પેન્ટ પહેર્યા વગર જહાન્વી કપૂર નીકળી રસ્તા પર, લોકોએ કહ્યું, લાગે છે તેમને પેન્ટનો મતલબ ખબર નથી

સેલિબ્રિટીઝ પોતાના ફેન્સ માટે પોતાના ફોટોઝ અને વીડિયો શેર કરતા રહે છે પરંતુ ફેન્સ ક્યારે અને કઈ રીતે રિએક્ટ કરે તેના વિશે કોઈ જાણતું નથી. પોતાના ફોટોઝ અને વિડિયોઝ માટે પણ ઘણીવાર તેમની ખુબ જ પ્રશંસા સાંભળવા મળે છે તો ઘણી વાર તે એ હદ સુધી ટ્રોલ થઈ જાય છે કે જેમનો જવાબ આપવો પણ મુશ્કેલ હોય છે. જોકે હવે તો ટ્રોલ થવું એક સામાન્ય વાત થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા સાઉથ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહને તેમના કપડા માટે ટ્રોલ કરવામાં આવી હતી.

હકીકતમાં તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં નીચે તેમની પેન્ટ નજર આવી રહી ના હતી. જ્યારે તે કારમાંથી ઊતરી રહી હતી ત્યારે કેમેરાના ખોટા એગલના લીધે એક એવી તસ્વીર ક્લિક થઈ ગઈ જેને જોઈને લાગી રહ્યું હતું કે તેમણે શર્ટની નીચે કઈ પહેર્યું જ નથી. પરંતુ બાદમાં જ્યારે પુરી તસવીર સામે આવી ત્યારે લોકોએ જોયું કે તેમણે શર્ટની નીચે શોર્ટ્સ પહેર્યું હતું. ઘણીવાર ટ્રોલર્સ કંઈપણ સમજ્યા-વિચાર્યા વગર બોલિવૂડ એક્ટર્સને ટ્રોલ કરવા લાગે છે. હાલમાં જ ટ્રોલિંગનો એક નવો મામલો સામે આવ્યો છે. આ વખતે સોશિયલ મીડિયા પર જેને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે તે શ્રીદેવીની મોટી પુત્રી જહાન્વી કપૂર છે. શું છે પૂરો મામલો અને શા માટે કરવામાં આવી રહી છે તેમને ટ્રોલ. ચાલો તમને જણાવી દઈએ.

જણાવી દઈએ કે હાલમાં જહાન્વી કપૂર મુંબઈના રસ્તા પર ફરતી જોવા મળી હતી. હકીકતમાં તેમણે એક પિંક કલરનું નાનું ટી-શર્ટ પહેર્યું હતું, જેમની નીચે તેમણે પેન્ટ પહેર્યું ના હતું. બસ આ વાત માટે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મ ધડક નાં પ્રમોશન દરમિયાન પણ જહાન્વી કપૂરને લોકોએ તેમના શોર્ટ વ્હાઇટ ડ્રેસ માટે તેમને ટ્રોલ કરી હતી. જેમનો જવાબ તેમના ભાઇ અર્જુન કપૂરે લોકોને આપ્યો હતો. હવે ફરીવાર લોકોએ જહાન્વી કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે, તેવામાં જોવાનું એ રહેશે કે અર્જુન કપૂર ફરીથી પોતાની બહેનનો પક્ષ લઇને ટ્રોલર્સને જવાબ આપે છે કે નહી.

કરી આવી આવી કોમેન્ટ્સ

જણાવી દઈએ કે ટ્રોલરે જહાન્વીને ટ્રોલ કરતાં ઘણા પ્રકારની કોમેન્ટસ કરી હતી. એક યૂઝરે લખ્યું કે, થોડું પણ શા માટે, તેનાથી સારું છે કે આખી બોડી બતાવો. તો બીજાએ લખ્યું કે, આનાથી સારું છે કે તમે કંઈપણ ના પહેરો. આટલા પણ કપડાં શા માટે પહેરી રાખ્યા છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, લાગે છે કે તેમને પેન્ટનો સાચો મતલબ જ ખબર નથી.

ફિલ્મ ધડકથી કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ

જણાવી દઈએ કે જહાન્વી કપૂર ફિલ્મ “ધડક” થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેમની સાથે શાહિદનાં નાના ભાઈ ઈશાન ખટ્ટર નજર આવ્યા હતા. જ્યાં ફિલ્મમાં અમુક લોકોને જહાન્વીની એક્ટિંગ પસંદ આવી હતી તો વળી અમુક લોકોએ તેમના અભિનય પ્રતિભા પર સવાલો ઉભા કર્યા હતા. આજકાલ જહાન્વી કપૂરની સરખામણી લોકો સારા અલી ખાન સાથે કરવા લાગ્યા છે.