પૈસા વસુલ ડીલ, ૨૮ હજાર રૂપિયા વાળો 5G Oppo મોબાઈલ માત્ર ૮૬૯૯ રૂપિયામાં મળી રહ્યો છે, ૮ જીબી રેમ સાથે અન્ય પણ ઘણા બધા શાનદાર ફીચર્સ

દમદાર કેમેરો અને સુંદર લુક વાળો ફોન લેવા માંગતા હોવ તો નવો Oppo F21 Pro મોબાઈલ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ ફોનને તમે ૯૦૦૦ થી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે આ ફોનની MRP ૨૭,૯૯૯ રૂપિયા છે. હકિકતમાં હાલમાં જ લોન્ચ થયેલ Oppo F21 Pro કિંમતમાં ભારે ઘટાડા સાથે મળી રહ્યો છે. આ ફોનને “ડીલ ઓફ ધ ડે સ્કીમ” અંતર્ગત ભારે ડિસ્કાઉન્ટ સાથે એમેઝોન પરથી ખરીદી શકાય છે.

Advertisement

એમેઝોન ડિસ્કાઉન્ટની સાથે એક્સચેન્જ બોનસ અને ઘણી બધી બેંક ઓફર પણ પ્રદાન કરી રહી છે. જેમ કે અમે તમને જણાવ્યું કે ફોન “ડીલ ઓફ ધ ડે” અંતર્ગત મળી રહ્યો છે તેથી તમારે આ ઓફરનો આજે જ ફાયદો ઉઠાવવો જોઇએ. તો ચાલો તમને વિસ્તારમાં જણાવી દઈએ કે દમદાર કેમેરો અને સુંદર લુક વાળા આ ફોનને ૯ હજારથી પણ ઓછી કિંમતમાં તમે કઈ રીતે ખરીદી શકો છો.

૯૦૦૦ થી પણ ઓછી કિંમતમાં ખરીદો ૨૮ હજારનો ફોન

એમેઝોન લિસ્ટિંગ અનુસાર સનસેટ ઓરેંજ કલરમાં ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ વાળો Oppo F21 Pro ની MRP ૨૭,૯૯૯ રૂપિયા છે પરંતુ તેને ૧૮% ની છુટ સાથે માત્ર ૨૨,૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે ૫ પાંચ હજાર રૂપિયા ઓછી કિંમતમાં મળી રહ્યો છે પરંતુ આ ઓફર અહીંયા જ ખતમ થતી નથી. આ ફોનને હજુ પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. બસ તેના માટે તમારી પાસે એક જુનો ફોન હોવો જોઈએ.

આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે જો તમે આ મોબાઇલને એક્સ્ચેન્જમાં ખરીદો છો તો તમને ૧૨,૩૦૦ રૂપિયા સુધીની છુટ મળી શકે છે. અહીંયા ધ્યાન આપવા વાળી વાત એ છે કે એક્સચેન્જ ઓફર માટે એપ્લાય કરતાં પહેલા તમારી તે જાણવું જરૂરી બની જાય છે કે તમારા લોકેશન પર તમને આ ઓફર મળી રહી છે કે નહી. તેના માટે તમારે એમેઝોન પર પીનકોડ નાખીને ચેક કરવું પડશે. તેના સિવાય એમેઝોન ઘણી બધી બેંક ઓફર પણ પ્રદાન કરી રહી છે.

  • બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ નોન ઈ.એમ.આઈ ટ્રાન્ઝેક્શન પર ૧૫૦૦ રૂપિયા સુધીનું ૧૦% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ. ન્યુનત્તમ ખરીદી કિંમત ૭૫૦૦ રૂપિયા.
  • બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ ઈ.એમ.આઈ ટ્રાન્ઝેક્શન પર ૨૦૦૦ રૂપિયા સુધીનું ૧૦% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ. ન્યુનતમ ખરીદી કિંમત ૭૫૦૦ રૂપિયા.
  • સ્ટાન્ડર્ડ ચાર્ટડ ક્રેડિટ કાર્ડ ઈ.એમ.આઈ ટ્રાન્ઝેક્શન પર ૧૫૦૦ રૂપિયા સુધીનું ૭.૫% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ.
  • એચએસબીસી ક્રેડિટ કાર્ડ ઈ.એમ.આઈ ટ્રાન્ઝેક્શન પર ૨૦૦૦ રૂપિયા સુધીનું ૭.૫% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ.
  • એટલે કે જો તમને આ બધી જ ડિસ્કાઉન્ટનાં બેનિફિટ્ મળી જાય છે તો Oppo F21 Pro
  • (૮ જીબી રેમ અને ૧૨૮ સ્ટોરેજ) મોબાઈલને તમે માત્ર ૮૬૯૯ રૂપિયામાં (૨૨૯૯૯-૧૨૩૦૦+૨૦૦૦) માં ખરીદી શકો છો.

Oppo F21 Pro 5G ની ખાસિયત

આ ફોનમાં ૬.૪ ઈંચની FHD+AMOLED પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 60Hz રિફ્રેશ રેટ ઓફર પ્રદાન કરે છે. આ ફોન એન્ડ્રોઇડ ૧૨ પર બેસ્ડ કલર ઓ.એસ. ૧૨ પર ચાલે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ૬૪ મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, ૨ મેગાપિક્સલ ડેપ્થ કેમેરા અને ૨ મેગાપિક્સલ માઈક્રો કેમેરા આપવામાં આવેલ છે. પાછળની સાઈડમાં ડ્યુઅલ ઓરબીટ લાઈટ આપવામાં આવી છે. આગળની સાઈડ સેલ્ફી માટે ૧૬ મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 33W સુપરવુક ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 4500 mAh ની બેટરી આપવામાં આવી છે.

Advertisement