પરણિત મહિલાઓના પ્રેમમાં ફિદા થઈ ચૂક્યા છે આ પાંચ ભારતીય ક્રિકેટર્સ, એક ને તો બે બાળકોની માં સાથે પ્રેમ થયો હતો

Posted by

“પ્યાર અંધા હોતા હૈ” આ કહેવત તમે ક્યારેક તો સાંભળી જ હશે. આ કહેવતને અમુક ભારતીય ક્રિકેટરો એ સાચી સાબિત પણ કરી છે. ખરેખર આજે અમે તમને એ ભારતીય ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનું દિલ પરિણીત મહિલાઓ પર આવી ગયું હતું. જી હા, નામ કમાવ્યા બાદ આ ક્રિકેટરોનું દિલ છૂટાછેડા લીધેલ પર અથવા તો પરણિત મહિલાઓ પર આવી ગયું હતું. ત્યારબાદ સામાજિક બંધનની ચિંતા કર્યા વગર જન્મોજન્મ માટે એકબીજાના બની ગયા હતા. તો ચાલો જાણીએ કે તે કોણ કોણ ક્રિકેટર્સ છે જેમનું દિલ પરણિત મહિલાઓ પર આવી ગયું હતું.

અનિલ કુંબલે

ભારતીય ટીમના સ્પીન બોલર, કેપ્ટન અને કોચ અનિલ કુંબલેનું દિલ છુટાછેડા લીધેલ ચેતના પર આવી ગયું હતું. જી હા, ભારતીય ટીમના મહાન બોલર અને પૂર્વ કોચ અનિલ કુંબલેએ વર્ષ ૧૯૯૯ માં છૂટાછેડા થયેલ ચેતના સાથે લગ્ન કરી લીધા હતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચેતના પહેલાથી જ એક પુત્રીની માં હતી. પરંતુ અનિલ કુંબલેને તેનાથી કંઈ ફરક પડતો ના હતો અને તેમણે તેમની સાથે જિંદગી જીવવાનો નિર્ણય કરી લીધો હતો.

મુરલી વિજય

ક્રિકેટની દુનિયામાં નામ કમાવ્યા બાદ મુરલી વિજયનું દિલ પોતાના જ સાથી ખેલાડીની પત્ની પર આવી ગયું હતું. હકીકતમાં મુરલી વિજયને દિનેશ કાર્તિકની પત્ની નિકિતા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને એ લગ્ન કરી લીધા હતા. જણાવવામાં આવે છે કે દિનેશ કાર્તિકની સાથે બંધનમાં રહેવા છતાં પણ નિકિતાનું અફેર મુરલી વિજય સાથે ચાલી રહ્યું હતું. આ વિશે જ્યારે દિનેશ કાર્તિકને ખબર પડી તો તેમણે નિકિતાને છૂટાછેડા આપી દીધા હતા.

મોહમ્મદ શમી

ભારતીય ટીમના શાનદાર બોલરમાંથી એક મોહમ્મદ શમી એ વર્ષ ૨૦૧૪ માં હસીન જહા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો નહીં અને હવે તે બંને અલગ થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા પહેલા હસીન જહા ની એક પુત્રી હતી અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ વિશે મોહમ્મદ શમીનું કહેવું છે કે તેમને એ વાતનો ખ્યાલ ના હતો કે હસીન જહા પહેલાથી જ પરણિત હતી. કારણ કે તેમણે તે વાત મારાથી છુપાવી હતી.

વેંકટેશ પ્રસાદ

ભારતીય ટીમના ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનું દિલ પરણિત મહિલા જયંતિ પર આવી ગયું હતું. જેની સાથે તેમણે વર્ષ ૧૯૯૬ માં લગ્ન કર્યા હતા. જાણવા મળ્યું હતું કે બંનેની મિત્રતા અનિલ કુંબલેના લીધે થઈ હતી. જણાવી દઈએ કે જયંતીના તે સમયે છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ વેંકટેશ તેમને ખૂબ જ પ્રેમ કરતાં હતાં અને ત્યારબાદ બંનેએ એકસાથે જીવવાનો નિર્ણય કરી લીધો હતો.

શિખર ધવન

ભારતના શાનદાર બેટ્સમેનોમાંથી એક શિખર ધવનનું દિલ પણ એક પરણીત મહીલા પર આવી ગયું હતું. ક્રિકેટના ગબ્બરને ઓસ્ટ્રેલિયાની બોક્સર આયશા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે તેમની સાથે લગ્ન કરી લીધા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આયશા પરણિત હોવાની સાથે બે પુત્રીઓની માતા પણ હતી. પરંતુ ગબ્બરને તેનાથી કોઈ જ તકલીફ નહોતી. કારણકે પ્રેમની પીચ પર તે ક્લીન બોલ્ડ થઈ ચૂક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *