જો તમે મોટી કાર લેવા માટે વિચારી રહ્યા છો તો બજારમાં ઘણા વિકલ્પો રહેલાં છે પરંતુ જો તમે ઓછા બજેટમાં મોટી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી તમને બજારમાં સીમિત માત્રામાં જ વિકલ્પ મળશે. ખાસ કરીને ઓછા બજેટમાં ૭ સીટર કાર ખુબ જ ઓછી મળે છે. તો ચાલો આજે અમે તમને આ સસ્તી કાર વિશે જણાવી દઈએ.
Renault Triber
ઓછા બજેટમાં જો તમે સારી સારી કાર ખરીદવા માંગો છો તો પહેલો વિકલ્પ Renault Triber છે. કંપનીએ તેને વર્ષ વર્ષ ૨૦૧૯ માં બજારમાં લોન્ચ કરી હતી. અત્યાર સુધીમાં તેનાં ૧ લાખ થી પણ વધારે યુનિટ વેચાઈ ચુક્યા છે. ભારતીય બજારમાં મિડલ ક્લાસ ફેમિલી માટે તે એક શાનદાર કાર છે. તેનો લુક કોઈ પ્રીમિયમ કારથી ઓછો નથી.
ભારતીય બજારમાં Triber કાર ની શરૂઆતની કીમત ૫.૬૯ લાખ રૂપિયા છે. Renault Triber માં 999cc નું ૩ સિલિન્ડર વાળું એન્જિન આપવામાં આવ્યું છે, જે 6250 rpm પર 71 hp નો પાવર અને 3500 rpm પર 96 NM નો ટોર્ક જનરેટ કરે છે. ફિચર્સની વાત કરીએ તો Triber માં ૮ ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ફોન્ટમેન્ટ સિસ્ટમ, સેકન્ડ એન્ડ થર્ડ રો સીટ માટે એસી વેંટ્સ અને સેફ્ટી માટે એર બેગ જેવા ફીચર્સ છે.
Datsun Go Plus
જો તમે Triber થી સસ્તી ૭ સીટર કાર શોધી રહ્યા છો તો પછી Datsun Go Plus ખરીદી શકો છો, જેની શરૂઆતની કિંમત ૪.૨૫ લાખ રૂપિયા છે. ફેમિલી માટે આ એક સૌથી સસ્તી કાર છે. તેનો લુક ખુબ જ શાનદાર છે. Datsun Go Plus માં 1198 CC માં ૩ સિલિન્ડર SOHC પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5000 RPM પર 67 HP નો પાવર અને 4000 RPM પર 104 NM નો ટોર્ક જનરેટ કરે છે.
Maruti Suzuki Eeco
મારુતિની સૌથી વધારે વેચાતી કારમાંથી એક Maruti Suzuki Eeco છે. આ કાર ૫ સીટર અને ૭ સીટર બંને વિકલ્પમાં ઉપલબ્ધ છે. Maruti Suzuki Eeco ની શરૂઆતની કિંમત ૪.૫૩ લાખ રૂપિયા છે. જો એન્જિનની વાત કરીએ તો Eeco માં 1196 CC નું ૪ સિલિન્ડર વાળું પેટ્રોલ એન્જીન છે, જે 6000 RPM પર 72.41 HP નો પાવર અને 3000 RPM પર 101 NM નો ટોર્ક જનરેટ કરે છે. Maruti Suzuki Eeco પેટ્રોલ કાર ૧૬.૧૧ કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે. જોકે સીએનજીમાં ૨૧.૯૪ કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપી શકે છે.
Maruti Suzuki Ertiga
આ સિવાય Maruti Suzuki Ertiga પણ મીડલ ક્લાસ મોટી ફેમિલી માટે સારી કાર છે. આ ૭ સીટર કારની શરૂઆતની કિંમત ૮.૧૩ લાખ રૂપિયા છે. આ કાર સીએનજી વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં આ કારની ખુબ જ ડિમાન્ડ છે અને હાલમાં ૬ મહિનાનો વેઇટિંગ પીરિયડ પણ ચાલે છે.
Kia Carens
આ સિવાય તમે Kia Carens પણ ખરીદી શકો છો. જેની શરૂઆતની કિંમત ૮.૯૯ લાખ રૂપિયા છે. કંપનીએ એ તેને હાલમાં જ લોન્ચ કરી છે. વળી જો બજેટ થોડું વધારે છે તો પછી તમે મહિન્દ્રાની ૭ સીટર કાર Mahindra Marazzo ખરીદી શકો છો. તેની શરૂઆતની કિંમત ૯.૬૧ લાખ રૂપિયા છે. આ સેગમેંટમાં Toyota Innova પણ સારો વિકલ્પ છે. લાંબી મુસાફરીમાં જો Innova નો સાથ મળી જાય છે તો મુસાફરી ખુબ જ આરામદાયક થઈ શકે છે. Toyota Innova Crysta ની શરૂઆતની કિંમત લગભગ ૧૬ લાખ રૂપિયા છે.