પાણીની ટાંકી વેચવા પર કરીના અને સૈફ ની ઊડી રહી છે મજાક, ફેન્સે વિડીયો શેર કરીને કરી રમૂજી કોમેંટ્સ

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન બોલિવૂડના હોટ કપલમાંથી એક માનવામાં આવે છે. બંનેની ઓફસ્ક્રિન જોડીની સાથે ઓન-સ્ક્રીન જોડી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. કરિના અને સૈફ હંમેશા પોતાની રોમેન્ટિક ફોટાઓને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ હાલના દિવસોમાં સૈફ અને કરીના પોતાની એક જૂની જાહેરાતને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. ફેન્સ તેમના આ વિજ્ઞાપનને જોઈને તેમની મજાક ઉડાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સૈફ અને કરીનાનું આ વિજ્ઞાપન અચાનક વાયરલ કેમ થયું અને ફેન્સ તેમને મજાક કેમ બનાવી રહ્યા છે.

સેફ કરીનાની જૂની એડ વાયરલ

સોશિયલ મીડિયા પર રમૂજી મિમ્સ બનાવવામાં વાર નથી લાગતી. તેવામાં ફેન્સએ કરિના અને સૈફ નો આ એક જુનો વિડીયો વાયરલ કરી દીધો. જેમાં બંને પાણીની ટાંકીને પ્રમોટ કરતા જોવા મળી રહ્યા છે. તેમના આ વીડિયોને જોઈને આ જાહેરાતની સ્ક્રીપ્ટની અને તેમની એક્ટિંગની બંનેની મજાક ઊડી રહી છે. આ વીડિયોને જોઈને ફેન્સનું કહેવું છે કે બંને એક્ટર ખુબજ આળસુ લાગી રહ્યા છે. આ જાહેરાતની સ્ક્રિપ્ટ પણ ખૂબ જ બોરિંગ છે.

વાસ્તવમાં આ એડમાં સેફ કરીના ને કહે છે કે આપણને ઘણો ટાઈમ થઇ ગયો છે સાથે કામ કરતાં. તેની પર કરીના કહે છે કે ઘરમાં પણ રોમાન્સ અને બહાર પણ રોમાન્સ. પછી સૈફ કહે છે કે મારી પાસે એક આઈડિયા છે. ચાલો આપણે સાથે એક એડ કરીએ. તેના પર કરીના કહે છે કે કઈ? ત્યારબાદ સૈફ પાણીની ટાંકીની એડ કરતાં કહે છે કે વૈકટસ ખૂબ જ સારી બ્રાન્ડ છે. ત્યારબાદ કરીના કહે છે કે આટલો વિશ્વાસ તેની ઉપર ? સૈફ કહે છે કે તારી ઉપર જેટલો વિશ્વાસ છે એટલો.

આ કારણને લીધે ફેન્સ ઉડાવી રહ્યા છે મજાક

આ એડમાં સૈફ અને કરિનાની એક્ટિંગ જોઇને ફેન્સ હસવાનું નથી રોકી શકતાં. એક યુઝર્સે ટ્વિટ કરતાં લખ્યું છે કે આ કેવી ડબીંગ છે. બંને રોબોટની જેમ કામ કરી રહ્યા છે જાણે તેમને માણસની જેમ બોલવાના પૈસા મળે છે. ત્યાં જ કોઈકે લખ્યું છે કે, અરે તમારે લોકોને જણાવું જોઈતું નહોતું કે તમે કઈ વસ્તુની જાહેરાત કરી રહ્યા છો. આ ટાંકી જ તો ટ્વિટ્સ હતી. જેના વિશે કોઈ ના સમજી શકત.

જણાવી દઈએ કે સેફ અને કરીના તેના પહેલા પણ અનેક વિજ્ઞાપનમાં જોવા મળ્યા છે અને ફેન્સને તેમની જોડી સારી પણ લાગે છે પરંતુ આ વિજ્ઞાપનમાં સૈફ અને કરિનાની એક્ટિંગ જોઇને ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. ફિલ્મોની વાત કરીએ તો કરિના અને સૈફ ફિલ્મ એજન્ટ વિનોદ, ટશન, કુરબાન, ઓમકાર જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે.

ફિલ્મોથી વધારે સૈફ અને કરીના પોતાની સામાન્ય જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે કરીના સૈફ થી આઠ વર્ષ નાની છે અને લગ્નના સમયે તેમની બંનેની ઉમરને લઇને ખૂબ જ ચર્ચા થઈ હતી. ત્યાં જ કરીનાથી પહેલા સૈફ પોતાનાથી ૧૨ વર્ષ મોટી અમૃતા જોડે લગ્ન કર્યા હતા અને અમૃતાના બે બાળકો પણ છે સારા અને ઇબ્રાહીમ. ત્યાં જ સૈફ અને કરીનાને એક નાનો દીકરો તઈમુર પણ છે. વાસ્તવમાં કરીનાના સંબંધો સૈફના બે બાળકો સાથે પણ ખૂબ જ સારા છે. ત્યાં જ સારા અને ઇબ્રાહીમ પણ કરિનાને ખૂબ જ સારી મિત્ર માને છે અને તઈમૂરને ખૂબ જ પ્રેમ કરે છે. તઈમુરનો ફોટો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે અને ફેન્સ તેમના ફોટાને ખૂબ જ પસંદ કરે છે.