૧ લી ઓગસ્ટે શુક્ર કરશે મિથુન રાશિમાં પ્રવેશ, બધી જ રાશિઓ પર જાણો તેનો પ્રભાવ

Posted by

શુક્રનું મિથુન રાશિમાં ભ્રમણ, આ રાશીઓને ફાયદો

વૃષભ અને તુલા રાશિના સ્વામિ શુક્ર ૧ લી ઓગસ્ટના રોજ શનિવારના દિવસે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેમની સાથે રાહુ અને બુધ પણ હાજર રહેશે. ત્યાં જ ધન રાશિમાં ગુરુ ની સાથે કેતુ પણ હશે. તેવામાં ગુરુ અને શુક્ર બંને એકબીજાથી સાતમી રાશિમાં હશે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ સંયોગ સમસપ્તક યોગમાં બને છે. શુક્ર ગ્રહને ભૌતિક સુખ અને સમૃદ્ધિનું પરિબળ માનવામાં આવે છે. તેવામાં શુક્રનું રાશિ પરીવર્તન અમુક રાશિ માટે શુભ સમાચાર લઈને આવશે તો અમુક રાશિઓના સિતારા નીચે આવી શકે છે. કારણકે રાશિઓનો પ્રભાવ વ્યક્તિના ભાગ્ય પર પડે છે. તો ચાલો જાણીએ કે શુક્રના ભ્રમણ થી તમારી રાશિને શું ફાયદો થશે અને શું નુકસાન.

મેષ રાશિ

શુક્ર દેવ તમારી રાશિમાથી ત્રીજા ભાવમાં ભ્રમણ કરશે. તે દરમિયાન તમને નાના ભાઈ બહેનોથી લાભ થશે અને તેની સાથે સંબંધ પણ સારો બની રહેશે. જો તમે રચનાત્મક કાર્યમાં રસ ધરાવો છો તો તમને ઘણી તકો મળશે. જો તમે વ્યવસાય વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયાસો સફળ થશે. કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારના વાદ વિવાદો થી બચો અને ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપો.

વૃષભ રાશિ

શુક્ર દેવ તમારી રાશિમાંથી બીજા ભાવમાં ભ્રમણ કરશે. આ દરમિયાન પારિવારિક જીવનમાં તમને સુધારો જોવા મળશે. સાથે જ સરકારી યોજનાઓનો પણ તમને લાભ મળશે. ગોચરકાળમાં તમને આત્મબળ પ્રાપ્ત થશે. જેનો ફાયદો તમને કાર્યક્ષેત્રમાં જોવા મળશે. જીવનસાથી તરફથી તમને પૂરો સાથ-સહકાર મળશે. પરંતુ તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. જેને તમારે નિયંત્રણમાં લાવવો પડશે.

મિથુન રાશિ

શુક્ર દેવ તમારી રાશિમાં લગ્ન ભાવ એટલે કે પહેલા સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન તમને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળશે અને સકારાત્મક બદલાવ જોવા મળશે. જો તમે કોઈ પ્રત્યે આકર્ષણ મહેસુસ કરો છો તો તમારી ઈચ્છા પૂરી થશે. પરંતુ ગોચર કાળમાં કોઈપણ મોંઘી વસ્તુઓની ખરીદી ના કરો નહિતર તમને નુકસાન થઈ શકે છે. તમારા પરિવારના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

કર્ક રાશિ

શુક્ર તમારી રાશિમાં ૧૨માં સ્થાને ભ્રમણ કરશે. આ દરમિયાન તમને લાંબી યાત્રા પર જવાની તક મળશે. જે વિદેશી કંપની કે વ્યવસાય સાથે જોડાયેલ છે તેમને લાભ મળશે. આ ગોચર કાળમાં તમારે દરેક પગલું સમજી વિચારીને ભરવું પડશે. તમારો એક ખોટો નિર્ણય તમને નુકસાન કરાવી શકે છે. જીવનસાથી સાથે મનદુખ થઈ શકે છે. તેમની પણ વાત પણ તમારે સાંભળવી પડશે.

સિંહ રાશિ

શુક્ર તમારી રાશિમાં ૧૧માં સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમારી પ્રસંશા થશે અને યાત્રાઓથી પણ તમને લાભ થશે. જો તમે વિદેશ જવા માંગો છો તો આ સમયગાળા દરમિયાન તમારું કામ થઈ જશે. જો તમે બચત કરવા માંગતા હોય તો તમારે તમારા ખર્ચાઓ પર ધ્યાન આપવું પડશે. તમારે તમારી પ્રતિભા બહાર લાવવી હશે તો તમારે તમારી આળસનો ભોગ આપવો પડશે.

કન્યા રાશિ

શુક્ર તમારી રાશિમાં ૧૦ માં સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન ભાગ્યનો તમને પૂરો સહયોગ મળશે. સાથે જ જીવનમાં સુખ અને સુવિધા પણ વધશે. પરિવારના લોકો તમને સાથ આપશે અને ઓફિસમાં પણ સારું વાતાવરણ મળશે. શુક્રનું ભ્રમણ તમારી રાશિ માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવ્યું છે. ગોચર કાળમાં તમને માનસિક શાંતિ મળશે અને તમારા બધા જ કાર્ય પણ પૂરા થશે.

તુલા રાશિ

શુક્ર તમારી રાશિમાં નવમાં સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન તમને પરિવારમાં સકારાત્મક વાતાવરણ મળશે અને તમે લગ્નના બંધનમાં જોડાવા માંગશો. પ્રેમ જીવનમાં તમને સફળતા મળશે અને ભાવનાત્મક રૂપ થી તમે જોડાયેલા રહેશો. તમારા જ્ઞાનમાં વધારો થશે જેનાથી તમને કોઈ સ્પર્ધામાં સારા અંક પ્રાપ્ત થશે.

વૃશ્વિક રાશિ

શુક્ર તમારી રાશિમાં ૮ માં સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન તમને પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારું અને તમારા પરિવારના સ્વાસ્થયનું પૂરેપુરી કાળજી રાખો અને સુરક્ષા સાથે જ ઘરની બહાર નીકળો. તમને તમારા મિત્રો પાસેથી કોઈ ગિફ્ટ અથવા સરપ્રાઈઝ મળી શકે છે. તમે તમારી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. નહિતર તમને હાનિ પહોચી શકે છે.

ધન રાશિ

શુક્ર તમારી રાશિમાં ૭ માં સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે તમારી થોડી રકઝક થઈ શકે છે. સાથે જ જીવનસાથીના સ્વાસ્થયને લઈને તમે પરેશાન રહી શકો છો. વ્યવસાયમાં સારી પ્રગતિ જોવા મળશે. સાથે જ કામકાજ દરમિયાન પણ તમને ફાયદો થશે. યોગ અને ધ્યાનથી તમને માનસિક શાંતિ મળશે.

મકર રાશિ

શુક્ર તમારી રાશિમાં છઠ્ઠા સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન તમે જેટલા ચુપ રહેશો એટલી જ સમસ્યાઓ થી તમને મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો મા વધારો થઈ શકે છે સાથે જ તમારા કામમાં ભૂલો શોધવા વાળા લોકો તૈયાર રહેશે. જેથી જે પણ કાર્ય કરો તેને સારી રીતે કરો. કાર્યક્ષેત્રમાં સાથે કામ કરવાવાળી મહિલાઓ સાથે સારું વર્તન કરો નહિતર પરેશાની થઇ શકે છે.

કુંભ રાશિ

શુક્ર તમારી રાશિમાં પાંચમા સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન તમે ભવિષ્યને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહેનત કરશો અને તમારા પ્રયાસો સફળ પણ રહેશે. સંતાન તરફથી તમને લાભ મળશે અને સમાજમાં માન-સન્માન વધશે. ધનલાભના વિશેષ સહયોગ બની રહ્યા છે સાથે જ ખરીદ-વેચાણના વ્યવસાયમાં પણ તમને લાભ થશે. બહારના ખાવા-પીવાની ચીજોથી દૂર રહો.

મીન રાશિ

શુક્ર તમારી રાશિમાં ચોથા સ્થાન પર ભ્રમણ કરશે. આ દરમિયાન તમને તમારા ભાઈ બહેન થી લાભ મળશે અને તમને કમાણીના નવા રસ્તા મળશે. પ્રેમથી જોડાયેલ મામલામાં તમને પરેશાની થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી વિપરીત પરિસ્થિતિઓ બની શકે છે. જેનાથી તમને તમારા કામમાં નુકસાની થઈ શકે છે. તમે આ સમયગાળા દરમિયાન એવો કોઈ પણ વાયદો ના કરો જેને તમે પૂરો કરવામાં અસમર્થ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *