પાંચ પ્રકારના હોય છે પુરુષોના પ્રેમ સંબંધ, જો તમારો પતિ પણ આવું કરે તો ઉઠાવો આ પગલું

કોઈપણ લગ્નને લાંબા સમય સુધી ચલાવવા માટે પતિ પત્નિ વચ્ચે પરસ્પર સમજણ, પ્રેમ, ઈમાનદારી અને વફાદારીનું હોવું ખૂબ જ જરૂરી છે. જો સંબંધમાં આ મૂળભૂત બાબતો ના હોય તો તેને તૂટતાં વાર નથી લાગતી. લગ્ન બાદ પુરુષો ઘણીવાર બહારની સ્ત્રીને જોઈને તેનો પગ લપસી જતો હોય છે. પરંતુ દરેક વખતે બસ આ જ કારણ નથી હોતું.

ઘણી બાબતોમાં બળજબરીથી લગ્ન, રોમાન્સનો અભાવ અથવા તો મેનમેળ પણ પતિના વધારાના અફેરનું કારણ બની જાય છે. તેવામાં દરેક પત્નીએ તે જાણવું જોઈએ કે પતિઓના આ પ્રેમ સંબંધ પણ ક્યાં ક્યાં પ્રકારના હોય છે. જ્યારે તમે તમારા પતિના પ્રેમ સંબંધનો પ્રકાર જાણી લેશો તો તે પરિસ્થિતીનો સામનો કરવો સરળ બની જશે.

સાચો પ્રેમ

આ પ્રકારનો પ્રેમ સંબંધ શારીરિક સંબંધ વાળા અફેર કરતાં પણ વધારે ખતરનાક હોય છે. તેમાં પુરુષને એક બહારની મહિલા સાથે સાચો પ્રેમ થઈ જાય છે. તે તેના માટે ઘણું બધુ અનુભવવા લાગે છે. આ ચક્કરમાં તેમનું પોતાની પત્નિના પ્રતિ પ્રેમ ઓછો થવા લાગે છે. ત્યાં સુધી કે તે વ્યક્તિ પોતાની પત્નિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પણ ખચકાટ અનુભવે છે. તેમના મગજમાં ફક્ત તે જ મહિલાના વિચારો ચાલતા હોય છે. ઘણા મામલાઓમાં તે મહિલા તે પુરુષનો પ્રથમ પ્રેમ પણ હોય શકે છે. આ સ્થિતિમાં પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં પોતાના પતિને પૂછી લેવું જોઈએ કે તે બહારની મહિલાને ભૂલી શકશે કે નહી. જો પુરુષનો જવાબ ના હોય તો છૂટાછેડા લઈને આગળ વધી જવામાં જ સમજદારી છે.

શારીરિક સંબંધ

આ પ્રકારના અફેરમાં પતિને બહારની સ્ત્રી પાસેથી ફક્ત શારીરિક સંબંધની જ લાલચ હોય છે. તે તેને પ્રેમ નથી કરતાં. બસ ટાઈમપાસ અને મજા કરવા માટે જ તેમની સાથે સંબંધ બાંધી લે છે. આ સ્થિતિમાં પત્નિ પર વાત આવીને અટકી જાય છે. જો તે પોતાના પતિને એક તક આપવા માંગે છે તો આપી શકે છે. જો તે તમારી સાથે ત્યારબાદ પણ વફાદાર રહે છે તો તમારું ઘર તૂટવાથી બચી શકે છે. પરંતુ જો તેની આ ભૂલનું વારંવાર પુનરાવર્તન કરે છે તો તેને છોડી દેવામાં જ ભલાઈ છે.

ભાવનાત્મક બંધન

આ પ્રકારના અફેરમાં પતિને બસ બહારની મહિલા પ્રત્યે ફક્ત સહાનુભૂતિ હોય છે. તે તેનું સારું કરવા વિશે વિચારે છે અને તેમનું ભલું કરવા માંગે છે. તેને તે મહિલા સાથે મળવું અને પોતાની વાતો શેર કરવી સારી લાગતી હોય છે. આ પ્રકારના અફેર ના લીધે પતિ પોતાની પત્નિની સાથે ભાવનાત્મક રૂપથી દૂર થવા લાગે છે. તેવામાં પત્નીએ પોતાના પતિને સ્પષ્ટ શબ્દોમાં પૂછી લેવું જોઈએ કે તે આ લગ્નને આગળ વધારવા માંગે છે કે નહી.

એકતરફી પ્રેમ

જ્યારે પતિનું બહારની મહિલા સાથે વધારે પડતું ઊઠવું-બેસવું અને હળવું-મળવું હોય છે તો તે તેની તરફ આકર્ષવા લાગે છે. તેમાં તે મહિલા તો તમારા પતિને પ્રેમ નથી કરતી હોતી પરંતુ તે પુરુષ તેમના પ્રેમમાં શેખ ચિલ્લીના સપના જોવા લાગે છે. આ સ્થિતિમાં પતિ ના તો તે મહિલા સામે ખૂલીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે કે ના તો પોતાની પત્નિને છોડી શકે છે.

મુશ્કેલીઓમાં સાથ

આવા પ્રકારના પ્રેમ સંબંધ જીવનમાં આવેલી મુશ્કેલીઓને લીધે બને છે. જેમ કે પતિની માં નું મૃત્યુ, સ્વાસ્થ્ય સંકટ, નોકરી છૂટી જવી, પત્નિ સાથે ઝગડા જેવી પરિસ્થિતી તેનું કારણ બને છે. જો આ પરિસ્થિતીમાં તેને કોઈ મહિલા પાર્ટનર સપોર્ટ કરે છે તો તેને તે મહિલા સાથે પ્રેમ થઈ જાય છે. બીજો એક પ્રેમ સંબંધ એવો પણ હોય છે જેમાં પતિ એક મુશ્કેલ પરિસ્થિતીમાં ફસાયેલ મહિલાની મદદ કરવા લાગે છે અને બનેને પ્રેમ થવા લાગે છે. આ પરિસ્થિતીમાં પત્નીએ પોતાના પતિને ચેતવણી કે ભાવનાત્મક ટેકો આપવો જોઈએ. તેને એક તક જરૂર આપવી જોઈએ. જો તે સુધારી જાય તો ઠીક નહિતર ટાટા બાય બાય કરી લો.