ઓનલાઇન અભ્યાસ બાળકો માટે કેટલો યોગ્ય અને કેટલો અયોગ્ય

કોરોના કાળમાં બાળકો માટે અભ્યાસ એક સમસ્યા બની ચૂકી છે. પાછલા અમુક મહિનાથી બાળકો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું ભૂલી ચૂક્યા છે. સ્કૂલ અને કોલેજોમાં બાળકોને અભ્યાસ કરાવવા માટે ઓનલાઇન કોર્સિસ શરૂ છે અને માતા-પિતા આખો દિવસ બાળકોના અભ્યાસને લઇને વ્યસ્ત છે. જેથી સ્કૂલ અથવા કોલેજ ખુલ્યા બાદ બાળક બાકી બાળકોની જેમ જ પોતાના પાઠ્યક્રમને લઈને તૈયાર રહે. એ વિચારવું તદ્દન સરળ છે પરંતુ તેની બાળકો પર શું અસર પડી રહી છે તેને સમજવું જરૂરી છે. દિવસભર ઘરમાં બેસીને અભ્યાસ કરવો કદાચ બાળકો માટે પણ પરેશાની અને ચીડિયો સ્વભાવ બનાવવાનું કારણ બની રહી છે, જેને ના તો માતા પિતા સમજી રહ્યા છે અને ના તો સ્કૂલ ઓથોરિટી સમજી રહી છે.

ટ્રેડિશનલ ક્લાસીસ ની કમી

બાળકો પર તેની અસર વિશે પૂછવામાં આવ્યું તો પુણેના મધર હોસ્પિટલ ના પેડિયેટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજિસ્ટ ડૉ. તુષાર પારેખ કહે છે કે હાલમાં બે પ્રકારના ક્લાસીસ ચાલી રહ્યા છે. જેમાં ટીચર રેકોર્ડ કરીને બાળકોને મોકલી રહ્યા છે અને બાળકો પોતાની સુવિધા અનુસાર અભ્યાસ કરી રહ્યા છે. તે સિવાય અમુક ઇન્ટરેક્ટિવ ક્લાસીસ પણ ચાલી રહ્યા છે જેમાં બાળકો એક સાથે હોવા પર ટીચર ક્લાસીસ લઈ રહ્યા છે. આ ટ્રેડિશન ક્લાસીસ થી ખૂબ જ અલગ છે અને એમાં બાળકોની સાથે અધ્યાપક જેટલા ઇન્ટરેક્શન હોય છે, તેવા હવે નથી થઈ શકતા નથી. તેમાં બાળક કેટલું અટેંટિવ છે, તે જોવું ખૂબ જ મુશ્કેલ છે.

રેકોર્ડેડ મેટરને તે કેટલું યોગ્ય રીતે સમજી રહ્યા છે તેની પણ કોઇ જાણ નથી. હજુ આ શરૂઆત છે એટલા માટે તકનિકી જાણકારી તેને ઓછી છે. ટાઈપિંગ પણ જરૂરી નથી. તેમાં યોગ્ય સમય પર ઊઠવું, નિયમથી સ્કૂલ જઈને અભ્યાસ કરવો વગેરે જે અનુશાસન માં થતું હતું તે હવે થઈ રહ્યું નથી. તેમાં તેમની હેન્ડ રાઇટિંગ, રાઇટિંગ સ્કિલ આ બધામાં કમી આવી રહી છે. તેને જોવાની પણ જરૂરિયાત છે. ઘણી સ્કૂલ પણ આ સમસ્યાનો સામનો કરી રહી છે. કારણ કે ટીચર પણ આ પ્રકારના સોફ્ટવેર થી પરિચિત નથી, તેમણે પણ શીખવું પડી રહ્યું છે. ઘણા માતા-પિતાને પણ તેમાં સમસ્યા આવી રહી છે, કારણ કે અમુક બાળકો લેપટોપ તો અમુક ટેબ્લેટ પર કામ કરી રહ્યા છે.

સ્ક્રીન લિમિટ હોવી જરૂરી

તેનાથી આગળ ડોક્ટર કહે છે કે નાના બાળકો ને કેટલો સમય કોમ્પ્યુટર ની આગળ બેસાડવા યોગ્ય છે? આ સવાલના જવાબમાં ડોક્ટર તુષાર કહે છે કે બાળકો માટે સ્ક્રીન ટાઇમ લિમિટમાં હોવાની જરૂરિયાત છે. સ્ક્રીન માંથી નીકળતી બ્લૂ લાઇટ આંખો માટે હાનિકારક હોય છે. મતલબ કે આંખોનું બ્લિંક ઓછું થવાને કારણે આંખો ડ્રાય થઈ જવી, આંખોમાં ઇરિટેશન થવું, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ રહે છે. હજુ સુધી તેના પર કોઈનું ધ્યાન ગયું નથી. પરંતુ ૩૦ થી ૪૫ મિનિટ એક સાથે કરાવવું યોગ્ય રહે છે, ત્યારબાદ આંખોને થોડો આરામ આપવાની જરૂરિયાત હોય છે. તેના માટે અન્ય બીજી કોઇ ચીજને જોવી જરૂરી છે. તે સિવાય તેની પોઈશ્ચર પણ યોગ્ય હોવી જોઈએ. કોઈપણ જગ્યાએ બેસીને અથવા સુતા-સુતા અભ્યાસ કરવો જોઈએ નહીં. તેનાથી બેક પેન અને નેક પેન જેવી સમસ્યા થાય છે.

ડાયટ પર રાખો ધ્યાન

ડાયટ ઉપર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કારણ કે હાલના દિવસોમાં બાળકોની મુવમેંટ ઓછી હોવાને કારણે તેઓ બહુ આળસુ અને સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે. કારણ કે તેમને બહાર રમવા જવા માટેનો અવસર મળતો નથી. તે અત્યારે ઘરમાં બંધ છે. વિટામિન-ડી ની ઉણપ તેમનામાં થઈ શકે છે. માતા-પિતાએ તેમાં ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા છે. તેમને વધારે ફેટ યુક્ત ભોજન આપવાથી બચવું જોઈએ. ઓયલી તથા મીઠી ચીજો પણ આપવાથી બચવું જોઈએ. બાળકોને સંતુલિત ભોજન આપવાની જરૂરિયાત છે, જેનાથી તેમની ઇમ્યુનિટી જળવાઈ રહે. શારીરિક અભ્યાસમાં સ્કીપિંગ, સોસાયટીની આસપાસ રમત, બેડમિંટન વગેરે કરવા માટે તેમને પ્રેરિત કરવા જોઈએ. તે સિવાય તેમની સાથે વાતો કરવી અને ઘરનું વાતાવરણ હળવું રાખવાની કોશિશ કરવી.

ઓછી થઈ અમુક બીમારીઓ

કોરોનામાં સારી બાબત એ છે કે ઘરે રહેવા અને બાળકોની યોગ્ય દેખભાળ કરવાને કારણે બાળકોમાં રેગ્યુલર ફ્લુ અને પેટની બીમારીઓ પછી જોવામાં આવી રહી છે. તેનાથી ભવિષ્યમાં માતા-પિતાને બાળકની યોગ્ય દેખભાળ આગળ ચાલીને કરવામાં સમર્થ થઈ શકશે. માતા-પિતા સમજવાનું છે કે કોરોના સાથે બધાએ જીવવાનું શીખવું પડશે. એટલા માટે રૂટિન વેકસીનેશન બાળકોને અવશ્ય કરાવી લેવી. જેથી બીજી બીમારીઓથી બાળકોને બચાવી શકાય. કોરોનાની અસર બાળકોમાં વધારે નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂરિયાત બાળકોને પણ છે.

મોટા બાળકો માટે ડોક્ટર તુષારનું કહેવું છે કે ૪૦ થી ૫૦ મિનિટ ઓનલાઈન કામ કર્યા બાદ થોડો આરામ કરો. પોતાની દ્રષ્ટિને દૂર સુધી લઈ જાઓ, જેનાથી આંખોને આરામ મળશે. ઇમ્યુનિટી વધારવા માટે કોઈ દવાનો પ્રયોગ ન કરો, સારું ભોજન લો, ઊંઘ પૂરી કરો, યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો, દર ૪ કલાકે પાણી પીવો, લીલા શાકભાજી ફ્રેશ ફળ, ઈંડા દાળ વગેરે નિયમિત અને સંતુલિત માત્રામાં લેવું, થોડો વ્યાયામ કરો અને ખુશ રહો.

શારીરિક સંરચના પર પડે છે પ્રભાવ

ઓનલાઇન અભ્યાસ અને મનોરંજન માટે બાળકો આજકાલ ૮ થી ૧૦ કલાક કોમ્પ્યુટર ની આગળ બેસી રહે છે, જેનું પરિણામ આજે ભલે ન દેખાય પરંતુ અમુક દિવસો બાદ જરૂર જોવા મળશે. દિલ્હીનાં પોલીસ ઈન્સ્પેકટર હોસ્પિટલ ઓર્થોપેડિક સર્જન ડો કહેવું છે કે બાળકોની ઓનલાઇન એક્ટિવિટીને કારણે બે મુખ્ય હાર્મફુલ ફેક્ટર થઈ રહ્યા છે. સ્કૂલમાં બધા બાળકો ખુરશીમાં બેસે છે, પરંતુ ઘર પર તેઓ કોઈપણ પોઈશ્ચરમાં બેસી જાય છે. તેનાથી બેક મસલ્સ અને પગના મસલ્સ પર અસર પડે છે. ક્યારેક તેમાં દુખાવો આવે છે તો ક્યારેક મસલ્સ ખેંચાઇ પણ જાય છે. જેના કારણે તેઓ પેઇન કિલર લે છે અથવા તો કોઈ જેલ લગાવે છે.

ઘણા બધા બાળકો જે કોમ્પિટિશન એક્જામ આ વર્ષે આપવાના છે. કોરોનાને કારણે તેમની પરીક્ષાઓ પાછળ ઠેલાઈ રહી છે, તેનાથી તેમનો એક્ઝામિનેશન પિરિયડ ખતમ થઇ રહ્યો નથી. તે સિવાય લોકડાઉનને કારણે કોઈપણ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી બાળકો કરી શકતા નથી, જેનાથી તેમને વિટામીન-ડી મળી રહ્યું નથી અને દુખાવાની ફરિયાદ થતી રહે છે. માતા-પિતાને તેવામાં લાગે છે કે તેમના બાળકોને આર્થરાઇટિસ થઈ ગયું છે અને તેઓ તેનો ટેસ્ટ કરાવે છે. મારા હિસાબે મોટા બાળકોને એકસાથે બે થી અઢી કલાક સુધી સ્ક્રીનની સામે બેસવું યોગ્ય હોય છે. આઉટડોર એક્ટિવીટી કરાવવાની કોશિશ લાઇટમાં કરાવવાની જરૂરિયાત છે. વચ્ચે-વચ્ચે થોડો બ્રેક આપવો, થોડી સ્ટ્રેચ અપ કરાવવું, હળવો વ્યાયામ કરાવવાની હાલમાં ખૂબ જ જરૂરિયાત છે.

પ્રતિયોગી પરીક્ષાઓમાં ભાર

ડોક્ટર અશ્વાની આગળ કહે છે કે હકીકતમાં બાળકો પરીક્ષાના ફક્ત બે મહિના પહેલા જ વધારે મહેનત કરે છે. હાલના સમયમાં કોરોનાને કારણે પીક સમય ત્રીજી વખત પ્રતિયોગી પરીક્ષાનો આવી ચૂક્યો છે. જ્યારે પણ પીક આવે છે તો શરીરનું કોર્ટીસોલ લેવલ વધી જાય છે, જેનાથી સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે. જે હાર્ટ અને આર્ટરીને પ્રભાવિત કરે છે.

આ ૬ મહિનામાં બાળકોને ૩ વખત સ્ટ્રેસ આપી રહેલ છે. તેના માટે કોઈને દોષી માની શકાય નહીં, પણ જરૂરિયાત છે કે તેઓ આ તણાવ થી જેટલું બની શકે કેટલા દુર રહે. જે તેમના ભવિષ્ય માટે સારું રહેશે. ખાસ કરીને જે બાળકો એક વર્ષનો ડ્રોપ કરીને એક્ઝામ આપવાના છે, તેમના માટે સલાહ છે કે જે પણ લોંગ કોચિંગ ઓનલાઇન ક્લાસીસ લઇ રહ્યા છે, તેમાં યોગ અથવા મેડિટેશન ક્લાસ પણ સામેલ હોવા જોઈએ. જેથી તેઓ રિલેક્ષ થઇ ને પોતાની જાતને શાંત રાખી શકે.

શરીરની રીધમને ઓળખો

બધાને સાવધાન કરતા ડોક્ટર કહે છે કે શરીરની એક રીધમ હોય છે. તેના વિરુદ્ધ જવા પર તમારે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. લોકોને તેના વિશે ઓછી જાગૃતતા છે. શરીરનું ધ્યાન સૌથી પહેલા રાખવાનું છે, તેને ખૂબ જ ઓછા લોકો સમજે છે. પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપે છે, જે બિલકુલ ખોટું છે. આજકાલના માતા-પિતા બાળકોને લઈને ખૂબ જ વધારે એમ્બીસિયસ બની ચૂક્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમનું બાળક નાની ઉંમરમાં જ બધું જાણી લે અને સૌથી આગળ રહે, જે બિલકુલ ખોટું છે. તેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર દબાણ પડે છે. પેરેન્ટ્સ માટે સલાહ છે કે હાલના સમયમાં બાળકો ઉપર અભ્યાસને લઈને વધારે દબાણ ન આપે, તેમની સાથે રહે, તેમને રિલેક્સ રહેવા દે. ભોજનમાં તેમને ફળ અને ફ્રેશ શાકભાજી વધારે આપવા જેમાં પોષક તત્વ વધારે હોય અને બાળકો આસાનીથી પચાવી શકે.