પતિ-પત્નીએ ભૂલમાં પણ રૂમમાં ના રાખવી જોઈએ આ ચીજો, બરબાદ થઈ જાય છે લગ્નજીવન

એક પતિ-પત્નીનો સંબંધ ખાસ હોવાની સાથે સાથે ખૂબ જ પવિત્ર હોય છે. પતિ-પત્ની સુખ દુઃખના સાથી માનવામાં આવે છે. પતિ પત્નીનું કર્તવ્ય હોય છે કે સુખદુઃખમાં એકબીજાને સાથ આપે. સાથે જ આ સંબંધમાં વિશ્વાસ હોવો ખુબ જરૂરી માનવામાં આવે છે. કોઇપણ સંબંધમાં વિશ્વાસ હોવો ખુબ જરૂરી હોય છે. વિશ્વાસ સિવાય કોઈપણ સંબંધ વધારે સમય સુધી ચાલી શકતો નથી. એક કહેવત તો તમે સાંભળી પણ હશે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને તે વાત બિલકુલ સાચી પણ છે કારણ કે વ્યક્તિ લાખ પ્રયત્ન કરી લે પરંતુ જેમના નસીબમાં જે લખેલું હોય છે તે જ તેમને મળે છે. વિશ્વાસની સાથે સાથે સન્માનનું હોવું પણ ખૂબ જ મહત્વ રાખે છે. તમે કોઈને પ્રેમ ત્યારે જ કરી શકશો જ્યારે તેમનું સન્માન કરી શકશો. જ્યારે બે લોકો એકબીજાની ઈજ્જત કરે છે અને એકબીજાની ઈચ્છાઓનો આદર કરે છે ત્યારે સંબંધ સારી રીતે કોઈપણ અડચણ વગર ચાલે છે.

બેડરૂમને પતિ-પત્નીના રોમાન્સ માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. બેડરૂમ એક એવી જગ્યા હોય છે જ્યાં લોકો સૌથી વધારે સમય પસાર કરે છે. પ્રેમભરી વાતો કે તકરાર મોટાભાગે આ જગ્યા પર થાય છે. દિવસભરના થાક પછી વ્યક્તિ એક શાંતિની ઊંઘ લેવા માંગે છે પરંતુ લોકો જાણતા-અજાણતા બેડરૂમ સાથે જોડાયેલી અમુક એવી ભૂલો કરી દે છે જેની નકારાત્મક અસર સીધી તેમના જીવન પર પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જે પતિ-પત્નીના સંબંધમાં ખટાશ પેદા કરી શકે છે. તો ચાલો જાણી લઈએ કઈ છે તે વાતો જે એક પરણિત યુગલે ધ્યાન રાખવી જોઈએ.

બેડરૂમમાં ના કરો આવી ભૂલો

  • શાસ્ત્રોના અનુસાર કોઈપણ પતિ-પત્નીએ પોતાના રૂમમાં પ્રવેશ દ્વારની પાસે ડ્રેસીંગ ટેબલ કે પછી કોઈ અન્ય સામાન જેમકે શુ રૈક વગેરે રાખવું ના જોઈએ. હંમેશા ડ્રેસીંગ ટેબલ કે અલમારી પોતાના બેડના લેફ્ટ સાઈડમાં જ રાખવું. તેમને ભૂલમાં પણ પ્રવેશદ્વારની સામે રાખવાની ભૂલ ના કરવી જોઈએ.

  • અમુક લોકોને આદત હોય છે કે તે પોતાના તકિયાની નીચે મોબાઈલ રાખીને સુવે છે પરંતુ આવું બિલકુલ પણ ના કરવું જોઈએ. કોઈપણ ગેજેટને પોતાનાથી દૂર રાખીને સૂવું જોઈએ. હકીકતમાં આ ગેજેટમાં વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્પાદન થાય છે. જે ઊંઘમાં અડચણ નાખે છે અને ભાગીદારોમાં તણાવ વધી જાય છે.

  • તેના સિવાય પરિણીત યુગલે એક જ તકિયા પર સૂવું જોઈએ. ડબલ બેડ માટે પણ એક જ તકિયા પર સુવાની કોશિશ કરવી જોઈએ. બેડ પર બે તકિયા હોવાથી સંબંધો પર અસર પડે છે, જેના લીધે તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે.

  • પતિ-પત્નીએ ધાતુ કે લોખંડનો બેડ લેવાથી બચવું જોઈએ. સારા સંબંધો માટે લાકડાના બેડને સૌથી સારો માનવામાં આવે છે. વાસ્તુનું માનીએ તો વ્યક્તિ જે બેડ પર સૂવે છે તે લગ્નજીવનમાં ખૂબ જ અંતર બનાવે છે તેથી બેડની પસંદગી પણ સમજી-વિચારીને કરવી જોઈએ.