ક્યારેક લંચ ડેટની તસ્વીરો સામે આવી તો ક્યારેક આઇપીએલની મેચ દરમિયાનની તસ્વીરો સામે આવી હતી. ઘણા મહિનાઓથી ચર્ચામાં રહેલી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની ૧૩ મે ના રોજ પુષ્ટિ થવા જઈ રહી છે. બોલિવુડ ડીવા પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના યુથ આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાની ૧૩ મે ના રોજ સાંજે દિલ્હીના કપુરથલા હાઉસમાં સગાઈ થઈ હતી.
તો ચાલો તમને સગાઈ સંબંધિત દરેક અપડેટ વિશે જણાવી દઈએ. શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં બંને કમાલના લાગી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સગાઇ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. રિંગ સેરેમનીમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતાં.
જે રીતે સગાઈના અવસરે બાંદ્રામાં પરિણીતીના ઘરને સજાવવામાં આવ્યું હતું, એવી જ રીતે દિલ્હીમાં રાઘવનાં નિવાસસ્થાનને પણ રોશની અને ફુલોથી શણગારવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપડાથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની સગાઈમાં સામેલ થયા હતાં. સગાઈનાં પ્રસંગે સજાવવામાં આવેલા વર-વધુ ખુબ જ સુંદર દેખાતા હતાં.
રાઘવ-પરિણીતીએ શનિવારે નવી દિલ્હીના કપુરથલા હાઉસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં રિંગ સેરેમની રાખી હતી. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શીખ પ્રાર્થના “અરદાસ” સાથે થઈ હતી. ભજન ગાયા પછી તેઓએ ગુરુદ્વારા તરફ પ્રયાણ કર્યું હતું. બોલીવુડના સિતારાઓ પણ નજર આવ્યા હતાં. એકંદરે આમંત્રિત મહેમાનોની સંખ્યા લગભગ ૧૫૦ લોકોની છે. પ્રિયંકા ચોપડા આ પહેલા બહેનની સગાઈમાં પણ જોવા મળી હતી.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડાએ પોતાની સગાઇનાં સમાચારને સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બંને ઘણીવાર સાથે જોવા મળતા હતાં, ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પરિણીતી અને રાઘવ લગ્ન કરવાના છે. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફિલ્મ “ચમકીલા” ના શુટિંગ દરમિયાન મિત્રો બની ગયા હતાં. ત્યારબાદ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી અને હવે બંનેનાં લગ્ન થવા જઈ રહ્યા છે.