પાર્ટનરને ગળે લગાવીને સુવાના છે ઘણા ફાયદા, જાણીને તમે દૂર નહી સૂઈ શકો

ઊંઘ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આ જ કારણ છે કે એક્સપર્ટ્સ બધાને રોજ ૭ થી ૮ કલાક સુવાની સલાહ આપે છે. સામાન્ય રીતે લોકોને એકલા સૂવું વધારે પસંદ હોય છે. તેનાથી તે બેડ પર આરામથી અને ફેલાઈને સૂઈ શકે છે. અમુક લોકો તો લગ્ન બાદ પણ અલગ જ સુવે છે.

મતલબ કે તે લોકો ભલે એક રૂમમાં કે એક બેડ પર હોય પરંતુ સુતા સમયે પૂરી રાત એકબીજાથી થોડા દૂર દૂર જ સુવે છે. જોકે તમે તમારા પાર્ટનરને ગળે લગાવીને સુવો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેમની સાથે ચોંટીને સૂવાથી સંબંધ મજબૂત બને છે. તેના સિવાય પણ તે કપલને બીજા ઘણા બધા લાભ મળે છે.

તણાવમુક્ત રહેવું

દિવસભરમાં આપણી સાથે ખૂબ જ ઘટનાઓ ઘટતી હોય છે. ઘણીવાર તો દિવસ સારો જતો નથી અને આપણે તણાવમાં રહેતા હોઈએ છીએ. તેવામાં સૂતા સમયે ઊંઘ પણ આવતી નથી. જો તમે તમારા પાર્ટનરને ગળે લગાવીને સુવો છો તો તેનાથી એક સુરક્ષાની ભાવના મહેસૂસ થાય છે. તમે તેનાથી તણાવમુક્ત મહેસુસ કરો છો અને તમને ખૂબ જ સારી ઊંઘ આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરે છે

પાર્ટનરની સાથે ચોંટીને સૂવાથી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થઇ શકે છે. ખરેખર આ પ્રકારે સૂવાથી આપણું મગજ અમુક એવા કેમિકલ્સ શરીરમાં રિલીજ કરે છે જે આપણા ઈમ્યુનિટી પાવરમાં વધારો કરે છે. તેના સિવાય તમે શાંતિથી પર્યાપ્ત ઊંઘ લઇ શકો છો તો તમારા શરીરને પણ રિકવર થવાની પૂરતી તક મળે છે.

થાક ઊતરી જવો

જો તમે દિવસભર કામમાં વ્યસ્ત રહો છો તો રાત્રે પોતાના પાર્ટનરને ગળે લગાવીને સૂવાથી એક સારી લાગણી મહેસૂસ થાય છે. તેનાથી તમારો દિવસભરનો થાક ઉતરી જાય છે. તમને તમારા પાર્ટનરને ગળે લગાવીને સૂવાથી સારી ઊંઘ પણ આવે છે. જેનાથી બીજા દિવસે સવારે થાકનો અહેસાસ થતો નથી.

સારું સ્વાસ્થ્ય

ઓછી ઊંઘ, તણાવ, વધારે પડતું વિચારવું આ બધી જ ચીજો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. તેથી જો તમે તમારા પાર્ટનરની સાથે સ્કિન ટચ કરીને સૂવો છો તો મનોવિજ્ઞાનિકની રીતે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. પાર્ટનરને અડીને સૂવાથી તમારી અધિવૃક્ક ગ્રંથિને કોર્ટિસોલ રોકવાના સિગ્નલ મળે છે. તેને સરળ ભાષામાં સમજાવીએ તો પાર્ટનરને ગળે લગાવીને સૂવાથી શરીર અને મગજ બન્ને જ રિલેક્સ થઇ જાય છે. તે તમારા તણાવને ઓછો કરે છે સાથે સાથે જ તેનાથી તમારા મનમાં રહેલા બધા જ ભય સમાપ્ત થઈ જાય છે.

પીડામાંથી રાહત

પાર્ટનર સાથે ચોટીને સૂવાથી એક રીતે પ્રાકૃતિક પીડા નિવારકના રૂપમાં પણ કામ કરે છે. પાર્ટનરની સાથે સુવાથી આપણા મગજ દ્વારા ઘણા એવા કેમિકલ્સ રિલીજ થાય છે જે આપણી જૂની પીડાને ખતમ કરી નાખે છે. તેનાથી શરીરને ખૂબ જ જલ્દી આરામ મહેસૂસ થાય છે. તેથી તમારે પણ આજથી પોતાના પાર્ટનરની સાથે ચોંટીને સૂવાનું શરૂ કરી દેવું જોઈએ.