પત્નીના ફોટાને જોઈને પતિએ તરત જ કરી છૂટાછેડા માંગણી, જાણો તસ્વીરની હકીકત

આજના સમયમાં સ્માર્ટફોન વગર જીવન જીવવાનું વિચારવું પણ ખૂબ જ મુશ્કેલ લાગે છે. જ્યારથી મોબાઇલ ફોનમાં કેમેરાની શોધ થઈ છે ત્યારથી તસ્વીર લેવી, વિડીયો બનાવવો અને ચેટિંગ કરવું જાણે બાળકોની રમત થઇ ગઇ છે. દરેક તસ્વીરો કંઈક ને કંઈક દર્શાવતી હોય છે. વળી આજે અમે તમને એવી તસ્વીર બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઇને તમે પણ વિચારમાં પડી જશો. આશ્ચર્યની વાત એ છે કે આ તસવીરને જ્યારે મહિલાના પતિ જોઈ તો તે ગુસ્સામાં એટલો લાલઘૂમ થઈ ગયો કે તેમણે પોતાની પત્નીને છૂટાછેડા આપવાનું પણ નક્કી કરી લીધું.

Advertisement

ફોટો લેતા પહેલા હતા સૌથી ખુશ કપલ

આ કહાની આઈરીશ અને થોમસની છે. તે બંને લગ્ન પહેલા ખુબ જ ખુશ હતા અને એકબીજાની કાળજી રાખવામાં કોઈ કમી છોડતા નહોતા. લગ્ન બાદ થોમસે પોતાની પત્નીને વધારે સમય આપવા માટે ઓફિસેથી લાંબી રજા લઇ લીધી હતી. દર રવિવારે તે બંને ફરવા જતા હતા. પરંતુ રજા પુરી થયા બાદ જ્યારે થોમસને ઓફિસ પરત જવું પડ્યું તો બધું જ એક ઝટકામાં બદલાઈ ગયું. આટલા ખુશ કપલને જોઈને કોઈ સપનામાં પણ એવું વિચારી ના શકે કે તે બંને ક્યારેય પણ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરશે.

કામ માટે રહેવું પડતું હતું ઘરથી દૂર

થોમસ એક એક્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. લગ્ન બાદ તેમને કામ બાબતે ઘણીવાર ઘરથી બહાર ટૂર પર જવું પડતું હતું. પરંતુ આઇરિસ એક સારી પત્નીની જેમ હંમેશા તેમને સપોર્ટ કરતી હતી. તેમના લગ્નને ૨ વર્ષ થઇ ચુક્યા હતા અને કામનું પ્રેશર એટલું બધું વધી ગયું હતું કે થોમસને ઘણી વાર પોતાની પત્નીથી દૂર રહેવું પડતું હતું. હવે તો વિકેંડમાં પણ બંને મુશ્કેલીથી એકબીજાનો ચહેરો જોઈ શકતા હતા. થોમસ હંમેશા એ વિચારીને નિરાશ થઈ જતો હતો કે કામના કારણે તે પોતાની પત્નીને પહેલાની જેમ સમય આપી શકતો નથી.

નોકરી છોડવાનો લીધો નિર્ણય

થોમસને નોકરી ખૂબ જ પસંદ હતી પરંતુ તે આઇરિસને સમય આપી શકતો નહોતો. તે વિચારીને તેમણે કામ છોડવાનો નિર્ણય કર્યો. ત્યારે તે ન્યુયોર્કની એક હોટલના રૂમમાં બેઠો હતો ત્યારે ફોન પર મેસેજનો અવાજ આવ્યો. આ મેસેજ તેમને તેમની પત્નીએ મોકલ્યો હતો. આઇરિસ આ મેસેજમાં પોતાનો ગુસ્સો સ્પષ્ટ બતાવી રહી હતી. ત્યારબાદ થોમસથી રહેવાયું નહી. તે જાણતો હતો કે તેમણે ખૂબ જ પૈસા કમાઇ લીધા છે તેથી તે હવે નવું ઘર ખરીદીને પોતાની પત્નીની સાથે સમય પસાર કરી શકશે.

પત્નીને આપવી હતી સરપ્રાઈઝ

નોકરી છોડવાનો નિર્ણય થોમસના જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હતો. તે પોતાની પત્નીને સરપ્રાઈઝ આપીને તેના વિશે બતાવવા માગતો હતો. ગુરુવારનો દિવસ હતો તેથી થોમસે વિચાર્યું કે તે નોકરી છોડવાની વાત આઇરિસને શનિવારના દિવસે જણાવશે. પોતાના ખાલી સમયમાં તે ઘણીવાર આઇરિસને મેસેજ દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતો રહેતો હતો. હવે તે દિવસ દૂર નહોતો જ્યારે તે ઘર પરત ફરીને આઇરિસને નોકરી છોડવાના પ્લાન વિશે જણાવવાનો હતો. પરંતુ ત્યારે તેમની સાથે જે થયું તેના વિશે તેમણે ક્યારેય પણ સપનામાં પણ વિચાર્યું નહોતું.

ચેટિંગમાં મોકલી હતી તસવીર

પત્નીના વિચારોમાં ખોવાયેલ થોમસ ખૂબ જ ખુશ હતો કે આખરે તે ઘરે પરત ફરીને પોતાની પત્નીને સરપ્રાઈઝ આપી શકશે. ત્યારે જ તેમના ફોનમાં મેસેજ આવ્યો. આ મેસેજમાં તેમની પત્નીએ પોતાની તસ્વીર મોકલી હતી. જોકે આ તસ્વીર જોવામાં ખૂબ જ સાધારણ હતી જ્યાં પથારીમાં બેસેલી આઇરિસની પાસે ગિટાર પડ્યું હતું અને બારીમાંથી સૂરજના કિરણો રૂમમાં આવી રહ્યા હતા પરંતુ ત્યારે તેમને કંઈક એવું નજર આવ્યું કે તે પોતાના ગુસ્સા પર ઈચ્છવા છતાં પણ કાબુ રાખી શક્યા નહિ.

આ હતી તસ્વીરની હકીકત

આ તસવીરમાં જો તમે ધ્યાનથી જોશો તો તમને બેડની નીચે એક હાથ જોવા મળશે. એટલે કે આઇરિસ થોડા સમયથી કોઈની સાથે ગુપ્ત રિલેશનશિપમાં હતી. તેવામાં થોમસનો ગુસ્સો પણ યોગ્ય હતો. પોતાની પત્નીના દરેક મેસેજ અને દરેક વાતમાં હવે તેમને દગો નજર આવી રહ્યો હતો. તેથી તે છૂટાછેડા આપીને આઇરિસને આ બંધનમાંથી મુક્ત કરવા માંગતો હતો. થોમસનું કામ તેમની અને તેમની પત્નીની વચ્ચે આ રીતે અંતર બનાવી દેશે અને સંબંધમાં તિરાડ પડી જશે તેની કલ્પના લગભગ તેમણે પોતાના સપનામાં પણ કરી ના હતી.

Advertisement