પગની નસ ચડી જવાથી પરેશાન હોવ તો અપનાવો આ ૬ ઉપાયો, નસ નાં દુખાવામાંથી તરત જ મળશે રાહત

Posted by

નસ ચડવી ખુબ જ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને બેસેલા હોય ત્યારે, સુતેલા હોય ત્યારે કે પછી ઉભા-ઉભા પણ નસ ચડી જાય છે. મોટાભાગનાં લોકોને હાથ ની કે પગ ની નસ ચડી જતી હોય છે. જ્યારે આ નસ ચડે છે તો ખુબ જ દુખાવો થાય છે. જોકે મોટાભાગે તો આવું થોડા સમય માટે જ થાય છે પરંતુ ઘણીવાર વધારે સમય સુધી પણ રહે છે. તો ચાલો આખરે આ નસ કેમ ચડે છે ? અને તેનો ઉપાય શું છે? તેનાં વિશે જાણી લઈએ.

આ કારણનાં લીધે ચડી જાય છે નસ

નસ ચડવાનું સૌથી મુખ્ય કારણ શારીરિક કમજોરી હોય છે. જોકે તેના બીજા અન્ય કારણો પણ હોય છે. જેમ કે શરીરમાં પાણીની ઉણપ, લોહીમાં પોટેશિયમ અને કેલ્શિયમની ઉણપ, શરીરમાં મેગ્નેશિયમ અને મિનરલ્સની ઊણપ, વધારે પડતું દારૂ પીવો, કોઈ બિમારીનાં કારણે, શરીરમાં વધારે કમજોરી હોવા પર, વધારે ચિંતા કરવી, ખોટી પોઝિશનમાં બેસવું, ખોટો ખોરાક અને ઊંઘની ઊણપ વગેરે.

સ્ટ્રેચ

નસ ચડવા પર શરીરનાં ઉપરનાં ભાગમાં સ્ટ્રેચિંગ કરવી, તે સમસ્યામાંથી તરત જ રાહત અપાવી શકે છે. તમારા સ્નાયુઓ જે તરફ ખેંચાય છે, તેનાં ઓપોઝિટ ડાયરેક્શનમાં સ્ટ્રેચિંગ કરવાથી લાભ મળે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે તમે વધારે તાકાત લગાવીને પણ સ્ટ્રેચ ના કરો. તેનાથી જો રાહત નથી મળતી તો તેને વધારે પણ ના કરો.

મીઠું

જ્યારે નસ ચડી જાય છે તો મીઠું ચાટવાનું શરૂ કરી દો. મીઠામાં પોટેશિયમ હોય છે. શરીરમાં પોટેશિયમની ઉણપ થવાથી પણ નસ ચડી જાય છે એટલા માટે થોડું મીઠું ચાટવાથી ફાયદો થવા લાગે છે.

કેળા

કેળાનું સેવન પણ નસ ચડવા પર રામબાણ સારવાર સાબિત થાય છે. હકિકતમાં કેળામાં પણ પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે એટલા માટે જો નસ ચડવાનું કારણ શરીરમાં પોટેશિયમની ઉણપ હોય તો કેળુ ખાઈને નસ ને ઉતારી શકાય છે.

બરફ

નસ ચડવા પર બરફનો શેક પણ કરી શકાય છે. જ્યાં નસ ચડી ગઈ હોય ત્યાં કપડામાં બરફ નાખીને તેનાથી શેક કરો. આવું કરવાથી તરત જ આરામ મળે છે.

મસાજ

ગળું, હાથ અને પગની નસ ચડી જાય છે તો તેને એસેંશિયલ ઓઇલથી મસાજ કરવું લાભકારી હોય છે, તેનાથી લોહીનું ભ્રમણ વધે છે. બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. દર્દીને જલ્દી રાહત મળે છે.

પુરતી ઊંઘ

તમને આ ઉપાય જાણીને થોડું આશ્ચર્ય થઇ રહ્યું હશે પરંતુ તમે પર્યાપ્ત ઊંઘ લઈને પણ નસ ચડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. શરીરમાં જ્યારે પણ કંઈક નુકસાન થાય છે તો તે જાતે તેની સારવાર કરી લે છે. જોકે તેના માટે તમારે સામાન્યથી થોડા કલાક વધારે આરામ કરવો પડશે. વળી હેલ્ધી ભોજન પણ કરતાં રહેવું પડશે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.