પગની આ આંગળીમાં છુપાયેલ છે લવ મેરેજ અને એરેન્જ મેરેજનું રહસ્ય, જાણો તમારા નસીબમાં શું લખાયેલું છે

Posted by

લગ્નનો ઉલ્લેખ આવતાં જ દરેકના હૃદયમાં એક છબી સામે આવે છે અને તેની સાથે સ્વપ્નોની દુનિયા વસાવવાનો વિચાર પણ. આપણું મન ના જાણે કેવી કલ્પનાઓમાં ખોવાય જાય છે. પરંતુ લગ્ન ફક્ત સપનું જ નહિ પરંતુ હકીકત પણ છે. તેથી તેનો નિર્ણય પણ હકીકતની દુનિયામાં લેવો પડતો હોય છે. લગ્નનો એક નિર્ણય તમારી પૂરી જિંદગીને પ્રભાવિત કરે છે. લગ્ન હંમેશા એ વ્યક્તિ સાથે જ કરવા જોઈએ જે તમને ખુશ રાખી શકે.

લગ્ન પછી પાર્ટનરનો વ્યવહાર બદલાઈ જશે આ આશા પર જિંદગીનો જુગાર ક્યારેય પણ રમવો ના જોઈએ. ઘણીવાર પહેલી નજરના પ્રેમને લોકો લગ્નનું રૂપ આપી દેતા હોય છે. પરંતુ લગ્ન પછી તેમને જાણ થાય છે કે ઉતાવળમાં તેમણે ખોટો નિર્ણય લઈ લીધો અને ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે. હકીકતમાં રિલેશનશિપ પાર્ટનરના કેરેક્ટર પર નિર્ભર કરતી હોય છે. લગ્ન હંમેશા વિનમ્ર અને ભાવનાત્મક સ્તર પર સ્થિર અને જવાબદાર વ્યક્તિ સાથે જ કરવા જોઈએ.

આજકાલ લોકોમાં એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે તેમના લગ્ન લવ મેરેજ થશે કે પછી અરેન્જ મેરેજ. ભલે લગ્નને લઈને તેમની કોઈપણ માનસિકતા હોય પરંતુ દરેક વ્યક્તિ પોતાના લગ્ન વિશે પહેલાંથી જ જાણવા માંગતા હોય છે. લગ્ન કરવામાં મોડું થશે કે પછી તેમના લગ્ન કોઈ ફિલ્મી કહાની જેવા હશે અથવા તો સામાન્ય લગ્ન જેવા હશે. લોકો આ બધી જ વાતો જાણવાની કોશિશમાં લાગેલા હોય છે. જોકે સૌથી મોટી ઉત્સુકતા એ વાતને લઈને હોય છે કે તેમના લગ્ન એરેન્જ મૅરેજ હશે કે લવ મેરેજ.

લવ મેરેજ કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અમુક લોકોની સામે મુશ્કેલી એટલી વધારે હોય છે કે લગ્ન બાદ તેમને ખુશીનો આનંદ નથી મળી શકતો જે તેને મળવો જોઈએ. તેમને લગ્ન કોઈ જંગ જેવું લાગતું હોય છે. જેના પર જાણે ઘણા વર્ષો પછી વિજય પ્રાપ્ત થયેલ હોય. સામાન્ય રીતે લોકોના મનમાં હંમેશા એ સવાલ ચાલતો રહે છે કે તેમના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ. તો તેનો જવાબ અમે લઈને આવ્યા છીએ. જો તમારી પાસે એક ચીજ છે તો સમજી જાઓ કે નક્કી તમારા લવ મેરેજ જ થશે.

પગની આંગળી બતાવશે લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ

પગને ખૂબ જ સારી રીતે ધોઈને સામે કોઈ સ્ટૂલ પર રાખીને બેસી જાવ. હવે અંગુઠાની બાજુની આંગળીને ખૂબ જ ધ્યાનથી જુઓ. જો અંગૂઠાની બાજુવાળી આંગળી અંગૂઠાથી થોડી નાની છે તો તમારા અરેન્જ મેરેજ થવાની સંભાવનાઓ રહેલી છે. જો અંગૂઠાની બાજુવાળી આંગળી અંગૂઠાના બરાબર છે તો પણ અરેન્જ મેરેજના યોગ છે. તેનાથી વિપરીત જો તમારી અંગૂઠાની બાજુ વાળી આંગળી અને અંગૂઠાથી મોટી છે તો તમારા લગ્ન લવ મેરેજ થઈ શકે છે. તમારા લગ્ન એ વ્યક્તિ સાથે જ થશે જેને તમે પ્રેમ કરતા હશો. તમારા બંનેનો પ્રેમ સફળ થશે અને તે વાત લગ્ન સુધી પહોંચી જશે. કહેવામાં આવે છે કે અંગૂઠાની બાજુ વાળી આંગળી અંગૂઠાથી મોટી હોય તો નિશ્ચિત રૂપથી લવ મેરેજ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *