પથરીની સમસ્યાથી પરેશાન હોય તો અપનાવો આ રામબાણ ઘરેલુ ઇલાજ, મળી જશે તુરંત જ છૂટકારો

Posted by

કિડનીમાં સ્ટોન એટલે કે પથરીની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. કિડનીમાં સ્ટોન હોવા પર પેટમાં ખૂબ જ દુખાવો થાય છે. પેટમાં દુખાવા સિવાય ઘણી વાર યુરીન કરતા સમયે પણ દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આ રોગથી પીડાઇ રહ્યા હોય તો તેને અવગણવી ના જોઈએ અને પથરી સાથે જોડાયેલા ઘરેલુ ઉપચાર જરૂર અપનાવવા જોઈએ. આ ઘરેલુ ઉપચારની મદદથી કિડનીમાં રહેલ સ્ટોન શરીરની બહાર નીકળી જશે અને સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મળી જશે.

પાણી વધારે પીવું

કિડનીમાં સ્ટોન હોવા પર પાણીનું સેવન વધારે કરવું જોઈએ. દિવસમાં ૧૦ ગ્લાસ પાણી પીવાથી સ્ટોન શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તમને દુખાવામાંથી રાહત મળી જાય છે. તેના સિવાય કિડનીમાં બીજીવાર સ્ટોન પણ બનતો નથી.

દાડમ ખાઓ

પથરીની સમસ્યાથી ગ્રસ્ત લોકો પોતાના ડાયટમાં દાડમને સામેલ કરવું જોઇએ. દાડમના જ્યૂસનું સેવન કરવાથી પથરીની તકલીફમાંથી રાહત મળે છે. આ ફળની અંદર એસ્ટ્રીજેન્ટ ગુણ હોય છે. જે કિડનીના સ્ટોનને ખતમ કરવામાં કારગર સાબિત થાય છે. તેથી પથરીના રોગીએ દરરોજ દાડમનું સેવન જરૂર કરવું અને આ ફળને બીજ સહિત ખાવું જોઈએ.

લીંબુ પાણી પીવો

રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પણ કિડનીમાં સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. હકીકતમાં લીંબુના રસની અંદર સાઈટ્રિક એસિડ મળી આવે છે. જે પથરીને તોડવાનું કાર્ય કરે છે અને શરીરમાંથી બહાર નીકળી જાય છે. તમે ઈચ્છો તો લીંબુપાણીની અંદર ઓલિવ ઓઈલ પણ મેળવીને તેનું સેવન કરી શકો છો.

નારિયેળ પાણી

કિડનીમાં પથરી થવા પર ડોક્ટરો દ્વારા નારિયેળ પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. રોજ એક નારિયેળ પાણી પીવાથી કિડનીમાં પથરી બનતી નથી અને તેમાં હાજર રહેલ પથરી તૂટીને બહાર નીકળી જાય છે.

વ્હીટ ગ્રાસ

વ્હીટ ગ્રાસમાં રહેલ તત્વ પથરીની સમસ્યાને દૂર કરે છે અને પથરીની બિમારીમાંથી છુટકારો આપે છે. પથરી થવા પર તમારે સપ્તાહમાં ત્રણ વાર વ્હીટ ગ્રાસનું પાણી પીવું જોઈએ. તેનું પાણી પીવાની સાથે જ તમને અસર જોવા મળશે.

આ રીતે તૈયાર કરો પાણી

વ્હીટ ગ્રાસને સારી રીતે સાફ કરી લો અને પાણીથી ધોઈ લો. ત્યારબાદ બે ગ્લાસ પાણી ગરમ કરવા માટે ગેસ પર રાખી દો. આ પાણીમાં તમે વ્હીટ ગ્રાસ પીસીને નાખી દો અને આ પાણીને ખૂબ જ સારી રીતે ઉકાળી લો. જ્યારે આ પાણી ઉકળીને અડધું રહી જાય તો તેને ગાળી લો અને હળવું ઠંડું કરીને પી લેવું. તમે ઈચ્છો તો આ પાણીની અંદર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

ઉપર જણાવવામાં આવેલા ઘરેલું ઉપાયો અજમાવ્યા બાદ પણ જો તમને આરામ ના મળે તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો. વળી આ રોગ થવા પર પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું અને કાળા ચણા, રાજમા અને તે ચીજોનું વધારે સેવન ના કરવું જેમાં કેલ્શિયમ વધારે માત્રામાં મળી આવે છે. કારણકે કેલ્શિયમયુક્ત ચીજો ખાવાથી કિડનીમાં સ્ટોન બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *