પહેલી ફિલ્મ હિટ આપવા છતાં પણ બેરોજગાર થઇ ગયા હતાં સલમાન ખાન, ૬ મહિના સુધી ના મળ્યું હતું કોઈ કામ

બોલિવૂડમાં આજનાં સમયમાં સલમાન ખાનને સૌથી મોટા અને પ્રસિદ્ધ કલાકારોનાં રૂપમાં જોવામાં આવે છે. સલમાન ખાન બોલિવૂડમાં પાછલા ૩૨ વર્ષથી કામ કરી રહ્યા છે. સલમાને ઇન્ડસ્ટ્રીને અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે ૫૫ વર્ષની ઉંમરમાં પણ તે લીડ એક્ટરનાં રૂપમાં ફિલ્મોમાં નજર આવે છે. તેમને આજે કોઈની પણ ઓળખની જરૂર નથી.

સલમાન ખાને પોતાના કામ, એક્શન, એક્ટિંગ અને લુકસને લઈને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક સારું નામ બનાવ્યું છે. સલમાન ખાન એક એવા કલાકાર છે, જે દરેક સમયે ચર્ચામાં રહે છે. તે ફિલ્મોની સાથે-સાથે ટીવી અને વિજ્ઞાપનની દુનિયામાંથી પણ સારી એવી કમાણી કરી લે છે. આજે તે એક ફિલ્મ માટે લગભગ ૫૦ કરોડ રૂપિયા ફી લે છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે હિટ ફિલ્મો આપવા છતાં પણ તેમને ૬ મહિના સુધી કામ વગર ઘરે બેસવું પડ્યું હતું. ચાલો આજે અમે તમને તે કિસ્સાનાં વિશે જણાવી દઈએ.

સલમાન ખાનનો જન્મ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ શહેર ઈન્દોરમાં ૨૭ ડિસેમ્બર ૧૯૬૫નાં રોજ થયો હતો. સલમાન ખાનનું પૂરું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે તેમણે ફક્ત સલમાન ખાન નામ રાખવાનો નિર્ણય કર્યો. સલમાન પોતાના માતા-પિતાના બધા જ બાળકોમાં સૌથી મોટા છે. તેમને બે ભાઈ અને બે બહેનો છે.

આજે દેશ-દુનિયામાં સલમાનના કરોડોની સંખ્યામાં ફેન્સ રહેલા છે. તેમને લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેમની ફિલ્મોને પણ ફેન્સનો ખૂબ જ પ્રેમ મળે છે. સલમાન ખાનની વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ “બીવી હો તો એસી” માં કામ કર્યું હતું પરંતુ તેમાં તેમના રોલને ખૂબ જ નાનો બતાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેત્રી રેખા મુખ્ય રોલમાં હતી.

સલમાન ખાને વર્ષ ૧૯૮૯માં મુખ્ય અભિનેતાના રૂપમાં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે વર્ષે તેમની પહેલી ફિલ્મ “મૈને પ્યાર કિયા” આવી અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મમાં સલમાન ખાનના કામની ખુબ જ પ્રશંસા કરવામાં આવી પરંતુ આ ફિલ્મ કર્યા બાદ તે ૬ મહિના સુધી બેરોજગાર રહ્યા હતાં. હિટ ફિલ્મ આપવા છતાં પણ તેમને કામ મળ્યું નહી.

સલમાનખાને એકવાર પોતાના ઈન્ટરવ્યુમાં તેમના વિશે વાત કરી હતી. સલમાન ખાને જણાવ્યું હતું કે ફિલ્મ કરિયરની શરૂઆત દરમિયાન તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને તેમણે ઘણા બધા ધક્કાઓ પણ ખાધા છે. ખૂબ જ મુશ્કેલીથી તેમના હાથમાં ફિલ્મ “મૈને પ્યાર કિયા” આવી હતી. તેમણે જણાવ્યું કે હું કરિયરની શરૂઆતમાં કામ મેળવવા માટે ભટકતો હતો. લોકોની પાસે કામ માંગવા માટે જતો હતો. કોઈ હાઈટ તો કોઈ ઉંમર ના લીધે હીરોનો રોલ આપતા ના હતાં.

સલમાન ખાને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેં જ્યારે ફિલ્મ મૈને પ્યાર કિયા કરવાનો નિર્ણય કર્યો તો લોકોએ મને આ ફિલ્મમાં કામ કરવા માટે મનાઈ કરી હતી અને મને ડરાવવામાં પણ આવ્યો હતો કે તે આ ફિલ્મમાં કામ ના કરે. પરંતુ ફિલ્મ હિટ સાબિત થઈ. જણાવી દઈએ કે ત્યારબાદ સલમાન ખાને ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી.

લેખક બનવા માંગતા હતાં સલમાન

જણાવવામાં આવે છે કે સલમાન અભિનેતા નહી પરંતુ લેખક બનવા માંગતા હતાં. તે પોતાની ફિલ્મ “બાગી” ની કહાનીમાં પણ યોગદાન આપી ચૂક્યા છે. સાથે જ પોતાની બે અને બીજી ફિલ્મોની કહાની પણ તેમણે લખેલી છે. જણાવી દઈએ કે સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ એક સ્ક્રીપ્ટ રાઈટર છે. તે બોલિવૂડને ઘણી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે.

આ વર્ષે ના આવી શકી કોઈ ફિલ્મ

કોરોના મહામારી અને લોકડાઉનનાં લીધે સલમાન ખાનની આ વર્ષે કોઈપણ ફિલ્મ રીલિઝ થઈ શકી નહી. તેમની ફિલ્મ “રાધે” આ વર્ષે ઈદ પર આવવાની હતી પરંતુ તેને હવે નવા વર્ષમાં ઈદના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે, વળી સલમાને ફિલ્મ “અંતિમ” નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેમાં તે પોતાના જીજા આયુષ શર્માની સાથે નજર આવશે.