પતિ-પત્નિ, GF-BF પર અજમાવો આ ૩ ટેસ્ટ, સાચો પ્રેમ કરે છે કે નહી ચપટી વગાડતા જ ખબર પડી જશે

કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ કરતા નથી તો સંબંધ કમજોર થવા લાગે છે. ઘણીવાર જોવા મળે છે કે કપલ એકબીજા સાથે સંબંધ તો ધરાવે છે પરંતુ તેમને એક વાત પર હંમેશા શંકા રહે છે. તે વાત છે “મારો પાર્ટનર મને સાચો પ્રેમ કરે છે કે નહી ?” આ સવાલનો જવાબ જાણવાની ઈચ્છા બધા લોકોને હોય છે. અમે તમને તેનો એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

પહેલો ટેસ્ટ

આ ટેસ્ટમાં તમારે એ જોવાનું છે કે તમારો પાર્ટનર તમારી ફીલિંગ સમજે છે કે નહી. મતલબ કે તમે ખુશ છો, દુઃખી છો કે પછી તમારે કોઈ ચીજની જરૂર જ છે તો તે તમારા બોલ્યા વગર જ સમજી જાય છે કે નહિ. જો તે તમારી આંખોમાં રહેલ બોડી લેંગ્વેજની ભાષા સારી રીતે સમજી જાય છે તો તેનો એ જ મતલબ છે કે તેને તમારા પ્રત્યે સાચો પ્રેમ છે. આવા લોકો પ્રેમમાં ક્યારેય પોતાના પાર્ટનરને દગો આપતા નથી અને સંપૂર્ણ જીવન પ્રામાણિક રહે છે.

બીજો ટેસ્ટ

જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ છો તો તમારો પાર્ટનર તમારું કેટલું ધ્યાન રાખે છે ? જેમકે તમે બિમાર થઈ જાઓ છો તો તમારી દવા-પાણી અને સાર-સંભાળ તે દિલથી કરે છે કે પછી ફોર્માલીટી જ નિભાવે છે. તમારા દુઃખી થવા પર તે પણ દુઃખી થાય છે કે નહી ? તમારી ખુશીમાં તેમને ખુશી મળે છે કે નહીં? તમારી સમસ્યાનો ઉકેલ તે સારી રીતે કાઢે છે કે તેને ઇગ્નોર કરી દે છે ? આ તમામ વાતો નક્કી કરે છે કે તમારો પાર્ટનર તમને સાચો પ્રેમ કરે છે કે ફક્ત ફોર્માલિટી વાળો.

ત્રીજો ટેસ્ટ

હવે તમે એ નોટિસ કરો કે તમારો પાર્ટનર તમારી નાની નાની વાતોથી કેટલું ખોટું લગાડે છે. એક સાચો પ્રેમી એ જ હોય છે જે પોતાના સાથીની વાતોનું ક્યારેય ખોટું લગાડતો નથી. જો તેમને તમારી કોઈ વાત પસંદ ના પણ આવે તો તે ગુસ્સે થતો નથી પરંતુ તમને પ્રેમથી સમજાવે છે. એક સાચા પ્રેમીની એ જ આદત તેને બીજાથી અલગ બનાવે છે. જો તમારો પાર્ટનર આ ટેસ્ટમાં પાસ થઈ જાય છે તો તમે તેની સાથે સંપૂર્ણ જીવન સુખી રહેશો. તમારી વચ્ચે ક્યારેય લડાઈ-ઝઘડા થશે નહી.

અમે આશા રાખીએ છીએ કે તમને આ ૩ ટેસ્ટ પસંદ આવ્યા હશે. તો હવે રાહ શેની જુઓ છો. ફટાફટ આ બધા ટેસ્ટ પોતાના પાર્ટનર અજમાવવાનું શરૂ કરી દો અને જુઓ કે તે તમને સાચો પ્રેમ પણ કરે છે કે ફક્ત ટાઇમપાસ કરી રહ્યો છે.