પતિની વફાદારીનો ટેસ્ટ લેવા માંગતા હોય તો અપનાવો આ ૩ ઉપાયો, કેટલો સાચો છે તમારા પતિનો પ્રેમ તે ખબર પડી જશે

લગ્ન જીવનમાં પતિ અને પત્નીનો એકબીજા પ્રત્યે ભરોસો અને વફાદારી હોવી ખૂબ જ જરૂરી છે. આપણને ઘણીવાર એવું જોવા મળ્યું છે કે અમુક પરણિત લોકોના જીવનમાં આ બંને ચીજો કમજોર પડવા લાગતી હોય છે. અમુક પત્નીઓને તો એ પણ ખબર હોતી નથી કે તેમનો પતિ તેમને સાચો પ્રેમ કરે છે કે નહી. મોટાભાગના પુરુષો મહિલાઓની તુલનામાં વધારે ફ્લર્ટ કરતા હોય છે. પુરુષોની નજર અન્ય મહિલાઓ પર વધારે રહેતી હોય છે.

પુરુષો પરણિત હોવા છતાં પણ અન્ય મહિલાઓ સાથે ફ્લર્ટ કરવામાં અચકાતા નથી અને હંમેશા બહારવાળી સાથે ચક્કર ચલાવવાના વિચાર કરતાં હોય છે. જો તમને પણ પોતાના પતિની વફાદારી પર શંકા હોય કે તે પણ કંઈક આવું જ કરી રહ્યા છે અથવા તો તમે પોતાના પતિની વફાદારીનો ટેસ્ટ લેવા માંગતા હોય તો અમે તમને ૩ ઉપાયો જણાવીશું, જે ઉપાયોને અજમાવીને તમે તમારા પતિની વફાદારીનો ટેસ્ટ લઇ શકો છો. તો ચાલો જાણી લઈએ તે ૩ ઉપાયોની વિશે.

પહેલી રીત – તમારી સુંદર મિત્રને તેમની પાછળ લગાવો

જો તમે પોતાના પતિની વફાદારીનો ટેસ્ટ લેવા માંગતા હોય તો તમારી કોઈ સુંદર મિત્રને તમારા પતિ સાથે પરિચય કરાવી દો અને બાદમાં તે બંનેને એકલા છોડી દો. તમારી મિત્રને સારી રીતે સમજાવી દો કે તે તમારા પતિની વાતોને નોટિસ કરે અને તમને જણાવે છે કે તે કઈ રીતે વાતો કરે છે અને કેવો વ્યવહાર કરે છે.

બીજી રીત – કોઈ નકલી આઇડીમાંથી મેસેજ કરો

જો તમે પોતાના પતિનો ટેસ્ટ લેવા માંગતા હોય પરંતુ કોઇ અન્ય વ્યક્તિને આ ટેસ્ટમાં સામેલ કરવાના માંગતા ના હોય તો તમારે સોશિયલ મીડિયા પર એક નકલી આઈડી કોઈ યુવતીનાં નામથી બનાવી લેવું અને તમારા પતિની સાથે ચેટ કરવું. જો તમે ઈચ્છો તો અવાજ બદલાવીને તમારા પતિ સાથે વાત પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી તમે એ જાણી શકશો કે તમારો પતિ તમારા માટે કેટલો વફાદાર છે અને તે તમને કેટલો પ્રેમ કરે છે.

ત્રીજી રીત – જાસૂસી કરાવવી

જો તમે પોતાના પતિની વફાદારીનો ટેસ્ટ લેવા માંગતા હોય તો તમે થોડા દિવસો માટે તમારા મમ્મી-પપ્પાના ઘરે ચાલ્યા જાઓ અને તમારા પતિની પાછળ કોઈ જાસૂસને લગાવી દો અથવા તો તમે પોતે જાસૂસી કરો. તમારા પતિની હરકતો પર નજર રાખો કે તે તમારી ગેરહાજરીમાં કોને મળે છે, શું વાત કરે છે અને ક્યાં જાય છે. આ રીતથી તમે તમારા પતિની વિશે જાણી શકશો કે તે તમારા પ્રત્યે કેટલા વફાદાર છે અને તમને કેટલો પ્રેમ કરે છે.

આ ૩ ઉપાયો અજમાવીને તમે તમારા પતિની વફાદારીનો ટેસ્ટ લઇ શકો છો અને તે જાણી શકો છો કે તે તમને કેટલો પ્રેમ કરે છે. જો તમારો પતિ તમને દગો આપી રહ્યો હોય તો તમે પહેલા તેમને પ્રેમથી લોજિકની સાથે સમજાવવાનો પ્રયાસ કરો કે લગ્નજીવનમાં ભરોસો અને વફાદારી કેટલી મહત્વપૂર્ણ હોય છે. આ ચીજોનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવો અને તેમ છતાં પણ તમારા પતિ ના માને તો તમે કડક પગલાં ભરી શકો છો.