પત્નીને આ ચીજો ભેંટ કરવાથી લક્ષ્મી માં થાય છે પ્રસન્ન, પૈસામાં થાય છે બરકત

શાસ્ત્રોમાં ઘરની ગૃહિણીને લક્ષ્મી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં પત્નીનું સન્માન થાય છે, ત્યાં લક્ષ્મી માતા બિરાજમાન રહે છે. વળી જે લોકો મહિલાઓનું સન્માન કરતા નથી અને હંમેશા સ્ત્રીઓનું અપમાન કરતા હોય છે, તે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી હોય છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય નિવાસ કરતા નથી.

શાસ્ત્રો અનુસાર પોતાની પત્નીને ખુશ કરવા વાળા લોકો પર જ માતા લક્ષ્મીની કૃપા રહેતી હોય છે અને જે લોકો નીચે બતાવવામાં આવેલી ચીજો પોતાની પત્નીને ભેટ સ્વરૂપ આપે છે તે લોકોના ઘરમાં માતા લક્ષ્મીજી હંમેશા નિવાસ કરે છે. એટલા માટે ધનલાભ હેતુ અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે તમારી પોતાની પત્નીને નીચે બતાવવામાં આવેલી ચીજો જરૂરથી આપવી જોઈએ.

સોનાના આભૂષણ

સોનાને ખૂબ જ પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને ઘરમાં સોનાનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સમય-સમય પર પત્નીને સોનાથી બનેલ આભૂષણો આપવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે અને ઘરમાં શાંતિ પણ જળવાઇ રહે છે. સોના સિવાય ચાંદીની ધાતુથી બનેલી ચીજો પણ ભેટ કરવી શુભ પરિણામ આપે છે.

કપડા ભેટ કરો

પુરાણો અનુસાર જે ઘરમાં ગૃહણીઓ પ્રસન્ન રહે છે, તે ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા જરૂરથી રહેતી હોય છે. એટલા માટે તમે પોતાની પત્નીને હંમેશા ખુશ રાખો અને પોતાની પત્નીને ખુશ રાખવા માટે તેને સમય-સમય પર કપડાં ભેટ આપતા રહો. પત્ની સિવાય ઘરની અન્ય મહિલાઓને પણ કપડાં ભેટમાંઆપવા શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને જીવનમાં ક્યારેય પણ ધનની અછત રહેતી નથી અને હંમેશા ધનલાભ થાય છે.

સન્માન કરો

મહિલાઓને સન્માનની ખૂબ જ જરૂર હોય છે. દરેક ઘરની ખુશીઓનો પાયો મહિલાઓ પર નિર્ભર હોય છે. એટલા માટે મહિલાઓને દિલથી સન્માન આપો અને તેમની સાથે ક્યારેય પણ ઊંચા અવાજે વાત ના કરો. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં પ્રેમ અને આનંદનો માહોલ રહેતો હોય છે, ત્યાં માતા લક્ષ્મી જરૂરથી નિવાસ કરે છે અને તે ઘરમાં ક્યારેય પણ ધનની અછત રહેતી નથી. વળી જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી અને મહિલાઓ સાથે ખરાબ રીતે વાત કરવામાં આવે છે તે ઘરમાં ગરીબી હંમેશા માટે રહે છે.

સુહાગની ચીજો

પોતાની પત્નીને સુહાગની સામગ્રી સમય-સમય પર ભેટ આપતા રહો. સિંદુર, બિંદી, બંગડીઓ જેવા ઉપહાર આપવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે અને આવા ઘરમાં દેવી-દેવતાઓ નિવાસ કરે છે. સન્માન સિવાય મહિલાઓ સાથે હંમેશા યોગ્ય રીતે વાત કરો અને તેનું અપમાન ના કરો.

ઉપર બતાવેલી વાતો પર જરૂરથી ધ્યાન આપવું અને પોતાની તેને સમય-સમય પર ઉપહાર જરૂરથી આપવા. કારણ કે માતા લક્ષ્મી હંમેશા તે ઘર ઉપર જ પોતાની કૃપા વરસાવે છે જ્યાં મહિલાઓની કદર કરવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે.