Oppo ભારતમાં એકટીવાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કરશે સ્ટાઇલિશ ઈલેક્ટ્રીક સ્કુટર, જાણો ક્યારે થશે લોન્ચ

Posted by

Oppo નાં સ્માર્ટફોનને તો ખુબ જ પસંદ કરવામાં આવે છે. હવે કંપની નવા સેક્ટરમાં પોતાની કિસ્મત અજમાવવા જઈ રહી છે. Oppo ને લઈને ખબરો મળી રહી છે કે કંપની ઇલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એક્સક્લુઝિવ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Oppo નાં ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ ની વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. Oppo ઇલેક્ટ્રિક લોન્ચને લઈને અમુક જાણકારી શેર કરવામાં આવી છે.

Oppo ઈલેક્ટ્રીક લોન્ચની તૈયારીઓ હાલમાં તો પહેલા સ્ટેજમાં છે. તેવામાં લોન્ચમાં મોડું થવાની પણ સંભાવના રહેલી છે. Oppo ભારતમાં ૬૦ હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ટુ-વ્હીલર ઈલેક્ટ્રીક વ્હીકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થાય છે તો Oppo નું ઈલેક્ટ્રીક સ્કુટર બજાજ, ઓલા, એથર અને અન્ય કંપનીઓની તુલનામાં ખુબ જ સસ્તું હશે. જણાવી દઈએ કે આ કંપનીઓનાં ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની કિંમત લગભગ ૧ લાખ રૂપિયાની આસપાસ છે.

Oppo ઇલેક્ટ્રિક કાર પણ કરી શકે છે લોન્ચ

પ્રતિકાત્મક તસ્વીર

તેની સાથે જ Oppo ભારતમાં ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઇલેક્ટ્રિક કાર ટાટા નેનો જેવી હશે. ટાટા નેનો ને કંપનીએ લગભગ એક લાખ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી હતી. તેવામાં લાગી રહ્યું છે કે Oppo ની ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં એગ્રેસીવ કિંમત સાથે રજુ કરવામાં આવી શકે છે. આ ઇલેક્ટ્રિક કાર કોમ્પેક્ટ ડિઝાઇન સાથે રજુ કરવામાં આવી શકે છે.

પ્રતિકાત્મક તસ્વીર

Oppo ની ઇલેક્ટ્રિક કારનાં વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે સીટી ડ્રાઇવિંગનાં દ્રષ્ટિકોણથી ડિઝાઇન કરવામાં આવી રહી છે. સંભવ છે કે કંપની TATA, MG, Asher, OLA અને અન્ય કંપનીઓ સાથે મુકાબલો કરવા માટે અન્ય મોડલ પણ રજુ કરી શકે છે. Oppo બેટરી બનાવનાર કંપનીઓ અને પાર્ટ્સ સપ્લાયર્સની સાથે વાત કરી રહ્યું છે. તેની સાથે જ Oppo ટેસ્લા જેવી મોટી ઇલેક્ટ્રિક કંપનીઓને પણ પાર્ટસ સપ્લાય કરે છે.

પ્રતિકાત્મક તસ્વીર

ઇલેક્ટ્રિકલ વ્હીકલ લોન્ચ પહેલાં કંપની તમામ સપ્લાઇ ચૈનને વ્યવસ્થિત કરવા માંગશે. રિયલ-મી અને વનપ્લસ બાદ Oppo એ પણ ભારતમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવી દીધું છે. દિલચસ્પ વાત એ છે કે Oppo એ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે વર્ષ ૨૦૧૮ માં જ રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું.