પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે શુક્રવારના દિવસે જન્મેલી યુવતીઓ, જાણો તેમની અન્ય ખૂબીઓ

Posted by

હિંદુ રીતી-રિવાજોમાં શુક્રવારને દેવી માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. તેવામાં આ દિવસે જન્મેલી યુવતીઓને પણ માં લક્ષ્મીનું જ એક સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર શુક્રવારનાં દિવસે જન્મેલી યુવતીઓ ખૂબ જ ખાસ હોય છે કારણ કે તેમના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. કહેવામાં આવે છે કે આ દિવસે જન્મેલી યુવતીઓ ઘણા ગુણોની માલિક હોવાની સાથે-સાથે કિસ્મતની ધની પણ હોય છે. તેવામાં જો તમારો જન્મ કે તમારા કોઈ અંગત વ્યક્તિનો જન્મ શુક્રવારના રોજ થયેલો છે તો આજે અમે તમને તેમના વિશે ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ શુક્રવારના દિવસે જન્મેલી યુવતીઓના વિશે અમુક દિલચસ્પ વાતો.

દેખાવમાં આકર્ષક

શુક્રવારનાં દિવસે જન્મેલી યુવતીઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક અને સુંદર હોય છે. તેમની મોટી મોટી આંખો અને સાફ રંગ કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરવા માટે કાફી હોય છે. એટલું જ નહી આ દિવસે જન્મેલી મોટાભાગની યુવતીઓના વાળ વાંકડિયા હોય છે, જે તેમની સુંદરતા પર ચાર ચાંદ લગાવે છે.

કલાપ્રેમી

આ યુવતીઓ સુંદર હોવાની સાથે સાથે કલાપ્રેમી પણ હોય છે. તેમને સંગીત, લેખન, પેઇન્ટિંગ, કુકિંગ અને ફેશન જેવી ચીજોમાં ખૂબ જ રૂચી હોય છે, તેથી તે પોતાના જીવનમાં નવી નવી ચીજો એક્સપ્લોર કરતી રહે છે.

કેરિંગ

શુક્રવારનાં દિવસે જન્મેલી યુવતીઓ દરેક પરિસ્થિતિમાં પોતાના મિત્રો અને પરિવારના લોકોને સાથ આપે છે, તેથી તે ખૂબ જ વધારે કેરિંગ નેચરની હોય છે અને સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ તે હંમેશા તેમનો સામનો કરવા માટે તૈયાર રહેતી હોય છે.

પૈસાની બાબતમાં હોય છે ભાગ્યશાળી

આ યુવતીઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા હોય છે, તેથી તેમને જીવનમાં ક્યારેય પણ ધન-દોલતની કમીનો સામનો કરવો પડતો નથી. તેમને ઓછી મહેનતમાં જ સફળતા મળી જાય છે અને તે આર્થિક રૂપથી ખૂબ જ મજબૂત હોય છે.

ખુશમિજાજ અને મિલનસાર

આ યુવતીઓ ધન-દોલતની બાબતમાં તો અમીર હોય જ છે સાથે જ સ્વભાવથી પણ ખૂબ જ ખુશમિજાજ અને મિલનસાર હોય છે. તેમનાં આ સ્વભાવના કારણે જ દરેક વ્યક્તિ તેમનું મિત્ર બનાવવાનું પસંદ કરે છે તેથી તેમનું ફ્રેન્ડ લિસ્ટ પણ ખૂબ જ લાંબું હોય છે.

ઈર્ષાળુ

તે સ્વભાવથી સારી જરૂર હોય છે પરંતુ તે સામેવાળા વ્યક્તિથી વધુ ઝડપથી ઈર્ષા અનુભવે છે. હકીકતમાં જો તેમનો કોઈ મિત્ર કે પરિવારનું સદસ્ય તેમનાથી આગળ વધી જાય છે તો તેમને ઈર્ષા મહેસૂસ થવા લાગે છે.

વાતોથી ઇમ્પ્રેસ કરવા વાળી

આ યુવતીઓને વાતોથી સામેવાળાને પ્રભાવિત કઈ રીતે કરવા તેની તેમને ખૂબ જ સારી રીતે જાણ હોય છે. તે પોતાની વાત રજૂ કરીને એક અલગ અંદાજથી જ દરેક વ્યક્તિને ઈમ્પ્રેસ કરી લેતી હોય છે.

ફેશનેબલ

શુક્રવારનાં દિવસે જન્મેલી યુવતીઓને નવી ફેશનના હિસાબથી તૈયાર થવું ખૂબ જ પસંદ હોય છે અને તે કોઈના અનુસાર પોતાના માટે ચીજો ખરીદતી નથી, તેથી તે પોતાના જીવનની દરેક મોમેન્ટને એન્જોય કરે છે.

સ્વાસ્થ્ય

આ દિવસે જન્મેલી યુવતીઓ શિયાળાની ઋતુમાં ખૂબ જ જલ્દી શરદી, ઉધરસ અને તાવની ઝપેટમાં આવી જતી હોય છે. તેવામાં તેમને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ રહેવાની જરૂરિયાત હોય છે. એટલું જ નહી વધતી ઉંમરની સાથે તેમને હાડકાઓ સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *