વ્યક્તિના જન્મની સાથે જ તેના પર બધા જ ગ્રહ-નક્ષત્રોનો પ્રભાવ પડવાનો શરૂ થઈ જાય છે. તેના પર અમુક સારા પ્રભાવ પડે છે તો અમુક ખરાબ પ્રભાવ પડે છે. કોઈપણ બાળકના જન્મના સમયે જ તેમની કુંડળી બનાવવામાં આવે છે કારણ કે તેમના ગ્રહ-નક્ષત્રોના વિશે સારી રીતે જાણી શકાય, પરંતુ ગ્રહો અને નક્ષત્રોથી વધારે વ્યક્તિના કર્મનો તેમના જીવન પર વધારે પ્રભાવ પડે છે. જો વ્યક્તિના કર્મ સારા હોય તો ગ્રહોના શુભ-અશુભ પ્રભાવ પણ બદલી શકે છે.
દરેક વ્યક્તિની અંદર અમુક સારી આદતો અને અમુક ખરાબ આદતો હોય છે. તેમની અમુક આદતો એવી હોય છે જે તેમની સાથે જીવનભર રહે છે. અમુક લોકો પોતાની ખરાબ આદતોને સમયની સાથે બદલી નાખે છે પરંતુ અમુક ઇચ્છવા છતાં પણ બદલી શકતા નથી. તમે ઘણીવાર અમુક લોકોને પોતાની પત્ની સાથે ઝઘડો કરતાં જોયા હશે. આવા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ રહી શકતા નથી.
મહિલાઓ હોય છે ઘરની લક્ષ્મી
જો તમારી અંદર પણ એવી આદતો હોય તો સમય રહેતા બદલી નાખવી જોઈએ, નહિતર જીવનમાં ધનવાન બનવાની તમારી ઈચ્છા ક્યારેય પણ પૂરી થશે નહી. ભારતમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક મહિલા ઘરને સ્વર્ગ અને નર્ક બંને બનાવી શકે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન થતું નથી ત્યાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહે છે, તેનાથી ઊલટું જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં ધનની કમી ક્યારેય રહેતી નથી.
જ્યાં હોય છે સુખ-શાંતિ ત્યાં નથી હોતી ધનની કમી
એક પરિવારની ખુશહાલી બંને વ્યક્તિ પર નિર્ભર કરે છે, જો પતિ અને પત્ની બંને મળીને પ્રયાસ કરે છે તો ક્યારેય નિરાશા હાથ લાગતી નથી. સાચું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં ધનની કોઈ કમી હોતી નથી. જ્યોતિષશાસ્ત્રના અનુસાર ગુરુ મહિલાઓની કુંડળીમાં અને શુક્ર પુરૂષોની કુંડળીમાં સુખી દાંપત્યજીવનનું કારક હોય છે. શુક્ર રોમાન્સ અને સંમોહકતાનું પ્રતીક હોય છે. તેનાથી શારીરિક સૌંદર્ય, વિવાહ, વંશવૃદ્ધિ અને પ્રેમ વધે છે. જો કોઈ પુરુષની કુંડળીમાં શુક્ર અશુભ ચાલી રહ્યો હોય તો તેને ધન અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તમારી કુંડળીના શુક્રને યોગ્ય બનાવવાના અમુક ઉપાય
- હંમેશા પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ.
- દરરોજ પોતાના જનનાંગોને દહીંથી ધોવા જોઈએ.
- કાંસાનાં કોઈ વાસણમાં સાત અનાજ ભરીને કોઈ ધાર્મિક જગ્યા પર દાન કરવું જોઈએ.
- ભૂલમાં પણ સૂર્યની ઉપસ્થિતિમાં મતલબ કે દિવસે શારીરિક સંબંધ ના બનાવવા જોઈએ.
- જ્યાં પણ શરીર પર અવાંછિત રૂપથી વાળ ઉગેલા હોય તેને સાફ કરતા રહેવા જોઈએ. આવી જગ્યાઓ પર વાળ રાખવા અશુભ હોય છે.