પલાળેલી બદામ ખાવાથી મળશે અઢળક ફાયદાઓ, ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને સારું જાળવવા માટે ઘણી બધી ચીજોનું સેવન કરતા હોય છે. જોકે જોવામાં આવે તો એવી ઘણી બધી ચીજો છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ચીજોમાંથી એક છે બદામ. જો બદામનું દરરોજ નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદાઓ મળે છે. બદામનું સેવન કરવાથી શરીરને મજબૂતી મળે છે. બદામમાં ઘણા પ્રકારના પ્રોટીન, વિટામિન અને મિનરલ મળી આવે છે. આ કારણથી ઘણા લોકો એવા છે જે સવારે બદામનું સેવન કરતા હોય છે. આમ તો દરેક સિઝનમાં બદામનું સેવન કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને ઠંડીની સિઝનમાં બદામનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સુકી બદામની જગ્યાએ રાતના સમયે બદામને પલાળીને સવારે તેમનું સેવન કરો છો તો તેનાથી મળનારા ફાયદાઓ ઘણા બધા વધી જાય છે. આજે અમે પલાળેલી બદામ ખાવાથી તમને શું શું ફાયદાઓ મળે છે તેમના વિશે જાણકારી આપીશું.

જાણો શા માટે હોય છે પલાળેલી બદામ ફાયદાકારક

આમ તો સૂકી બદામ પણ લોકો ખાય છે પરંતુ જો તમે પલાળેલી બદામ ખાઓ છો તો તેનાથી તમને ઘણા બધા લાભ મળે છે. તમને જણાવી દઈએ કે બદામની છાલમાં ટૈનીન નામનું તત્વ અને ખાસ એસિડ મળી આવે છે, જે શરીરમાં પોષક તત્વોને અવશોષિત થવાથી રોકે છે. આ સ્થિતિમાં જો તમે બદામને પલાળીને તેમની છાલને ઉતારીને સેવન કરો છો તો બદામમાં રહેલા બધાં જ પોષકતત્વો તમને પૂરી માત્રામાં પ્રાપ્ત થઈ જાય છે અને શરીર પણ તેમને સરળતાથી અવશોષિત કરી લે છે. બદામમાં વિટામિન, ઓમેગા-૩ ફૈટી એસિડ, ફાઇબર અને પ્રોટીનની ભરપૂર માત્રા મળી આવે છે.

બ્લડ સર્ક્યુલેશન અને યાદશક્તિ સારી બનાવે છે પલાળેલી બદામ

પલાળેલી બદામમાં પોટેશિયમની માત્રા સૌથી વધારે મળી આવે છે અને તેમાં સોડિયમ ઓછી માત્રામાં હોય છે. જેના લીધે રક્તસંચાર યોગ્ય રીતે થતું રહે છે અને તમારા શરીરના બધા ભાગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી જાય છે. જો તમે પલાળેલી બદામનું સેવન કરો છો તો તેનાથી તમારી યાદશક્તિ વધે છે.

વજનમાં થશે ઘટાડો અને પાચનશક્તિ થશે મજબૂત

સુકેલી બદામથી વધારે પલાળેલી બદામમાં પ્રોટીન મળી આવે છે, તેના સિવાય પલાળેલી બદામમાં ફાયબર ભરપૂર માત્રામાં મળી આવે છે. જો તમે પલાળેલી બદામનું સેવન કરો છો તો તેનાથી તમારું પાચન યોગ્ય રહે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો પણ અહેસાસ થાય છે, જેના લીધે તમે ઓછું ભોજન કરી શકશો. ઓછું ભોજન કરવાના લીધે તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે પલાળેલી બદામ

ગર્ભવતી મહિલાઓ માટે પલાળેલી બદામ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પલાળેલી બદામમાં ફોલિક એસિડની માત્રા કાચી બદામ કરતાં ઘણી વધારે હોય છે. જેના લીધે પલાળેલી બદામ ગર્ભાવસ્થામાં ખાવામાં આવે તો તેનાથી નયુરલ ટ્યુબમાં થનાર ડિફેક્ટસથી બચી શકાય છે. જો ગર્ભવતી મહિલાઓ પલાળેલી બદામનું સેવન કરે છે તો તેનાથી ગર્ભમાં રહેલા બાળકના મગજનો ખૂબ જ ઝડપથી વિકાસ થાય છે.