“વન વુમન મેન” છે બોલિવૂડના આ ૬ અભિનેતાઓ, લગ્ન બાદ નથી આવ્યું કોઈ બીજી હસીના પર દિલ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ નવી પ્રેમ કહાનીઓ જન્મ લેતી હોય છે. બોલિવૂડ સ્ટાર્સ પોતાના લગ્નથી વધારે પોતાના એક્સ્ટ્રા અફેરને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્સ્ટ્રા મૈરિટલ અફેરના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા જ હશે. આ લિસ્ટમાં મોટા મોટા નામ સામેલ છે જેમણે લગ્ન બાદ પણ પ્રેમ કર્યો છે. અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, આમિર ખાન, અજય દેવગનથી લઈને ઋત્વિક રોશન સુધી ઘણા સિતારાઓ એવા છે જે પરણિત હોવા છતાં પણ બીજી હસીનાઓ સાથે દિલ લગાવી બેઠા છે. જો કે ઈન્ડસ્ટ્રીમાં અમુક સિતારાઓ એવા પણ છે જે લગ્ન પછી પણ પત્નિ ભક્ત બની રહ્યા છે અને પોતાની પત્નીની સિવાય કોઈને પણ દિલ આપ્યું નથી. આજની આ સ્ટોરીમાં અમે તમને એવા જ સિતારાઓની વિશે જણાવીશું.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ઇન્ડસ્ટ્રીના આઈડિયલ કપલ માનવામાં આવે છે. એશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલા અભિષેક બચ્ચનનું નામ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને રાની મુખરજી સાથે જોડાયેલ હતું. ત્યાં સુધી કે કરિશ્મા અને અભિષેકની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ સગાઈના થોડા મહિના બાદ જ તેનો સંબંધ તૂટી ગયો હતો. રાની મુખરજી પણ બચ્ચન પરિવારની વહુ બનવા માંગતી હતી પરંતુ એશ્વર્યા ફાવી ગઈ. એશ્વર્યા સાથે લગ્ન કર્યા બાદ અભિષેક સંપૂર્ણ રીતે ફેમિલી મેન બની ગયા છે. અભિષેક માટે તેમની પત્ની એશ્વર્યા અને પુત્રી આરાધ્યા જ તેમની દુનિયા છે.

બોબી દેઓલ

બોબી દેઓલ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. બોબીનાં પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સની દેઓલનું પણ લગ્ન પછી અફેયર રહી ચુક્યું છે. જો કે આ મામલામાં સની પોતાની પત્ની તાન્યા પ્રત્યે લોયલ રહ્યા છે. બંનેના લગ્નને ૨૪ વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે પરંતુ અત્યાર સુધીમાં એકવાર પણ બોબીની કોઈ બીજી મહિલાની સાથે અફેરની ખબરો સામે આવી નથી. બોબી અને તાન્યાના લવ મેરેજ થયા હતા. બોબી તાન્યાને ખુબ જ પ્રેમ કરે છે, એટલું જ નહી તાન્યાના હોમ ડેકોર પ્રમોશનમાં પણ બોબી તેમને પુરો સપોર્ટ કરે છે.

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીનાં લગ્ન માના કાદરી સાથે થયેલ છે. બંનેના લગ્નને ૨૯ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ આ દરમિયાન એકવાર પણ સુનીલનું દિલ કોઈ બીજી હસીના પર આવ્યું નથી. ૯૦ નાં દશકમાં સુનિલ શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય હીરો હતા. સુનિલ શેટ્ટીની પર્સનાલિટી પર યુવતીઓ ફિદા હતી. તેમનાં ચાહવાવાળાની લિસ્ટમાં એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેનું પણ નામ હતું. સોનાલીને જાણ હોવા છતાં કે સુનિલ પરણિત છે તેમ છતાં પણ સોનાલી તેમના પ્રેમમાં પડી ગઈ હતી. સુનિલ પોતાની પત્નિ માનાને એટલો પ્રેમ કરે છે કે તેમણે સોનાલી સાથે ફક્ત મિત્રતા સુધીનો જ સંબંધ રાખ્યો હતો.

સોનુ સુદ

સોનુ સુદને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો નહી પરંતુ વિલનનાં રૂપમાં ઓળખવામાં આવે છે. જોકે કોરોના વાયરસનાં લીધે લોકડાઉનમાં સોનુ રિયલ લાઇફમાં હીરો બનીને સામે આવ્યા છે. સોનુની પત્નિનું નામ સોનાલી છે. જેમને તે ખૂબ જ પ્રેમ કરે છે. ફિલ્મોમાં આવતાં પહેલાં સોનુ સૂદનાં લગ્ન સોનાલી સાથે થઈ ચૂક્યા હતાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવ્યા બાદ પણ સોનુંનું દિલ કોઈ બીજી સુંદર હસીના પર આવ્યું નથી. સોનુ અને સોનાલીના લગ્નને ૨૫ વર્ષ થઈ ચૂક્યાં છે અને આજે પણ તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

શાહિદ કપૂર

લોયલ હસબન્ડની લિસ્ટની વાત કરીએ તો તેમાં શાહિદ કપૂરનું નામ જરૂર આવશે. શાહિદની ધર્મ પત્નીનું નામ મીરા રાજપૂત છે. મીરાની એન્ટ્રી જ્યારે શાહિદનાં જીવનમાં થઈ તો બોલીવુડનો આ મિસ્ટર કૈસાનોવા પણ પરફેક્ટ હસબન્ડ બની ગયો. મીરા રાજપૂત સાથે લગ્ન કરતાં પહેલાં શાહિદનું નામ બોલિવૂડની ઘણી મોટી હીરોઈનો જેવી કે પ્રિયંકા ચોપડા, કરિના કપૂર અને વિદ્યા બાલન સાથે જોડાઈ ચૂક્યું છે. જો કે લગ્ન બાદ શાહિદ પોતાની પત્નિ મીરાં પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરતા નજરે આવે છે.

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાની જોડી બોલિવૂડની સૌથી બેસ્ટ જોડીમાંથી એક છે. બંનેની જોડીને ફેન્સ પણ ખૂબ જ પસંદ કરે છે. જેનેલિયા અને રિતેશે એકસાથે ફિલ્મ “તુજે મેરી કસમ” થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તે બંને લગ્ન કરતા પહેલા દસ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. જેનેલિયા અને રીતેશનાં લગ્નને આઠ વર્ષ થઈ ચૂક્યા છે અને આજે પણ તે કપલ એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર રહે છે. લગ્નના આટલા વર્ષ પછી પણ રીતેશની કોઈ અન્ય મહિલાની સાથે ખબરો સામે આવી નથી. તે કપલ બાકી જોડીઓ માટે પરફેક્ટ કપલ ગોલ સેટ કરે છે.