાદ થતો હોય તો તમારે તમારા ઘરનાં મંદિરમાં એક સિદ્ધ થયેલી હત્થાજોડી સ્થાપિત કરવી જોઈએ. આ હત્થાજોડીની અસરથી પારિવારિક વાદવિવાદ સમાપ્ત થાય છે અને ઘરનાં સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.