પાંડવો અને ભગવાન શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ, બાદમાં શિવજીએ પાંડવોને આપ્યો હતો કળયુગમાં જન્મ લેવાનો શ્રાપ

Posted by

હિન્દુ ધર્મમાં ભગવાન શિવજીને બધા જ દેવી-દેવતાઓમાં સૌથી મોટા માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવજી જ દુનિયાને ચલાવે છે. તેઓ જેટલા ભોળા છે તેટલા જ ગુસ્સાવાળા પણ છે. શાસ્ત્રો પ્રમાણે સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે. શિવજીને પ્રસન્ન કરવા માટે લોકો વ્રત કરે છે. મહાભારત યુદ્ધનાં અંતમાં અશ્વત્થામા પાંડવનાં પુત્રનો વધ કરી દે છે પરંતુ શું તમે એ જાણો છો કે પાંડવો પોતાનાં પુત્રની હ-ત્યા માટે ભગવાન શિવજીને દોષી માનીને તેમની સાથે યુધ્ધ કરવા લાગે છે. તો ચાલો તમને જણાવી દઈએ પાંડવ અને ભગવાન શિવજી સાથે જોડાયેલી આ પૌરાણિક કથા વિશે.

પાંડવોનું ભગવાન શિવજી સાથે યુદ્ધ

મહાભારત યુદ્ધનો અંતિમ દિવસ હતો. યુદ્ધનાં અંતિમ દિવસે દુર્યોધને અશ્વત્થામાને પોતાની સેનાનાં સેનાપતિ નિયુક્ત કર્યા હતાં. પોતાની મૃ-ત્યુની રાહ જોઈ રહેલા દુર્યોધને અશ્વત્થામાને કહ્યું હતું કે, “મારે કોઈપણ રીતે પાંચ પાંડવોનું કપાયેલું માથું જોવું છે”.

અશ્વત્થામાએ રચ્યું હતું પાંડવોની મૃ-ત્યુનું ષડયંત્ર

દુર્યોધનને વચન આપીને અશ્વત્થામા પોતાના બચેલા અમુક સૈનિકો સાથે પાંડવોની મૃ-ત્યુનું ષડયંત્ર રચવા લાગ્યા હતાં. બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતાં કે મહાભારતનાં અંતિમ દિવસે કાળ કંઈક ને કંઈક ચક્ર જરૂર ચલાવશે. આ સંકટથી બચવા માટે શ્રીકૃષ્ણ એ ભગવાન શિવજીની વિશેષ સ્તુતિ આરંભ કરી દીધી હતી. સ્તુતિ કરતાં શ્રીકૃષ્ણ એ ભગવાન શિવને કહ્યું કે, હે જગતનાં પાલનકર્તા, ભુતો નાં સ્વામી, હું તમને પ્રણામ કરું છું. ભગવાન તમે મારા ભક્ત પાંડવોની રક્ષા કરો”.

શ્રીકૃષ્ણની સ્તુતિ સાંભળીને ભગવાન શિવજી નંદી પર સવાર થઈને હાથમાં ત્રિશુળ લઇને પાંડવોની રક્ષા કરવા માટે આવી ગયા. બધા જ પાંડવો તે સમયે શિબિરની નજીક સ્થિત નદીમાં સ્નાન કરી રહ્યા હતાં. મધ્યરાત્રીમાં અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય ત્રણેય પાંડવોની શિબિર પાસે આવ્યા પરંતુ જ્યારે ત્રણેય એ શિબિરની બહાર ભગવાન શિવજીને પહેરો આપતા જોયા તો તેઓ ગભરાઈ ગયા. બાદમાં તેમણે પણ ભગવાન શિવજીની સ્તુતિ વંદના આરંભ કરી દીધી. ભગવાન શિવજી તો પોતાનાં દરેક ભક્ત પર ખુબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે એટલા માટે તેઓ તે ત્રણેય પર પણ પ્રસન્ન થઈ ગયા.

વરદાનનાં રૂપમાં તેમને અશ્વત્થામાને એક તલવાર આપી અને તેમણે પાંડવોની શિબિરમાં જવાની આજ્ઞા પણ આપી દીધી. બાદમાં અશ્વત્થામા એ પોતાનાં બંને સાથીઓ સાથે પાંડવોની શિબિરમાં ઘુસી ધૃષ્ટદ્યુમ્ન સાથે પાંડવોનાં પુત્રોનો વધ કરી દીધો. ત્યારબાદ તે ત્રણેય પાંડવોના કપાયેલ માથું લઈને પરત આવી ગયા. તે સમયે શિબિરમાં એકલા બચેલા પાર્ષદશુદ એ આ જનસંહારની જાણ પાંડવોને કરી.

પાંડવનાં પુત્રોની થઈ હ-ત્યા

જ્યારે આ જાણ પાંડવોને થઈ તો તેઓ શોકમાં ડુબી ગયા અને વિચારવા લાગ્યા કે સ્વયં મહાદેવ રહેતા કોણે શિબિરમાં ઘુસીને અમારા પુત્રોની હ-ત્યા કરી હશે?. આ બધુ શિવજીનું જ કર્યું છે. ક્રોધમાં મર્યાદા ભુલીને તેઓ ભગવાન શિવજીને જ પડકારવા લાગ્યાં. ત્યારબાદ પાંડવો અને ભગવાન શિવજી વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. પાંડવો જેટલા પણ અસ્ત્ર ભગવાન શિવજી પર ચલાવતા હતાં, તે બધા જ ભગવાન શિવજીનાં શરીરમાં સમાઇ જતા હતાં.

કારણકે પાંડવ શ્રી કૃષ્ણનાં શરણમાં હતાં અને ભગવાન શિવજી હરિ ભક્તોની રક્ષામાં સ્વયં તત્પર રહે છે એટલા માટે શાંત સ્વરૂપ શિવજી એ પાંડવોને કહ્યું કે, તમે લોકો શ્રીકૃષ્ણનાં ઉપાસક છો એટલા માટે ક્ષમા કરું છું નહિતર તમે બધા મૃ-ત્યુને યોગ્ય છો. મારા પર આક્રમણ કરવાનું ફળ તમારે કળિયુગમાં જન્મ લઈને ભોગવવું પડશે. આમ કહીને ભગવાન શિવ અદ્રશ્ય થઈ ગયા.

પાંડવોએ શિવજી પાસે ક્ષમા યાચના કરી

દુઃખી પાંડવોએ શ્રી કૃષ્ણ સાથે ભગવાન શિવજીની સ્તુતિ કરી. પાંડવોની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે પાંડવો તરફથી ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીને કહ્યું કે, “હે પ્રભુ… પાંડવોએ જે મુર્ખતા કરી હતી, તેનાં માટે તેઓ ક્ષમાપ્રાર્થી છે. તેમને ક્ષમા કરો અને આ પાપમાંથી મુક્તિ અપાવો. ભગવાન શિવ બોલ્યા, હે કૃષ્ણ… તે સમયે હું મારી માયાનાં પ્રભાવમાં હતો એટલા માટે મેં પાંડવોને શ્રાપ આપી દીધો અને હું મારો આ શ્રાપ પરત લઈ શકતો નથી પરંતુ હું મુક્તિનો માર્ગ બતાવું છું”.

પાંડવો પોતાનાં અંશથી કળિયુગમાં જન્મ લેશે અને પોતાનાં પાપને ભોગવીને શ્રાપમાંથી મુક્તિ મેળવશે. યુધિષ્ઠિર, વત્સરાજનાં પુત્ર બનીને જન્મ લેશે, જેમનું નામ “બલખાની” હશે અને તેઓ શિરીષ નગરનાં રાજા હશે. ભીમ “વીરાન” નાં નામ થી બનારસમાં રાજ કરશે. અર્જુનનાં અંશથી “બ્રહ્માનંદ” જન્મ લેશે, જે મારો ભક્ત હશે. નકુલનાં અંશથી જન્મ થશે “કનેકોચ” નો જે રત્ન બાનોનો પુત્ર હશે. સહદેવ, ભીમસિંહનાં પુત્ર “દેવસિંહ” નાં રૂપમાં જન્મ લેશે. આપેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો જાણ્યા બાદ પાંડવોએ ભગવાન શિવજીને હાથ જોડીને પ્રણામ કર્યા અને બાદમાં ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. તેના પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.