પરણિત સુનીલ શેટ્ટી પર આવી ગયું હતું સોનાલીનું દિલ, પરંતુ આ કારણથી અધુરો રહી ગયો હતો તેમનો પ્રેમ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ૯૦ના દશકના સ્ટાર કહેવાતા સુનીલ શેટ્ટીએ પોતાનો ૫૯ મો જન્મદિવસ હાલમાં જ ઉજવ્યો હતો. જોકે હવે તે ફિલ્મમાં ખુબ જ ઓછા જોવા મળે છે પરંતુ એક સમય હતો જ્યારે સુનીલ શેટ્ટી મોટા પડદા પર પોતાના જબરદસ્ત એક્શનથી ફેન્સનું દિલ જીતી લેતા હતા. ૯૦ ના દશકના સૌથી લોકપ્રિય અને મશહૂર સ્ટાર સુનિલ શેટ્ટીએ ખૂબ જ લાંબા સમય સુધી બોલિવૂડમાં કામ કર્યું.

અક્ષય કુમારની એન્ટ્રી પહેલા સુનિલ જ બોલીવુડના એક્શન સ્ટાર કહેવાતા હતા. એવું કહેવામાં આવે છે કે સુનિલની ફિટનેસને જોઈને બોલિવૂડના બીજા અભિનેતાઓ પોતાના ફિટનેસનું વધારે ધ્યાન રાખવા લાગ્યા હતા. વળી તેમની પર્સનાલિટી પર પણ લાખો યુવતીઓ ફિદા થઇ જતી હતી. તેમની ફિટનેસના કારણે બોલિવૂડ અભિનેત્રીઓ પણ ખૂબ જ પ્રભાવિત રહેતી હતી. તેમાંથી એક હતી સોનાલી બેન્દ્રે.

સોનાલી બેન્દ્રે કરતી હતી સુનિલ શેટ્ટીને ખુબ જ પ્રેમ

જણાવી દઈએ કે અભિનેત્રી સોનાલી બેન્દ્રેના દિલ પર સુનીલના પ્રેમે કોઈ જાદુની રીતે કામ કર્યું હતું. સોનાલી સાચા હૃદયથી સુનીલને પ્રેમ કરવા લાગી હતી. તે એ સમય હતો જ્યારે સુનિલ ઇન્ડસ્ટ્રીમાં ટોપ સ્ટાર માંથી એક કહેવાતા હતા. એક પછી એક સતત તેમની ફિલ્મો હિટ થઈ રહી હતી. તે સમયમાં સુનીલ અને સોનાલીની જોડીને પણ સિલ્વર સ્ક્રીન પર ખૂબ પસંદ કરવામાં આવતી હતી. બંને ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું. જેવી કે ભાઈ, રક્ષક, ટક્કર, સબૂત, ગદ્દાર, હમસે બઢકર કૌન અને કહર જેવી ઘણી ફિલ્મોમાં બન્નેની જોડીએ મોટા પડદા પર ધૂમ મચાવી દીધી હતી. આટલી બધી ફિલ્મોમાં એક સાથે કામ કરતા કરતા બંને એકબીજાના સારા મિત્રો બની ચૂક્યા હતા અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી.

સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રેના પ્રેમની ખબરો સામે આવવા લાગી. પરંતુ બંનેએ પોતાના અફેરની ખબરોને ખોટી ગણાવી. હંમેશા બંને એકબીજાને એક સારા મિત્રો બતાવતા હતા. ત્યાં સુધી કે ઘણીવાર સુનિલ સાથેની અફેરની વાતો સાંભળીને સોનાલી બેન્દ્રે ગુસ્સે થઈ જતી હતી. તેમનું માનવું હતું કે અફેરની ખબરોથી તેમની મિત્રતા પર ખરાબ અસર પડી રહી છે.

સોનાલી કરવા માંગતી હતી સુનિલ સાથે લગ્ન

તેમ છતાં પણ મીડિયામાં આ બંનેના અફેરની ચર્ચા ચાલતી રહી. મીડિયા રિપોર્ટના અનુસાર સોનાલીને ક્યારે સુનીલ શેટ્ટી સાથે પ્રેમ થઈ ગયો તે વાતની તેને ખબર પણ ના પડી. કહેવામાં આવે છે કે સોનાલી બેન્દ્રે સુનીલ શેટ્ટી સાથે લગ્ન કરવા પણ માંગતી હતી. જો કે સોનાલીનો આ પ્રેમ એકતરફી હતો. કારણકે સુનીલ શેટ્ટીના લગ્ન થઈ ચૂક્યા હતાં. જણાવી દઈએ કે સુનિલે વર્ષ ૧૯૯૧માં મોનિષા કાદરી સાથે લગ્ન કર્યા હતાં. મોનિષા મુસ્લિમ હતી, પરંતુ તેમણે સુનિલ સાથે લગ્ન કરવા માટે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. સુનિલ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ કારણ હતું કે સોનાલીએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો.

અમુક મીડિયા રિપોર્ટના અનુસાર એકવાર ગોવિંદાએ પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સુનીલ શેટ્ટી પરણિત ના હોત તો સોનાલી સાથે લગ્ન કરવા વિશે જરૂર વિચારત. જો કે આજે સુનીલ અને સોનાલી બંને પોત-પોતાના પરિવારની સાથે ખૂબ જ ખુશ છે.