Oreo બિસ્કીટનાં “ભજીયા” બાદ હવે માર્કેટમાં આવી ગઈ “ચોકલેટ મકાઈ”, વિડીયો જોઈને મોઢામાં આવી જશે પાણી

Posted by

આપણે ચોકલેટ વાળી મેગી જોઈ, ચોકલેટનાં સમોસા જોયા, ચોકલેટ વાળી સેન્ડવીચ જોઈ અને હવે સમય આવી ગયો છે કે આપણે “ચોકલેટ મકાઈ” નો વિડિયો પણ જોઇ લઇએ. તેને તમે મનુષ્યનાં રૂપમાં જન્મ લેવાનું નુકસાન કહેવા માંગો તો કહી શકો છો. હકીકતમાં આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે એક લારી પર મકાઈ વેચવામાં આવી રહી છે. આમ તો મકાઈ અલગ-અલગ રીતે વેચવામાં આવે છે, જેમકે ક્યારેક મસાલો લગાવીને તો ક્યારેક લીંબુ લગાવીને વેચી શકાય છે પરંતુ આ લારીવાળાએ મકાઈ પર પહેલા માખણ લગાવ્યુ બાદમાં ચોકલેટ સીરપ લગાવીને ક્રીમ અને અન્ય મસાલા છાંટી અને છેલ્લે લીંબુ લગાવ્યું.

આજકાલ લોકોનું જે મન કરે છે તે કોમ્બિનેશનમાં ખાવાનું કંઈપણ બનાવી લેતા હોય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં હાલનાં દિવસોમાં કોઈને કોઈ એવું ફુડ જરૂર વાયરલ થાય છે, જે પોતાના અનોખા કોમીનેશનનાં લીધે ચર્ચાનું કારણ બની જાય છે. થોડા દિવસો પહેલા અમે તમને Oreo બિસ્કીટનાં ભજીયાનાં વિશે જણાવ્યું હતું. હવે આજકાલ એક નવા પ્રકારનું અનોખુ ફુડ વાયરલ થઈ રહ્યું છે અને તે છે ચોકલેટની મકાઈ. તમે પોતાના જીવનમાં મીઠું-મરચું મસાલા વાળી મકાઇ તો ઘણીવાર ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય પણ ચોકલેટ મકાઈનું નામ સાંભળ્યું છે ?.

ચોકલેટ મકાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મકાઈની લારી લઈને ઉભો છે. આ વ્યક્તિ મકાઈ પર લીંબુ ની સાથે ચોકલેટ લગાવીને વેચે છે. આ વીડિયોને @Ashu_Journlist નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “મેગી બાદ સૌથી ખરાબ ચોકલેટ વાળી મકાઈ છે”.

આમ તો ખાવાની અલગ-અલગ ચીજો બજારમાં આવી રહી છે પરંતુ પોતાની પસંદગીની ખાવાની ચીજ ને ચોકલેટ પર કુરબાન થતા લોકો જોઈ શક્યા નહીં અને અલગ-અલગ કોમેન્ટ કરવા લાગ્યા છે. ટ્વિટર પર આ વીડિયોને શેર કરતાં એક યુઝરે કહ્યું છે કે, “હું તે લોકો માટે ચિંતિત છું, જે વેચી રહ્યા છે અને જે લોકો ખાઈ રહ્યા છે. અન્ય એક યુઝરે ખુબ જ મજાકિયા અંદાજમાં કહ્યું કે, “આ શું છે ભાઈ ?.” વળી અન્ય એક યુઝરે લખ્યું કે, “હવે બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું”. લોકો આ વીડિયો પર ઘણા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.